ફિ લ્મસર્જક રામ ગોપાલ વર્મા વર્ષોથી અવિરત ફિલ્મો બનાવી રહ્યા અને તે પણ જરાય અટક્યા વિના. અત્યારે તેઓ તેલુગુ ફિલ્મો બનાવી રહ્યા છે, પણ બોલીવૂડને ભૂલ્યા નથી. આ વર્ષે તેઓ કેટલીક હિન્દી ફિલ્મો પણ બનાવવાના છે. તેમણે હિન્દી ફિલ્મોમાં અફલાતૂન ફિલ્મો બનાવી છે જેવી કે 'રંગીલા' (૧૯૯૬), 'સત્યા' (૧૯૯૮), 'કંપની' (૨૦૦૨) અને 'સરકાર' (૨૦૦૬). આ ઉપરાંત અન્ય હિન્દી ફિલ્મો પણ તેમણે બનાવી છે. જો કે અત્યારે ઘણાં સમયતી તેમની ફિલ્મો આવી નથી. અત્યારે તેમણે ગોવાને બેઝ બનાવ્યું છે અને ઘણાં સમયથી ત્યાં રહી ફિલ્મોનું કામ કરે છે. તેમના સફળ કલાકાર મનોજ બાજપેયી અને ફિલ્મસર્જક અનુરાગ કશ્યપ છે. રામ ગોપાલ વર્માને માત્ર સફળતા જ મળી છે એવું નથી, તેમણે નિષ્ફળતા પર મેળવી છે. આ નિષ્ફળતામાંથી તેઓ કેવી રીતે બહાર આવ્યા એની માહિતી અને અન્ય જાણકારી અહીં પ્રસ્તુત છે, તેમના જ મુખેથી..
રામ ગોપાલ વર્મા હાલમાં તો ગોવામાં ફિલ્મનું શુટિંગ કરે છે તેઓ કહે છે, 'અહીં સારા લોકાલ્સ છે. એટલું જ નહીં, અહીં સારા વિઝ્યુલ્સ મળે છે, વેધર સારું છે અને કામ કરવાની બધી જ સવલતો અહીં સારી છે અને મને આ બધું અનુકૂળ આવે છે, ગમે છે અને હા, મને કોઈ કામ હશે તો જરૂર મુંબઈ પાછો ફરીશ.'
આ સાથે જ તેઓ કહે છે, 'ફિલ્મની સ્ટોરીની જ વાત કરવી હોય તો 'સરકાર'ની સ્ટોરી લઈએ. હું એવું માનું છું કે 'સરકાર' તરીકે અમિતાભ બચ્ચન જેવા કોઈકની પર્સનાલિટી અથવા ઇમેજ વિના કશું કામ ન કરી શકે - નેરેટિવ પણ નહીં. કેરેક્ટરને કોઈ નવો ચહેરો પ્લે કરે તો તેની કોઈ અસર ન પડી શકે. 'કંપની' (૨૦૦૨)ની જ વાત કરીએ. મેં અજય દેવગણ અને વિવેક ઓબેરોયને ફિલ્મમાં લીધા હતા. અજયનું પાત્ર તો એ જે અન્ય પાત્રો કરે છે એવું જ હતું, પણ વિવેક ઓબેરોયનું પાત્ર સાવ ભિન્ન હતું અને એ ધીમે ધીમે વિકસે છે. પાત્રો મારા કાસ્ટિંગના નિર્ણય પર તેમની વગ વાપરે છે. જ્યારે હું 'સત્યા' બનાવતો હતો ત્યારે મને એવું પાત્ર જોઈતું હતું જે મુંબઈની અંધારીઆલમ અંગે કશુંક જાણતો હોય અને એ જે પ્રતિબિંબિત કરે એ મારી ફિલ્મને નવો ઓપ આપી શકે.
આ કારણે જ મેં મનોજ બાજપેયીને લીધો અને પછી જુઓ પરિણામ શું આવ્યું..,' એમ કહે છે રામ ગોપાલ વર્મા. ફિલ્મસર્જક તરીકે ૩૨ વર્ષ થયા અને સફળતા-નિષ્ફળતા બને નિહાળ્યા છે ત્યારે એમાં શું પાઠ શીખ્યા, એવા પ્રશ્નના ઉત્તરમાં રામ ગોપાલ વર્માએ જણાવ્યું, 'આનું એ માત્ર કારણ છે કે હું શીખી રહ્યો છું, પણ સંપૂર્ણપણે બધું જ ન શીખ્યું. દરેક ફિલ્મ તમારા માટે નવી હોય છે. એટલું જ નહીં તમારે તો દરેક ભૂલોમાંથી પાઠ શીખવાના પ્રયત્ન કરવા જોઈએ, એ સાથે જ તમે સતત નવી ભૂલો પણ કરતાં જ રહો છો.'
