- પરાકાષ્ઠાની ક્ષણોમાં મારા પગ ધૂ્રજી જાય છે અને તરત પછીની ક્ષણોમાં હું જાણે 'વીક' થઈ જાઉં છું. હું પચીસ વર્ષની છું. મારા લગ્ન થયાને છ માસ થયા છે. શું મારામાં કોઈ ખામી છે? નબળાઈ છે?
પરાકાષ્ઠાની ક્ષણોમાં મારા પગ ધૂ્રજી જાય છે અને તરત પછીની ક્ષણોમાં હું જાણે 'વીક' થઈ જાઉં છું. હું પચીસ વર્ષની છું. મારા લગ્ન થયાને છ માસ થયા છે. શું મારામાં કોઈ ખામી છે? નબળાઈ છે?
- એક યુવતી (રાજકોટ)
* ના, કોઈ ખામી કે નબળાઈ નતી. આવું બીજી સ્ત્રીઓને કે પુરુષોને પણ ઓછું વધતું થાય. કામોત્તેજના જેમ વધતી જાય તેમ માંસપેશીઓમાં, સ્નાયુઓમાં 'તનાવ' પણ વધતો જાય છે. પરાકાષ્ઠાની ક્ષણો આવતાં તો આ મસ્ક્યુલર ટેન્શન અતિ તીવ્ર હોય છે અને પરાકાષ્ઠા આવતાની સાથે તે તંગ તનાવ અચાનક ઓસરી જાય છે. શરીરની માંસપેશીઓ સ્નાયુમાં 'તનાવ' રૂપે અને તનાવના ઓસરી જવારૂપે જે મસ્ક્યુલર રિસ્પોન્સિઝ પ્રકટ થતાં અનુભવાય છોે તે વ્યક્તિએ ભિન્ન ભિન્ન હોય. કેટલાંકના પગોમાં આ 'તનાવ' વિશેષ રૂપે હોય અને પરાકાષ્ઠાથની ક્ષણોમાં અને ખાસ તો પરાકાષ્ઠા પૂર્ણતાએ પહોંચ્યા પછીની ક્ષણોમાં તાણ ઓસરતાં પગમાં ધુ્રજારી જેવો અનુભવ થાય. પગમાં ઓચિંતા અને જોરદાર જર્ક્સનો પણ અનુભવ કેટલાંકને થતો હોય છે. વ્યક્તિ પરાકાષ્ઠાની ક્ષણોમાં આ વિશે સભાન ન પણ હોય. વળી આવી ધુ્રજારી કે જર્ક્સ કંઈ વ્યક્તિ કંટ્રોલમાં રાખી શકે નહિ તેમ કરવાની જરૂર પણ નથી. આમ ઓછું કે વધતું થાય તેમાં કોઈ ખામી કે નબળાઈ નથી.
એક બીજી દ્રષ્ટિએ વાત કરીએ. જેમ જેમ કામોત્તેજના વધતી જાય છે તેમ તેમ વ્યક્તિના હૃદયની લોહી ફેંકવાની ક્રિયા પમ્પિંગ વધતું જાય છે. પરાકાષ્ઠાની ક્ષણોએ પહોંચે છે ત્યારે તેના જનન-અવયવોમાં, ગુંપ્તાંગોમાં રક્તનો સંચાર અને સંચય પરાકાષ્ઠાએ પહોંચ્યો હોય છે એટલે કે આ ક્ષણોમાં જે તે વ્યક્તિનું બ્લડપ્રેશર વધી ગયું હોય છે અને પરાકાષ્ઠા આવી જતાં રક્તનો સંચય ઓસરવા માંડે છે. તનાવ ઓસરી જાય છે ત્યારે બ્લડપ્રેશર ઓછું થઈ જાય છે. હાઈ બ્લડપ્રેશર અને લો બ્લડપ્રેશરની બે અંતિમ ભૂમિકાની આ ક્ષણો છે. પ્રેશર ઘટી જતાં પગની માંસપેશીઓને પણ રક્તનો સંચાર ઓછો પડે છે. તેવી ક્ષણોમાં પગની માંસપેશીઓમાં ધુ્રજારીનો અને જર્ક્સનો અનુભવ થાય છે. આ સ્વાભાવિક નેચરલ બાબત છે. તે અંગે લેશમાત્ર ચિંતા કરવાની જરૂર નથી.
પરાકાષ્ઠાની ક્ષણોમાં અને તેની સમાપ્તિની ક્ષણોમાં હું અવાજ મોંમાંથી નીકળે તેમ હસ્યા કરું છું. આવા અવાજને હું રોકી શકતી નથી. શું તે રોકી શકાય? રોકવાની જરૂર છે? આમ હસવું તે કોઈ વિચિત્ર બાબત છે?
