બોલીવૂડના કલાકારોના વિવિધ શોખ


દ રેક વ્યક્તિને કોઇને કોઇ શોખ હોય છે. બોલીવૂડના કલાકારોના પણ વિવિધ શોખ છે. સલમાન ખાનને વિવિધ સાબુનો શોખ હોવાથી તેણે પોતાના બાથરૂમને સાબુઓથી ભરીને મ્યુઝિયમ બનાવી દીધું છે. તો વળી પ્રિયંકાને અવનવા જુતાઓનો શોખ છે. 

સલમાન ખાન

બોલીવૂડના દબંગ સલમાન ખાનનો અનેરો શોખ છે. સલમાન ખાન દેશ-વિદેશથી સાબુના ઢગલા ઉપાડી લાવે છે. તેના બાથરૂમમાં સોપ્સનું કલેકશન જોવા મળે છે. જેમાં હેન્ડમેડ, ડિઝાઇનર અને હર્વલ સાબુ સામેલ છે. તેમજ તેને કુદરતી ફ્રુટ અને વેજિટેબલના અર્કમાંથી બનાવેલા સાબુ પણ બહુ પસંદ છે. દરેક દેશથી પોતાના માટે સાબુની ખરીદી તે કરતો હોય છે. સલમાન ખાનને ફ્રુટની ફ્લેરવાળા સાબુ વધારે પસંદ છે. તે હેન્ડમેડ અનેહર્બલ સોપની સાથેસાથે પરફ્યુમ પણ રાખે છે. સાબુની માફક જ  તેને પરફ્યુમનો પણ શોખ છે. જેકલિન ફર્નાન્ડિઝ સલમાનને બેસ્ટ સ્મેલિંગ મેન ઇન ધ ઇન્ડસ્ટ્રી કહે છે. 

પ્રિયંકાચોપરા

પ્રિયંકા ચોપરાના જલવા બોલીવૂડથી લઇ હોલીવૂડ સુધી છવાયેલા છે. તેને ફેશનેબલ ફૂટવેર્સ બહુ પસંદ છે. પ્રિયંકાના શૂ રેક્સમાં બ્રાન્ડેડ ફ્રુટવેયર પડયા છે. તેની પાસે ૨૦-૩૦ નહીં પરંતુ ૪૦૦ થી પણ વધુ ફુટવેયર પડયા છે. તે પોતાના જોડાની કાળજી પણબહુ રાખે છે. તે વિદેશના કોઇ પણ લોકેશન પર શૂટિંગ માટે જાય તો ત્યાંથી એક જોડી જોડા જરૂર ખરીદીને એ સ્થળને યાદ રાખે છે. 

કરીના કપૂર

કરીના કપૂરનું શોપિંગ હેન્ડ બેગ એટલે કે પર્સ નહીં ખરીદે ત્યાં સુધી તેનું શોપિંગ અધૂરું છે. કરીના પાસે દેશ-વિદેશના ૨૦૦ પર્સ હશે. સુંદર પર્સ કરીનાની નબળાઇ છે. સૈફ પણ તેની આકમજોરીથી વાકેફ હોવાથી નારાજ કરીનાને અધધધ કિંમત ધરાવતું પર્સ ભેટ આપીને મનાવી લે છે. સલમાન પણ તેના આ શોખથી વાકેફ હોવાથી તેણે કરીનાને અઢી લાખનું એક પર્સ ગિફ્ટ કર્યું છે. 

અમિતાભ બચ્ચન

શોખના મામલે અમિતાભ બચ્ચન પણ કોઇનાથી ઊણા ઊતરતા નથી. બિગ બી વિદેશી ઘડિયાળોના કલેકશન માટે જાણીતા છે. એક વખત તો તેમણે પોતાના બન્ને હાથમાં ઘડિયાળો પહેરી હતી. તેમના ઘરમાં ઘડિયાળના કલેકશન માટે એક ખાસ જગ્યા બનાવામાં આવી છે. જ્યાં  સુંદર અને વ્યવસ્થિત રીતે ઘડિયાળો ગોઠવીને રાખવામાં આવે છે.

શાહરૂખ ખાન

રોમાન્સ કિંગ શાહરૂખ ખાનના વોર્ડરોબમાં ૧૫૦૦થી પણ વધુ જીન્સ જોવા મળે છે. જીન્સ કલેશનનો તેને બહુ શોખ છે. ફોરમલ પ્રસંગ હોય કે ઇનફોરમલ શાહરૂખ જીન્સ પહેરવા પર જ પોતાની પસંદગી ઊતારે છે. આ ઉપરાંત તેને સનગ્લાસીસનો પણ શોખ છે. તેણે પોતાના મન્નત બંગલાને ચશ્મા ઘર બનાવી દીધું છે.તેની પાસ સેંકડો જેટલા ગોગલ્સ હશે. તેના બંગલાના દરેક રૂમમાં બબ્બે પેર્સ સનગ્લાસીસ હોય છે. 

વિદ્યા બાલન

વિદ્યા બાલનનો સાડીનો શોખ જાણીતો છે. મોટા ભાગે તે જાહેરમાં સાડી પહેરતી જ જોવા મળે છે. તેની પાસે એકથીએક ચડિયાતી સાડીઓ છે.ઇવેન્ટસ, પાર્ટી કે કોઇ પણ પ્રસંગે વિદ્યા હેવી અને સુંદર સાડીઓમાં જોવા મળે છે.

અક્ષય કુમાર

બી ટાઉનના ખેલાડી અક્ષય કુમારને પ્રિયંકા ચોપરાની માફક જૂતાઓનો શોખ છે. તે દેશ-વિદેશમાં ફિલ્મોની શૂટિંગમાંથી નવરાશ મળતા જ જૂતાની ખરીદી કરે છે. 

જોન અબ્રાહમ

જોન અબ્રાહમનો મોટરબાઇકનો શોખ જાણીતો છે. તેના ગેરેજમાં કેટલીયે બાઇક છે અને દરેક બાઇકની કાળજી વ્યવસ્થિત રીતે તે રાખે છે. તેને બાઇકનો ક્રેઝ છે અમ કહીએ તો પણ ખોટું નથી. તેથી જ બાઇક કંપનીઓ જોનને પોતાના પ્રોડકટના એમ્બેસેડર તરીકે પસંદ કરે છે. બોલીવૂડમાં સૌથી વધુ બાઇકનું કલેકશન જોન અબ્રાહમ પાસે છે. બે વરસ પહેલા તેણે એક બ્લેક કલરની લેમ્બ્રોગિની ગ્લારેડો ખરીદી છે જેની કિંમત લગભગ રૂપિયા ત્રણી થી ચાર કરોડ છે.  



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rFreh4
Previous
Next Post »