ખેડા જિલ્લામાં કોરોનાની વણથંભી રફતાર : નવા 31 પોઝિટિવ કેસ


નડિયાદ : ખેડા જિલ્લામાં આજે સાત તાલુકામાં કોરોનાના કેસો નોંધાયા છે.જિલ્લાના નડિયાદમાં ૧૯, મહુધામાં-૫,કઠલાલમાં અને મહેમદાવાદમાં ૨-૨જ્યારે ખેડા,વસો અને માતરમાં ૧-૧ કેસ મળી કુલ ૩૧ કોરોનાના કેસો નોંધાયા છે.જિલ્લામાં છેલ્લા દસ મહિનામાં  મળેલા કુલ કેસોનો આંકડો ૩,૭૦૫ પર પહોંચ્યો છે.

ખેડા જિલ્લામાં આજે કુલ-૪૯૭  સેમ્પલ લેવામાં આવ્યા છે.આજે  જાહેર થયેલ યાદી મુજબ જિલ્લાની બે કોવિડ હોસ્પિટલોમાં ૯૮ દર્દીઓ સારવાર હેઠળ છે.ત્રણ બાયપેપ પર અને બે દર્દી  ઓક્સિજન પર  જ્યારે  ૯૩ દર્દીઓની હાલત સ્ટેબલ હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલીમહિલા ઉં.વ.૪૪ નટરાજ એપાર્ટમેન્ટ નડિયાદ, મહિલા ઉં.વ.૬૮ મલ્હારપુરા નડિયાદ, કિશોર ઉં.વ.૧૬ હરીજનવાસ નરસંડા તા નડિયાદ, મહિલા ઉં.વ.૫૬ ગંગોત્રી સોસાયટી નડિયાદ, પુરુષ ઉં.વ.૬૩ શિવશક્તિ પાર્ક મંજીપૂરા નડિયાદ,મહિલા ઉં.વ.૪૪ શક્તિપાર્ક સોસાયટી નડિયાદ, મહિલા ઉં.વ.૬૦ શાંતિનગર એપાર્ટમેન્ટ નડિયાદ, પુરુષ ઉં.વ.૭૦ શ્રી નાથજી પાર્ક નડિયાદ, મહિલા ઉં.વ.૪૦ ગોકુલ નગર નડિયાદ,પુરુષ ઉં.વ.૪૩ મધર મેરી પાર્ક નડિયાદ,મહિલા ઉં.વ.૬૬ દાદા ખાચર મહોલ્લો ઉત્તરસંડા નડિયાદ, મહિલા ઉં.વ.૪૭ વિઠ્ઠલનગર સોસાયટી નડિયાદ,પ્ ાુરુષ ઉં.વ.૬૬ નવી સોસાયટી નડિયાદ,મહિલા ઉં.વ.૪૩ સંદીપ પાર્ક સોસાયટી નડિયાદ,પુરુષ ઉં.વ.૫૧ પંજાબી સોસાયટી નડિયાદ,પુરુષ ઉં.વ.૬૨ સંતરામ કો.ઓ.હાઉસીંગ સોસાયટી નડિયાદ,મહિલા ઉં.વ.૩૨ વમાલી નગર નડિયાદ,પુરુષ ઉં.વ.૭૭ અશોકનગર નડિયાદ,મહિલા ઉં.વ.૮૨ શિતલ પાર્ક નડિયાદ, પુરુષ ઉં.વ.૫૩ સરદારપોળ મહુધા, મહિલા ઉં.વ.૫૨ રબારીવાડો મહુધા, પુરુષ ઉં.વ.૩૮ રામના મૂવાડા તા મહુધા,પુરુષ ઉં.વ.૫૦ બસસ્ટેન્ડ પાસે બગડુ તા મહુધા,મહિલા ઉં.વ.૪૪ વાળંદ ફળીયુ સુભાષ ચોક  ચૂણેલ તા મહુધા,મહિલા ઉં.વ.૨૨ ગોગજીપૂરા તા કઠલાલ,પુરુષ ઉં.વ.૫૪ ભાટીયાવાડા રોડ લસુન્દ્રા કઠલાલ, પુરુષ ઉં.વ.૪૮ ટેકરાફળીયુ રૂદણ તા મહેમદાવાદ, મહિલા ઉં.વ.૬૬ જલારામ સોસાયટી અકલાચા તા મહેમદાવાદ, પુરુષ ઉં.વ.૨૧ કચેરીલાલ દરવાજા ખેડા,પુરુષ ઉં.વ.૪૪ રામદાસપુરા પીજ તા વસો,કિશોર ઉં.વ.૧૩ નગરામાં તા માતરમાં નવો કેસ નોંધાયો છે.

જિલ્લામાં આજે હેલ્થ કેર વર્કર-૬૯, ફ્રન્ટલાઇન વર્કર-૯, સિનિયર સીટીઝન (૬૦ વર્ષથી કે તેથી વધુ )-૫૫૧૪, ૪૫ થી ૫૯ વર્ષ(બિમારી ધરાવતા)-૧૨૨૪- લાભાર્થીઓએ રસીકરણનો લાભ લીધો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PtWr8w
Previous
Next Post »