ચૈતન્ય મહાપ્રભુનાં બોધપ્રદ વચનો


જે પોતાની પવિત્ર અને ચંદન શી શીતળ વાણી વડે માનવજીવનમાં વસંત ખીલવે તે સંત. આવા એક સંત હતા. ચૈતન્ય મહાપ્રભુ. તેમનાં કેટલાંક બોધપ્રદ વચનો અહીં પ્રસ્તુત છે.

- ભક્તિનો અર્થ છે. ભાવનાઓની પરાકાા અને પરમાત્મા તથા તેમનાં અસંખ્ય રૂપો પ્રત્યે પ્રેમ. જો કોઈ પીડિતને જોઈને અંતરમાં કરુણા જાગે, ભુખ્યાને જોઈને તેને પોતાનું ભોજન આપવાની ઇચ્છા થાય, પંથભૂલેલાને સન્માર્ગ પર લઈ આવવાની ઇચ્છા થાય એ જ સાચી ભક્તિ. સંસારીજનો માટે ભક્તિમાર્ગ શ્રે છે. ભક્તિથી  માનવધર્મ ટકી શકે.

- સંસારના પ્રવાહ એકલા પુરુષ કે ીથી ચાલી ન શકે. બંને મળીને એ કામ કરી શકે. એટલે બંનેનું મિલન થાય એમ ઇશ્વર ઇચ્છે છે. આ મિલન સર્વથા મંગલ છે. એમાં કોઈ પાપ નથી.

- કોઈની ભૂલો કાઢવી એ મહાનતા છે પરંતુ જાહેરમાં કે સભા વચ્ચે ભૂલો સ્વીકારવી એ તો તેથી પણ વધુ મહાનતા છે.

- ભક્તને શિરે કોઈ ભાર નથી. પરંતુ અહીં પાંડિત્યનો ભાર મોટો છે. ભાર માનવીને ડુબાડે છે. જેમાં ખાસ કરીને રૂપભાર, કુળભાર, વિદ્યાભાર, ધનભાર, સત્તાભાર, નેતૃત્વભાવ, કીતભાર અને મોહભાર છે. જે આ ભાર છોડાવે તેને ભક્તિ કહેવાય.

- મૌન પાળો. મૌન રહેવું એ મોટો સંયમ છે. જાણનારો બોલતો નથી અને બોલનારો જાણતો નથી. આત્માની વાણી સાંભળવા, જીવન અને જગતનાં રહસ્યોને જાણવા માટે વાદવિવાદ ટાળવા માટે, વાણીના પાપથી બચવા માટે મૌન રહેવું જોઈએ.

- પ્રતિાને સૂકરની વિા સમજો. ગૌરવને નરક સમજો. માનની ઇચ્છાને સુરાપાન સમજો. આ ત્રણેયને ત્યાગી હરિભજન કરો.

- યાત્રાભ્રમણ એ સૌથી મોટો જ્ઞાાાનનો ખજાનો છે. જેને ભ્રમણ કર્યું નથી એનું જીવન નિરર્થક ગયું સમજો. ઇશ્વર ભરોંસે ભ્રમણ કરવું એના જેવી કોઈ જ્ઞાાાનસાધના નથી. 'હરે કૃષ્ણ, હરે કૃષ્ણ' આ મૂડી જેવી તેવી નથી. સૌથી મોટી મૂડી હરિનામ છે.

- પ્રસિધ્ધિની ભૂખથી પ્રદર્શન વધે, અને પ્રદર્શન વધવાથી દર્શન ખૂટે, દર્શન ખૂટવાથી નક્કરતા ન રહે અને માણસ છેવટે દંભ-પાખંડનો શિકાર બને છે. એટલે સંન્યાસીએ એષણાઓથી મુક્ત રહેવું જોઈએ. એષણાઓથી મુક્તિ એ જ સાચો સંન્યાસ.

 - ભક્તિ સાથે સેવા હોવી જોઈએ. સેવા વિનાની ભક્તિ નિષ્ક્રિયતા પેદા કરે છે અને તે દરિદ્રતા લાવે છે. ભક્તિની સાથે પ્રભુસેવાનું અને જનસેવાનું કાર્ય સંલગ્ન થાય તો ભક્તિ ફળદાયી બને છે.

- પોતાની જાતને તણખલાથી હલકી સમજો. વૃક્ષ કરતાં પણ વધુ સહિષ્ણુ બનો. કોઈની પાસેથી માનની ઇચ્છા ન રાખો. પોતે સૌને માન આપો. આ રીતે હરિકીર્તન થશે.

- કનૈયાલાલ રાવલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OXWdqG
Previous
Next Post »