- આ ફિલ્મમાં તે સૈફ અલી ખાન સાથે ટક્કર લેશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ
હૃતિક રોશન આગામી ફિલ્મમાં ગેન્ગસ્ટરના પાત્રમાં જોવા મળવાનો છે. કહેવાય છે કે આ ફિલ્મ દક્ષિણ ભારતીય ફિલ્મની હિંદી રીમેક હશે.
સૂત્રોના અનુસાર, હૃતિક રોશન સાઉથની સુપરહિટ ફિલ્મ વિક્રમ વેધામા ંકામ કરવાની હા પાડી છે. જોકે તે આ ફિલ્મમાં હીરોના રોલમાં નહીં પરંતુ એક ગેન્ગસ્ટરના પાત્રમાં જોવા મલશે.
વાત એવી પણ છે કે, હૃતિકે આ રોલ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેણે પાત્રને અનુરૂપ બોડી લેન્ગ્વેજના કામથી લઇ ફિલ્મના લુક માટે ચર્ચા પણ કરી છે. હૃતિક આ રોલ કરવા માટે ઉત્સાહિત છે. આ ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ શરૂ થઇ ગયું છે. આ વરસે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની યોજના છે.
હૃતિકની આ ફિલ્મનું નામ વિક્રમ વેધા છે. જેમાં તે વિલનના રોલમાં જોવા મળવાનો છે. તો બીજી બાજુ સૈફ અલી ખાન આ ફિલ્મમાં વિક્રમ એટલે કે એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cuG44R
ConversionConversion EmoticonEmoticon