પ્રિયંકા ચોપરાએ ન્યૂયોર્કમાં ખોલી ભારતીય રેસ્ટોરા, જાહેર કરી પહેલી ઝલક


- રેસ્ટોરાની જગ્યાએ સપ્ટેમ્બર 2019માં પૂજા રાખેલી તેનો ફોટો શેર કર્યો

નવી દિલ્હી, તા. 6 માર્ચ, 2021, શનિવાર

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ બોલિવુડથી લઈને હોલિવુડ સુધીની ફિલ્મી કરિયર સિવાય સોશિલય વર્ક અને લેખન ક્ષેત્રે પણ નામના મેળવી છે. પોતાના આ પ્રોફેશનલ લિસ્ટને આગળ વધારતા પ્રિયંકાએ ન્યૂયોર્કમાં નવા બિઝનેસનો પાયો નાખ્યો છે. 

પ્રિયંકા ચોપરાએ ન્યૂયોર્કમાં ભારતીય રેસ્ટોરા ખોલી છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર આ રેસ્ટોરા અંગેની જાણકારી શેર કરી હતી. પ્રિયંકાએ લખ્યું હતું કે, "તમારા સામે SONAને રજૂ કરતી વખતે મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. ન્યૂયોર્કમાં એક નવી રેસ્ટોરા જ્યાં મેં ભારતીય ભોજન પ્રત્યેનો મારો પ્રેમ રોપ્યો છે. SONAમાં ભારતીય ભોજનનો સ્વાદ અને ફ્લેવર્સ છે. ખૂબ જ પ્રતિભાશાળી હરી નાયક તેના શેફ છે. તેમણે ખૂબ જ રસાળ અને ઈનોવેટિવ મેનુ તૈયાર કર્યું છે. તમને મારા શાનદાર દેશના ભોજનની સફર કરાવીશ. SONA આ મહિનાના અંત સુધીમાં ખુલી જશે. તમને બધાને અહીં જોવા વધુ રાહ નહીં જોઈ શકું. મારા મિત્રો મનીષ ગોયલ અને ડેવિડ રેબિનના નેતૃત્વ વગર આ પ્રયત્ન સફળ ન થતો. આ વિચારને આટલી સ્પષ્ટતાથી સાકાર કરવા બદલ અમારી ડિઝાઈનર મેલિસા બોવર્સ અને બાકી ટીમનો આભાર."

આ સાથે જ પ્રિયંકાએ બે તસવીરો પણ શેર કરી હતી જેમાં તે પૂજા કરતી જોવા મળે છે. તેણે લખ્યું હતું કે, સપ્ટેમ્બર 2019માં જ્યારે અમે આ જગ્યાએ નાની એવી પૂજા કરી ત્યારનો આ ફોટો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3edPtyT
Previous
Next Post »