એવું નહીં હોય તો, દરેક જણ તે પોતે શું કરે છે તેની તેને જાણ જ નથી હોતી. આપણે જીવનમાં શું કર્યું તેનો અંતે તો સરવાળો કરવો જોઈએ. જો કે હું મારા માટે કશું જ બદલી શકું એમ નથી. આઉટસાઈડરની ગ્રહણશક્તિ પર ભૂલોનો આધાર રહે છે. દરેક ભૂલો મારા વ્યક્તિત્વમાં ઉમેરો કરે છે. હું તેને ભૂલો તરીકે નથી નિહાળતો, કેમ કે એક દ્રષ્ટિએ - એક સમયે તે ખરાબ લાગે છે, પણ અન્ય સમયે તે શ્રેષ્ઠ અનુભવાય છે. હું મારા ખરાબ સમયના શિખર પર હતો ત્યારે મેં કદીય બોક્સ-ઓફિસ ટાંકી નહોતી. હું માનું છું કે મારા જીવનના સૌથી ખરાબ સમયમાં મેં 'દ્રોહી' (૧૯૯૨) બનાવી હતી કેમ કે મેં મારા હાથે કરીને નિષ્ફળતા મેળવી હતી. મેં લોચા માર્યા હતા. આવા જ કારણો હું 'કંપની' ફિલ્મ માટે નહીં આપી શકું.
હું મટિરિયલને પણ ન્યાયી નહીં ઠેરવી શકું. જો કે 'દ્રોહી'ને કારણે હું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી શક્યો. આ ફિલ્મ હું બનાવતો હતો ત્યારે ઊર્મિલા માંતોંડકરને મળ્યો હતો અને તેને પગલે ૧૯૯૬માં 'રંગીલા' બનાવી હતી. મેં 'દ્રોહી'ની પ્રાશ્ચાદ્ભૂ બદલી હતી અને 'સત્યા' બનાવી. આ બંને ફિલ્મની ક્રેડિટને કારણે 'દ્રોહી'ની અસર ધોવાઈ ગઈ. મારી બે આઈકોનિક ફિલ્મો છે, જેમાંની આ એક છે. જીવનની જેમ ન ગમતી ફિલ્મ પણ આગળ ધપે છે. આથી જ, દરેક કેટલીક મુવમેન્ટ્સ પછી પાછા વળીને જોવાની જરૂરત નથી હોતી અને તે પણ આ કારણસર જ !'
મનોજ બાજપેયી અને અનુરાગ કશ્યપે તમારી સાથે કામ કર્યું છે તેમના વિકાસને તમે કઈ દ્રષ્ટિએ નિહાળો છો? - એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું, 'એવું કશું જ નથી કે અન્ય કોઈ તમને સ્પર્શી શકે. તમારે શીખવું જોઈએ અને વધુમાં વધુ શીખવું જોઈએ. અનુરાગ કશ્યપની ફિલ્મસર્જનની સ્ટાઈલ મારી સ્ટાઈલ કરતાં ઘણી ભિન્ન છે. એ તેની વ્યક્તિગત સ્ટાઇલ છે અને એ તેના માટે સારી છે. મનોજ તો એક પ્રતિભાશાળી વ્યક્તિ છે. મને તો એવી કલ્પના જ નથી આવતી કે મેં તેને અન્ય કોઈ રીતે લોન્ચ કર્યો હતો. મેં ઘણાં લોકો સાથે ઘણી ફિલ્મો બનાવી છે. તમે આ બંનેના નામ લઈ શકો કેમ કે તેમનું નામ આજે છે. હું તેમની સાથે સંપર્કમાં હોઉં છું, પણ તેઓ વ્યસ્ત હોય છે અને હાલના સમયે અમે સાથે કોઈ કામ કરતા નથી.'
