
આણંદ : આણંદ એસઓજી પોલીસે ગઈકાલ સમીસાંજના સુમારે શહેરના ભાલેજ રોડ ઉપર આવેલ ક્રિષ્ના-કનૈયા કોમ્પલેક્ષમાં ઓચિંતો છાપો મારીને ઓરીસ્સાના શખ્શને ૧૦.૩૪૩ કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. પોલીસે પરપ્રાંતીય શખ્શ વિરૂધ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આણંદ એસઓજી પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન શહેરના ભાલેજ રોડ ઉપર આવેલ પેટ્રોપ પંપની બાજુના ક્રિષ્નાકનૈયા કોમ્પલેક્ષમાં ભાડેથી રહેતો અને નાસ્તાની લારી ચલાવતો ઓરીસ્સાનો સચિનસ્વાલસિંગ સદાનંદસ્વાલસિંગ ગેરકાયદેસર રીતે ગાંજાનો વેપાર કરતો હોવાની ગુપ્ત માહિતી એસઓજી પોલીસને મળી હતી. મળેલ બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે ફલેટ ખાતે ઓચિંતો છાપો મારી તલાશી લેતા ઘરવખરીના સામાનની વચ્ચેથી એક મીણીયા થેલો મળી આવ્યો હતો. જેમાં શંકાસ્પદ માદક પદાર્થ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતુ. જેથી પોલીસે એફએસએલ અધિકારીને જાણ કરતા એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઝડપાયેલ પદાર્થની તપાસ કરતા તે નશીલો ગાંજો હોવાનું ખુલવા પામ્યું હતું. તેનું વજન કરતા ૧૦.૩૪૩ કિ.ગ્રા. જેટલું થયું હતું. જેની અંદાજિત કિંમત રૂા.૧૦૩૪૪૦ જેટલી થવા જાય છે. આ બનાવ અંગે પોલીસે ઝડપાયેલ ઓરીસ્સાના શખ્શ વિરૂધ્ધ એનડીપીએસ ધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rkFjzA
ConversionConversion EmoticonEmoticon