શાહરૂખ ખાને આગામી ફિલ્મ માટે વસુલી તગડી ફી


- બન્યો બોલીવૂડનો સૌથી મોંઘો એકટર

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.25 માર્ચ 2021, ગુરુવાર

શાહરૂખ ખાને લાંબા સમયના બ્રેક પછી ફિલ્મ પઠાનનું શૂટિંગ કર્યું છે. આ ફિલ્મને લઇને અપડેટ આવી છે કે, શાહરૂખે આ ફિલ્મ માટે મેકર્સ પાસેથી તગડી ફી વસૂલી છે. 

સૂત્રની વાત સાચી માનીએ તો, શાહરૂખ ખાને ફિલ્મ પઠાન માટે રૂપિયા ૧૦૦ કરોડ ચાર્જ કર્યા છે. આ રીતે તે સોથી વધુ ફી લેનાર અભિનેતા બન્યો છે. આ બાબતે તેણે અક્ષય કુમાર, સલમાન ખાન તેમજ અન્ય કલાકારોને પાછળ છોડી દીધા છે. 

આ પહેલા એવી ચર્ચા હતી કે, જો ફિલ્મ રૂપિયા ૧૦૦ કરોડ પણ કમાણી કરશે તો શાહરૂખ એમાંથી રૂપિયા ૪૫ કરોડ મેળવશે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને દીપિકા પદુકોણ પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદનું છે. 

આ ફિલ્મ યશરાજ બેનરના હેઠળ બની રહી છે. ફિલ્મમાં શાહરૂખનું લુક ચર્ચામાં છે. સલમાન ખાન પણ આ ફિલ્મમાં એક નાનકડા પણ મહત્વના રોલમાં જોવા મળવાનો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vX90tY
Previous
Next Post »