'સરકાર-૩' પછી બોલીવૂડથી દૂર થઈ ગયા, તેનું કારણ શું ? એવા પ્રશ્નના ઉત્તરમાં રામ ગોપાલ વર્માએ કહ્યું, 'હું હૈદરાબાદનો છું અને હું ત્યાં એક રાજકીય ફિલ્મ બનાવવામાં વ્યસ્ત છું. આ સ્પેસમાં ઘણું બધું બન્યું છે. આ પછી હું માર્શલ આર્ટ્સ પર એક ફિલ્મ બનાવવાનું છું. એ પછી મેં 'લડકી' નામની એક ફિલ્મ બનાવી, તેનું ૧૫ દિવસ શુટિંગ પણ કર્યું અને એ પછી સર્વત્ર લોકડાઉન જાહેર થયું. જો કે આ ફિલ્મ પૂરી કરી દીધી છે. આ પછી પણ તમે મારા પાસેથી વધુ ફિલ્મની અપેક્ષા રાખી શકો. આ પછી સજાતીય સંબંધો ધરાવતી સ્ત્રીઓના પ્રેમસંબંધ પર ફિલ્મ આવશે, જે મેં બનાવી છે અને એ ક્રાઈમ-ડ્રામા છે. આ પછી વધુ એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ આવશે,' એમ રામ ગોપાલ વર્માએ જણાવ્યું હતું. 'વર્તમાન સમયમાં મારા કામની ઝડપ ચાર ગણી વધી ગઈ છે. હું અત્યારે ઘણું બધું કામ એક સાથે કરી રહ્યો છું. હું માનું છું કે લોકોએ એક સાથે વધુ કામ ન કરવું જોઈએ. હું તમને ઘણી બધી સ્ટોરીઓ કહી શકું છું અને આ જ એક બાબત છે, જે હું અત્યારે કરી રહ્યો છું,' એમ તેમણે જણાવ્યું હતું.
શું ઓટીટી માટે કોઈ સર્જન કરવા ઇચ્છો છો? - એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું, 'અરે, ઓટીટી પ્લેટફોર્મ્સ ફિલ્મસર્જકોને પણ મદદરૂપ થાય છે કેમ કે પબ્લિસિટી અને રિલિઝનો ખર્ચ ઓછો થઈ જાય છે. જે અંતે તો ફિલ્મસર્જનના ખર્ચમાં જ ઉમેરો થાય છે. કોઈ જાણીતો ચહેરો નહીં હોવા છતાં એ લોકોનું ધ્યાન ખેંચે છે. નવા ચહેરાને કાસ્ટ કરવાથી એ પ્રમાણમાં વિવેકી નિર્ણય કહી શકાય છે. ઓટીટી પ્લેટફોર્મ્સ સાથે આ બધુ લાગતુંવળગતું નથી. ઓટીટી માટે તો સારું કન્ટેન્ટ જોઈએ, જે દર્શકોને તેના ભણી ખેંચી શકે છે. મેં અગાઉ પણ આ માટે કોઈ ફિલ્મ બનાવવાનું સ્વીકાર્યું નહોતું. એ બધું જ તમે કેવી કાસ્ટિંગ કરો છો, એ નિર્ણય પર આધાર રાખે છે. હું સ્વાર્થી ફિલ્મસર્જક અને મારા દરેક નિર્ણય શ્રેષ્ઠ પરિણામ માટે હોય છે. ઓટીટી સ્પેસમાં સ્ટાર ફેસ કરતા કન્ટેન્ટ વધુ સારું કામ કરે છે.
શું તમે ન્યૂ-એજ ક્રાઈમ-થ્રિલર બનાવવાનું વિચારો છો ખરા? એવા પ્રશ્નના ઉત્તરમાં રામ ગોપાલ વર્માએ જણાવ્યું, 'હું કોઈ ચોક્કસ બાબત પર કોમેન્ટ નહીં આપું. જો કે હું તેને સાવ જુદા જ દ્રષ્ટિકોણથી જોઉં છું. હું પાત્રોનો અભ્યાસ કરવામાં માનું છું. હું લોકોની લાગણીશીલ સંકુલતાને નિહાળું છું. ક્રાઈમ અને હિંસા તો કથાનો એક નાનકડો હિસ્સો હોય છે. જ્યારે લોકોનું સંકુલ જીવન અને તેને કારણે સર્જાતી મુશ્કેલીઓને કારણે જે ટ્રેજેડી સર્જાઈ છે અને એ પછી શું થાય છે, તેને હું નિહાળું છું,' એમ કહી રામ ગોપાલ વર્માએ તેમની મુલાકાત પૂરી કરી હતી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qIKh8J
ConversionConversion EmoticonEmoticon