- એક સ્ત્રી(ભચાઉ)
* ના, કામોત્તેજના તેની પૂર્ણતાએ પહોંચ્યા પછીની કામ પરાકાષ્ઠાની ક્ષણોમાં અને તેના સુખપૂર્વક અનુભવ પછીની તરતની ક્ષણોમાં વ્યક્તિએ ભિન્ન ભિન્ન અનૈચ્છિક અભિવ્યક્તિ જોવા મળે છે. કણસવાનો અવાજ, પ્રેમભરી લવરીકે તમારા કિસ્સામાં જોવા મળે છે તેવો હસવાનો અવાજ બધું જ નોર્મલ છે. તેમાં કશી વિચિત્રતા નથી. તેને રોકવાની જરૂર નથી અને સાચી બાબત એ છે કે આ નોર્મલ અનૈચ્છિક વર્તન છે. આવું હાસ્ય સ્વાભાવિક છે. તે પરાકાષ્ઠાના કામસુખની ક્ષણોમાં અનાયાસ, અભાનપણે પ્રકટ થતા પરમ સુખની અભિવ્યક્તિ છે. તેનો રોકવાનો વિચાર ન કરશો.
જેમ પુરુષને મૈથુનક્રિયા પછી પરાકાષ્ઠા આવતાં વીર્યસ્ત્રાવ થાય છે તેવો સ્ત્રાવ શું સ્ત્રીને પરાકાષ્ઠા આવતાં થાય છે? મારા વાઈફની ઉંમર ચોવીસ વર્ષની છે. તે કામોત્તેજિત થાય છે તમે તમારા વિભાગમાં લખો છો તેમ તેની યોનિની દીવાલો ભીની પણ થાય છે અને ફૂલે છે પણ ખરી. પણ ઓર્ગેઝમના અનુભવ પછી તેને પાણી છૂટતું નથી. તો શું સ્ત્રીને પરાકાષ્ઠા પછી સ્ત્રી સ્ત્રાવ થવો જોઈએ.
- એક યુવતી (સૂરત)
* હજી આ વિષયમાં સંશોધકો કોઈ એક નિર્ણય પર આવ્યા નથી. શું ખરેખર સ્ત્રીને જાતીય પારકાષ્ઠાના અનુભવ સાથે જેોમ પુરુષને વીર્યસ્ત્રાવ (ઈર્જક્યુલેશન) થાય છે તેમ કોઈ પ્રવાહીનો સ્ત્રાવ થાય છે ખરો? કેટલાક સંશોધકોનું કથન છે કે સ્ત્રીઓએને આ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તોે ૪૦ ટકા સ્ત્રીઓએ 'એકવાર' પરાકાષ્ઠા વખતે થયેલા સ્ત્રાવના અનુભવની વાત કરીત હતી. બીજા સંશોધકો તો આના કરતાં પણ ઓછા ટકાના આ પ્રકારના સ્ત્રાવની રજૂઆત કરે છે. વળી આ સંશોધકોમાં આવો સ્ત્રાવ ક્યાંથી આવે છે તે બાબતમાં પણ 'સમાન' અભિપ્રાય નથી. કોઈ યોનિપ્રદેશમાં આવેલી ગ્રંથિઓમાંથી આવતા સ્ત્રાવની કે કોઈ મૂત્રમાર્ગમાંથી નીકળતાં સ્ત્રાવની વાત કરે છે. ટૂંકમાં સ્ત્રીને પરાકાષ્ઠા વખતે 'સ્ત્રાવ' નો અનુભવ થતો હોય કે ન થતો હોય તે બાબત ચિંતાનો વિષય નથી. હા, સંશોધકો હજી આ બાબતમાં ગડમથલ અનુભવે છે તે એક વાત છે, અને બીજી ગમ્મતભરી વાત છે. કામકથા લખનારા લેખકોની તેનો તેમની કલ્પિત કથાઓમાં અતિરેભર્યા વર્ણનો કરે અને અદ્ભૂત મૈથુનશક્તિ ધરાવતાં નરબંકા સાથે મૈથુન સુખ અને તૃપ્તિ અનુભવતી અનેક સ્ત્રીઓનાં 'પાણી છૂટી ગયા'ના આલેખનો કરે, પણ તે તો બધી વાચાન-મન મગજમાં સેક્સના સંદર્ભમાં પાર વગરનું અજ્ઞાાન ધરબાયું હોય તો તે ખંખેરી નાખવું જોઈએ.
- અનિતા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ryjnC2
ConversionConversion EmoticonEmoticon