અભિષેક કપૂર : એ ઈન્ટેન્સ કલાકારને હું મીસ કરું છું


 'એ  ખરેખર જુદા જ પ્રકારની  વ્યક્તિ હતી.  એ ખરેખર  ઈન્ટેન્સ  (જોશીલો)  કલાકાર હતો અને એ તેના પાત્ર  માટે  પોતે કંઈક  નવું સંશોધન કરતો હતો.

સ દ્ગત  અભિનેતા  સુશાંત સિંહ રાજપૂતને ૨૨ ફેબુ્રઆરીએ  દાદાસાહેબ   ફાળકે એવોર્ડ-૨૦૨૧ આપી ખાસ સન્માન કરાયું તે જ દિવસે તેની પહેલી  ફિલ્મ 'કાઈ પો છે' ની  આઠમી  વર્ષગાંઠ હતી ત્યારે  આ જ  ફિલ્મના  દિગ્દર્શક  અભિષેક કપૂરે સુશાંતસિંહને  આશ્ચર્યજનક અભિનેતા  તરીકે ઓળખાવી તેની પ્રશંસા  કરી છે. અભિષેક કપૂર પ્રતિભાશાળી  અભિનેતા  સુશાંત સિંહ રાજપૂતને  ભૂલ્યા નથી. તેમણે તેની  સાથે 'કાઈ પો છે'  ઉપરાંત 'કેદારનાથ' જેવી  ફિલ્મો બનાવી છે.

'કાઈ પો છે '   ફિલ્મની વાતો  કરતાં અભિષેક કપૂર કહે છે, ' આ ફિલ્મ ચેતન ભગત'ની નોવેલ  'ધ થ્રી  મિસ્ટેક્સ ઓફ માય લાઈફ'  પર આધારિત છે. મેં જ્યારે પહેલીવાર  આ નોવેલ  વાંચી ત્યારે એ ત્રણ  મિત્રોની વાર્તા હતી.  આ એક  ફિક્શન સ્ટોરી  છે અને તેની પશ્વાદ્ભૂમાં ગુજરાતના રમખાણોનો અને ભૂકંપ છે. આ  કલાકારોની પસંદગીની   વાત આવી.  આ માટે એવા કલાકારોની  જરૂર  હતી  જેઓ 'બોલીવૂડમાં  તેમની કારકિર્દી શરૂ કરવા  ઈચ્છતાં હોય મને એ ટીમ  મળી ગઈ અને  ફિલ્મ  શરૂ કરવામાં આવી. 

'અરે,  ગયા વર્ષે પણ આ  ફિલ્મ અંગે ઘણી ચર્ચા થઈ અને તેનું કારણ હતું  સુશાંતસિંહના ફેન્સ.  ૧૪ જૂન, ૨૦૨૦ના રોજ  સુશાંતસિંહ રાજપૂતના અવસાનના દિવસે તેના ફેન્સે સુશાંત સિંહ રાજપૂતના બોલીવૂડમાં  લોન્ચપેડ  તરીકે આ ફિલ્મને ઓળખાવી.  આ જ  ફિલ્મની ૨૨મી ફેબુ્રઆરીએ  આઠમી એનવર્સરી  હતી,' એમ  અભિષેક કપૂરે જણાવ્યું હતું.

'ચેતન  ભગતની નવલકથા  પર  ફિલ્મ હોવા છતાં  કથામાં આવેલા ભૂકંપ અને રમખાણોનો  જેવા અત્યંત  કટોકટીભર્યા બનાવોની અમારા  બધા પર વધુ ઊંડાણપૂર્વકની  અસર થઈ નહોતી.   આમ છતાં અમે તેનાથી  સાવ જુદા  નહોતા થઈ ગયા. 

અમે બધા જ ઈતિહાસના એ પાના વચ્ચે  જીવતા હતા.  આ વાર્તાના બધા પાત્રોનો જર્નીને  દાખવવામાં આવી છે, એમ  તેમણે  જણાવ્યુ ંહતું. 

