વાચકની કલમ .


મોહન બની જાઉં

તું બની ગઈ મીરાં હું મોહન બની જાઉં,

તેં ઝેર પીધું હું જગતના દુ:ખો પી જાઉં.

વિશ્વ કલ્યાણ માટે શંકરે ઝેર પીધું,

હું અપમાન કે અપયશના ઘુંટ પી જાઉં.

સૌ દુ:ખો સામે તો વનવાસ ઘણો સારો,

સમય સંજોગો સાથે હું રામ બની જાઉં.

નથી સમજાતું આ માનવીના મનને,

મન મંદિર બને તો હું દેવ બની જાઉં.

અનીતિ, દુરાચારથી ધર્મ નાશ પામે છે,

ધર્મના રક્ષણ માટે ધર્મવીર બની જાઉં.

આપત્તિ કે પ્રકોપ એ કુદરતી ક્રમ છે,

સંકટ સામે હું હિમાલય બની જાઉં.

માનવી માત્ર સુખદુ:ખનો સાથી છે,

સંસાર સાગરમાં હું નાવ બની જાઉં.

- ભગુભાઈ ભીમડા

(હલદર-ભરૂચ)

જિંદગી એક પહેલી

દુ:ખી ન થા હસતો રહે,

 સદા તું મારા મન,

મળે શીતળ ચાંદની કે સૂરજની અગન.

ચૂંટે છે હર કોઈ ડાળેથી પુષ્પો,

જોડી શકે ના કોઈ તૂટેલાં સુમન.

જે મળે જેટલું મળે એને તકદીર સમજ,

નસીબથી વધારે કોઈને મળે ના ભરણ.

નથી તારી પાસે જે, તેનો ગમ ના કર,

પાસે જે હોય એનું સદા કર જતન.

સમય સાથે તાલ મેળવી ચાલતો રહેજે,

ફેંકી દેશે નહિંતર તુજને સમયના ચરણ.

સગપણો બધાં હોય છે કેવળ સ્વાર્થના,

મૂઆની ચિતામાં ક્યાં 

કોઈ ચઢે છે સ્વજન.

ખાલી હાથ આવ્યો છે ને ખાલી જવાનો,

લઈ જઈ શકશે ના તું ઓઢેલું કફન.

- યોગેશ આર. જોશી

(હાલોલ)

વિચારોના વમળમાં

વિચારોના વમળમાં ગુંથાઈ જાઉં છું,

સમયના વહેણમાં તણાઈ જાઉં છું.

કોઈક યાદના તો માત્ર પડઘા પડે છે,

ભૂતકાળની ખીણમાં સરકી જાઉં છું.

ઉગશે એક દિને આશાનો સૂરજ,

ભવિષ્યના ભ્રમમાં મલકી જાઉં છું.

ક્યારેક મન દોડતું દિલ દરિયામાં,

'દલપત' ત્યારે ઘુંઘવતો સાગર 

તરી જાઉં છું.

દૂરથી કોઈ આપે છે દિલને દિલાસો,

ત્યારે વિજોગી પડને માંડ ભૂલી જાઉં છું.

કદીક વરસે છે સ્નેહ ભીની વાદળી,

મંદ મંદ વર્ષામાં ભીંજાય જાઉ છું.

તરી જાય છે ઘણા આ સંસાર સાગરને,

'જાનેમન' ત્યારે 

હું દિલ દરિયામાં ડૂબી જાઉં છું.

- દલપત બી. સોલંકી 'જાનેમન'

(અમદાવાદ)

 શબ્દની સફર

સાવ શાન્ત કુંજનો કલરવ,

સાંજ ઢળી નમણી નભને સંગ.

મીટો વાયરો મંદ-મંદ વાય,

ધીમે ધીમે વિસ્તરતી રજની.

નમણે કંઠ ટહુકી કોયલ,

મન-ગમતા વગડાનું ગીત.

શબ્દનો શણગાર સજીને મ્હેંકી,

ચાંદની રાતે 'ઉષા'ની ગઝલ.

