સ્વ. ઇરફાન ખાનને અમેરિકામાં સમ્માનિત કરવામાં આવ્યો


- પરંતુ સ્ટેજ પર તેમનું નામ ખોટું બોલવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. ૨૭

હાલમાં જ ૩૨મા પ્રોયુસર્સ ગિલ્ડ  ઑફ અમેરિકા (પીજીએ) એવોર્ડની ઘોષણા કરવામાં આવી હતી. આ દરમિયાન મેમોરિય સેગમેન્ટમાં સ્વર્ગસ્થ  ઇરફાન  ખાને સમ્માનિત કરવામાં આવ્યા હતા. પરંતુ ભૂલથી તેમનું નામ ઇરફાનની બદલે ઇરિફ ખાન બોલવામાં આવ્યું હતું. 

ઇરફાન  ખાન બોલીવૂડ અભિનેતા હતા, પરંતુ તેમણે હોલીવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, તેમજ ત્યાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. તેમણે અંગ્રેજી ફિલ્મો ધ અમેઝિંગ સ્પાઇડર મેન, લાઇફ ઓફ પાઇ, ઇન્ફર્નો, જ્યુરાસિક વર્લ્ડ અને પઝલ સામેલ છે. ભારતની બે ફિલ્મો સલામ બોમ્બે અને ધ લંચ બોક્સ ઓસ્કારમાં નોમિનેટ  થઇ ચુકી છે. 

ઇરફાનનું નિધન ગયા વરસે ૨૯ એપ્રિલના રોજ કોલોન ઇન્ફેકશનથી થયું હતું. તેઓ ૫૩ વર્ષના હતા. ૨૦૧૮માં તેમણે ન્યૂરો ઇંડોક્રાઇન ટયૂમરનું નિદાન થયું હતું અને તેમની સારવાર લઇ રહ્યા હતા. 

બોલીવૂડ ફિલ્મ પાન સિંહ તોમર માટે તેમને નેશનલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3svcNww
Previous
Next Post »