
- ધર્મેન્દ્રની કોરોના ટેસ્ટ કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.25 માર્ચ 2021, ગુરુવાર
કોરોનાનો હાહાકર વધતો જાય છે. કોવિડ-૧૯ના દરદીઓ ઝડપથી વધી રહ્યા છે. બોલીવૂડ સેલિબ્રિટિઓ પણ કોરોનાના સપાટામાં આવી રહી છે. જેમાં હવે દેઓલ પરિવાર પણ આવી ગયો છે.
મળેલા રિપોર્ટના અનુસાર, ધર્મેન્દ્રના જુહુના બંગલાના ત્રણ સ્ટાફ કોરોનાગ્રસ્ત જોવા મળ્યા છે. તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, તેમજ ડાકટરોની સૂચના અનુસાર સારવાર અપાઇ રહી છે. પરંતુ આ જાણીને દેઓલ પરિવારમાં ખળભળાટ થઇ ગયો છે. ધર્મેન્દ્રની પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી છે.
રિપોર્ટમા ંએમ પણ કહેવામાં આવ્યું છે કે, ધર્મેન્દ્ર દરેક રીતે પોતાની કાળજી રાખી રહ્યા છે. હાલમાં જ તેમણે કોરોનાની વેકસિન પણ મુકાવી છે. તેમણે કોરોના સંક્રમિત સ્ટાફને આઇસોલેટ કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્ર લાંબા સમયથી પોતાના લોનવલાના ફાર્મહાઉસ પર રહેતા હતા. પરંતુ હાલ તેઓ મુંબઇના જુહુ બંગલામાં રહેતા હોવાથી પરિવારને તેમની ચિંતા થઇ રહી છે.૮૫ વર્ષીય ધર્મેન્દ્રએ પાંચ દિવસ પહેલા જ કોરોના વેક્સિન લીધી હતી જેની જાણ તેમણે સોશિયલ મીડિયા દ્વારા કરી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rny2PA
ConversionConversion EmoticonEmoticon