
આણંદ : આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં છેલ્લા પખવાડિયાથી કોરોના બેકાબુ બન્યો છે. ખંભાત પંથકમાં રોજેરોજ નવા નવા કોરોનાના પોઝીટીવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે અને કેટલાક દર્દીઓના શંકાસ્પદ મૃત્યુ થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે હવે વધતા જતા કોરોના સંક્રમણને નાથવા ખંભાત તાલુકાના કેટલાક ગામો સ્વૈચ્છિક લોકડાઉનનું વિચારી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તાલુકાના જલસણ ગામમાં ૧૪ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
લગભગ ૧ વર્ષ પૂર્વે આણંદ જિલ્લામાં કોરોના વાયરસે દેખા દીધા બાદ જિલ્લાનું તાલુકા મથક ખંભાત કોરોનાનું એપી સેન્ટર બન્યું હતું. એકસાથે અસંખ્ય કેસો મળી આવતા અગ્રસચિવ સહિતની ઉચ્ચકક્ષાની ટીમ ખંભાત ખાતે દોડી આવી હતી. એક વર્ષ બાદ પુનઃ ખંભાતમાં પરિસ્થિતિ વણસી રહી હોવાનો સુર જાગૃતોએ વ્યક્ત કર્યો છે. છેલ્લા દસેક દિવસથી ખંભાતમાં કોરોના બેકાબુ બન્યો હોવાનું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. ખંભાત શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો હોવાની વાતને લઈ સ્થાનિકો ફફડાટની લાગણી અનુભવી રહ્યા છે. તો બીજી તરફ શંકાસ્પદ કોરોનાના કારણે છેલ્લા આઠ દિવસમાં દસેક જેટલા વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હોવાની ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બની છે. ખંભાતમાં કોરોના વકરતા હવે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં શાસકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન સાથે કોરોનાની ગાઈડલાઈનના પાલન માટે ખાસ અનુરોધ કરાઈ રહ્યો છે. ખંભાતના જલસણ ગામે શંકાસ્પદ કેસોમાં વધારો નોંધાતા ગ્રામ પંચાયત દ્વારા આગામી ૧૪ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fcxPvS
ConversionConversion EmoticonEmoticon