આ પછી  તેમની  મ્યુઝિક  ડ્રામા  ફિલ્મ 'રોક ઓન' ને જબરદસ્ત  સફળતા મળી એ પછી   દિગ્દર્શક,   અભિષેક  કપૂરનું વજન વધી ગયું.  આ  ફિલ્મમાં  ફરહાન  અખ્તર,  અર્જુન રામપાલ, પુરબ કોહલી અને કેની હતા. 'કાઈ પો છે'માં રાજકુમાર રાવ, સુશાંત સિંહ રાજપૂત અને અમિત સાદને લેવામાં આવ્યા જેમાં બે તો ટીવી પર લોકપ્રિય  હતા. 'જે શબ્દો વાપર્યા  હતા એ મુજબ મને   મિત્રોના  એક જૂથને કલાકાર તરીકે લેવા  હતા અને એમાં  કોઈ  ચોક્કસ  કલાકારની જરૂર નહોતી. પાત્રો વચ્ચે જેન્યુન ઈક્વિશેન સ્થપાય  એ જરૂરી  હતું. આથી, નવા ચહેરા અથવા સ્ટારર્સનો  કોઈ પ્રશ્ન  જ ન ઉદ્ભવ્યો. જો કે એ બધા કલાકારો  વચ્ચે યોગ્ય  કેમેસ્ટ્રી  સ્થપાય એ  જરૂરી  હતી,' એમ  અભિષેક કપૂરે જણાવ્યુ ંહતું. 

'મેં  ત્રણ બોય્ઝ  (યુવાનો) ને એક સાથે શોધી કાઢ્યા  અને દરેકને વ્યક્તિગત  પાત્રોમાં  કાસ્ટ  કરવાની કોઈ  જરૂર જ ન લાગી.   જો કે તેઓ ખરેખર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. એક ટીમ તરીકે  અને તેમનામાં  પણ ઊર્જાનો  સાચો પ્રકાર હતો,  એમ તેમણે જણાવ્યું હતું. 

સુશાંત સિંહ સાથેના સૌ પહેલાં સહકારના પ્રારંભને  યાદ  કરતાં અભિષેક કપૂર વધુમાં જણાવે છે, 'મેં સુશાંતને કાસ્ટ કર્યો  એ પહેલાં મેં તેનું કોઈ કામ જોયું નહોતું.  આ પછી  ટેલિવિઝનના કલાકારોને ઈન્ડસ્ટ્રી   સ્વીકારતી નથી એ પણ  એટલું જ સાચું છે, પણ 'રોક ઓન!'  પછી  તો  જોવા જેવું  કંઈ રહ્યું જ નહીં.  લોકોને મારામાં શ્રધ્ધા હતી. સુશાંતને તેના પાત્ર મુજબ વાળવામાં  કંઈ  ઝાઝી તકલીફ ન પડી.  એ તો શરૂઆતથી જ આંચકાજનક  કલાકાર હતો.  અરે પહેલાં દિવસથી મને એ વાતની જાણ હતી કે અમારે બંનેએ સૌથે ઉડવાનું  હતું. 

 ફિલ્મમાં  ઈશાન ભટ્ટ  તરીકે તેણે  પાત્ર ભજવ્યું હતું.  સુશાંત લાંબા સમયથી બોલીવૂડમાં  આવવાની રાહ જોેઈ રહ્યો હતો. ૨૦૧૮ માં આ જ અભિનેતા અને  દિગ્દર્શકની જોડીએ  એકત્ર થઈને  'કેદારનાથ'   ફિલ્મ  બનાવી હતી. 'એ  ખરેખર જુદા જ પ્રકારની  વ્યક્તિ હતી.  એ ખરેખર  ઈન્ટેન્સ  (જોશીલો)  કલાકાર હતો અને એ તેના પાત્ર  માટે  પોતે કંઈક  નવું સંશોધન કરતો હતો. હું ખરેખર  તેને મીસ  કરું  છું અને દરેક  સમયે  મને  એ વાતની  ખાતરી થતી  કે હું તેની પાસે હવે પહોંચી  શકીશ નહીં.  આ  વાત મને અસ્થિર  કરી નાખે છે,' એમ અભિષેક ેકપૂરે અત્યંત  ભાવવાહી  ચહેરે જણાવ્યું  હતું.

 મેં સુશાંત  સિંહને 'કાઈ  પો છે'  ફિલ્મમાં  કાસ્ટ કર્યો  એ પહેલાં  મેં તેનું  કોઈ કામ  જોયું ન નહોતું. આ  સાથે જ ટેલિવિઝનના કલાકારોને ઈન્ડસ્ટ્રી  સ્વીકારતી નથી એ પણ સાચું હતું.  



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38vb9mH
Previous
Next Post »