રેલાય બંસરીના સૂર આજ,

ઝરમર ઝરમર વાદળી વરસી.

નદીઓના બેટમાં અમે ખોલ્યા,

સંગીતના સૂરમા ઊર્મિના દ્વાર.

બાંધી હીંચકો આંબા ડાળ,

વિસ્તરતા પંથે નયનમાં નેહ.

- ચૌધરી નારસિંગ આર.

(માંડવી-સુરત)

'શબ્દ'

'શબ્દ' ક્યારેક બની જાય 

'પ્રેમ'નો પર્યાય,

'શબ્દ' થકી ક્યારેક નફરત જાગી જાય!

'શબ્દ' તો માનવની 

લાગણીમાં સમાયો છે,

'શબ્દ'થી આ આયખુ પસાર થઈ જાય!

'શબ્દ' પલ-પલ 

વણાયેલ છે, જિંદગીમાં,

'શબ્દ'થી આવી જાય છે વિષમતા!

'શબ્દ'થી જો ક્યારેક લાગે માઠુ તો,

'શબ્દ'થી જ આવી જાય મધુરતા!

- એ. પી. મકવાણા 'પેટલાદ'

(પેટલાદ

લજામણી

નામ તારું લજામણી તેથી

હું સ્પર્શયો ને ખીલી તું

આવ્યો પવન સુગંધે

ત્યાર કયાં ખીલીતુ

ગઈ વસંત કૈં કેટલી

ત્યાર કયાં ખીલી તુ

પેલ્લા વરસાદે મ્હેંકે માટી

ત્યાર ક્યાં ખીલી તુ

ખીલ્યુ ઉપવન સ્પર્શે

જિંદગી તારીપણ મારા સ્પર્શે

વિના સ્પર્શે કરમાઈ લજામણી

નામ લજામણી તેથી કે શું

યાદો એ ખીલે છે હવે

નામ તારુ લજામણી તેથી

- 'મીત' (સુરત)

 કોશિશ

ઘટી રહી છે જિંદગી આ,

 અગરબત્તીની જેમ

તારા માટે વહેતી પ્રેમની સુવાસ, 

છેલ્લી હોય

ચાહું છું એટલું, 

નથી સમજાવી શકતો કેટલું

તને પામવાની મારી આ, 

કોશિશ છેલ્લી હોય

આવ ને મળવા વાટ જોવ છું, 

કેટલા દિવસોથી

તારા મારા મિલનની આ મુલાકાત 

છેલ્લી હોય

સમજતી કેમ નથી તું, 

દુ:ખી હૈયાની આ વાત

અંતરથી નીકળી 

આ વેદનાની પુકાર છેલ્લી હોય

જૂઠું બોલું છું હું એમ ના સમજ 

છેતરાય જશે

મારી બાજુમાં પોઢવાની, 

આ રાત છેલ્લી હોય

અંતિમ સમય મારો, યાત્રા જશે સ્મશાન ભણી

હેમુને (પ્રેમને) જોવાની તારી એ આશા.. 

છેલ્લી હોય.

- પટેલ હેમંતભાઈ જે. 'હેમુ'

(નવસારી)

સમય

કરવટ બદલતા સમયની 

આણ વરતાય છે,

એટલે તો સમય જ બળવાન 

કહેવાય છે.

સમયથી કોઈ કંઈ બચી જ શકવાનું નથી,

સમય થતાં સૂરજ પણ રે! નાસી જાય છે.

જિંદગીમાં રોજ રોજ 

'સમય' આવતો નથી,

'સમય' આવતાં 'જિંદગી' 

બદલાઈ જાય છે.

સમય સમયનું કામ કરે જ છે સદા,

સમયના પ્રભાવે જીવનક્રમ 

ખોરવાઈ જાય છે.

સમય કદી કોઈને છોડતો જ તે નથી,

સમયનું સદા એકચક્રી 

શાસન વરતાય છે.

- જસમીન દેસાઈ 'દર્પણ'

(રાજકોટ)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bv6ZNA
Previous
Next Post »