યાદશક્તિ વધારનારા ખાદ્યપદાર્થો


મગજને હેલ્ધી રાખવા માટે વિશેષ પોષક આહાર આવશ્યક છે. જેના સેવનથી મગજની કોશિકાઓના નિર્માણમાં મદદ મળે છે.

કોળુ

મોટા ભાગના પરિવારોમાં કોળાનું શાક બનતું હોય છે  તેમજ સફેદ કોળામાંથી મીઠાઈઓ બનાવવામાં પણ આવે છે. કોળાના બિયાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

મગજ માટે કોળાના બિયાનું સેવન ફાયદાકારક છે. તેનો ઉપયોગ યાદશક્તિને સુધારે છે. કોળામાં જિંક પ્રચૂર માત્રામાં સમાયેલું હોય છે જે મેમરી પાવરને વધારે છે. તેમજ વિચારશક્તિની ક્ષમતા વધારે છે. બાળકોને કોળાના બિયા સેવન કરવાથી પણ યાદશક્તિમાં સુધારો થાય છે.

ડાર્ક ચોકલેટ

આધુનિક સમયમાં ડાર્ક ચોકલેટને સર્વશ્રેષ્ઠ સુપરફૂડસ માનવામાં આવે છે. નિષ્ણાતોના અનુસાર ડાર્ક ચોકલેકનો એક ટુકડો હૃદયને સ્વસ્થ રાખવામાં અનેે મગજની કાર્યપદ્ધતિને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. ન્યુટ્રીશિયનના અનુસાર, ડાર્ક ચોકલેટમાં વિવિધ પ્રકારના ફાઇબર અને મિનરલ્સ જેવા કે ઓલિક એસિડ, સ્ટેરિક એસિડ, પામિટિક એસિડ સમાયેલા હોય છે.

ડાર્ક ચોકલેટનું સેવન બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે અને શરીરમાં રક્તસંચાર વ્યવસ્થિત રીતે થાય છે. આ ઉપરાંત તે હૃદય અને મગજ સુધી પહોંચનારા રક્તને સાફ કરે છે. જેથી હૃદય સ્વસ્થ રાખી શકાય છે. ડાર્ક ચોકલેટનું સેવન કેન્સરથી રક્ષણ આપે છે.

બ્રોકલી

મગજ માટે બ્રોકલી બહુ ફાયદાકારક છે. બ્રોકલીમાં ઓમેગા-૩ ફેટી એસિડ, ફ્લેવોનોઇડ, વિટામિન ઈ, આયર્ન અને કોપર જેવા પોષક તત્ત્વો સમાયેલા છે. એક સંશોધનના અનુસાર બ્રોકલી યાદશક્તિ સુધારવાની અને મગજની કાર્યક્ષમતાને વધારવામાં મદદગાર સાબિત થાય છે.

બદામ

બદામ ખાવાથી યાદશક્તિ વધે છે. નિયમિત રીતે ૧૦-૧૧ બદામનું સેવન અવશ્ય કરવું જોઈએ. ૧૦-૧૧ બદામથી ઓછી તેમજ વધુનું સેવન કરવું નહીં. 

જો રોજિંદા આકારમાં બદામ ઉપરાંત અન્ય સૂકામેવાનો સમાવેશ થતો હોય તો બદામનું પ્રમાણ ઓછું કરવું. પલાળેલી બદામ, બદામનો ભૂક્કો દૂધમાં ભેળવીને પણ સેવન કરી શકાય છે. બદામની છાલમાં ફાઇબર સમાયેલા હોવાથી છાલ ઉતારીને ખાવું નહીં. બદામને ગરમીની ઋતુમાં પલાળીને ખાવી.

 અખરોટનું સેવન મગજ માટે હેલ્ધી માનનામાં આવે છે. તેમાં સમાયેલા પોષક તત્ત્વ મગજને સ્વસ્થ રાખે છે, તેમજ તેની કાર્યક્ષમતા વધારે છે. અખરોટમાં વિટામિન ઈ, કોપર, મેંગનીઝ હોય છે, જે બ્રેન પાવરને વધારે છે.

ગ્રીન ટી

ગ્રીન ટી યાદશક્તિ વધારવામાં કારગર છે. તેમાં સમાયેલ કેફીન બ્રેન ફંક્શનને વધારે છે. ગ્રીન ટીના સેવનથી સતર્કતા, યાદશક્તિ અને ફોકસ કરવાની ક્ષમતા સુધરે છે.

ગ્રીન ટીમાં એન્ટી ઓક્સિડન્ટસ સમાયેલા છે. દિવસ દરમિયાન બે-ત્રણ વખત ગ્રીન ટી પીવાથી યાદશક્તિ વધે છે. શરીર પણ તાજગીસભર થઈ હળવું થાય છે. જેથી ઊંઘ પણ સારી રીતે આવે છે. સપ્રમાણ નિંદ્રા ઇન્યુન સિસ્ટમ માટે મહત્ત્વની છે.

દાડમ

મેમરીને શાર્પ કરવા માટે દાડમનું સેવન કરવું જોઈએ. દાડમ ખાવાથી ફક્ત રક્તમાં હેમોગ્લોબીનનું પ્રમાણ નથી વધતુ, પરંતુ યાદશક્તિ પણ વધે છે.

દાડમમાં સમાયેલ પોલીફેનલ્સ માનસિક બીમારીઓથી સુરક્ષા આપે છે.

બેરીઝ

આપણા દેશમાં મળનારા બેરીઝ જેવા કે જાંબુ, સ્ટ્રોબેરી, શેતુર, દ્રાક્ષ તેમજ કરમદા યાદશક્તિ વધારવામાં ઉપયોગી છે. તેમાં મેગેનીઝ, વિટામિન સી, વિટામિન કે અને ફાઇબર પ્રચૂર માત્રામાં સમાયેલું છે. બેરીઝમાં એન્ટી ઓક્સિડન્સ સમાયેલ હોય છે જે બ્રેન સેલ્સને મજબૂત કરે છે તેમજ યાદશક્તિ વધારે છે.

- સુરેખા મહેતા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3chzT2P
Previous
Next Post »