વેક્સિન લગાડયા પછી નિર્માતા રમેશ તોરાની થયા કોરોનાગ્રસ્ત


- બીજી બાજુ અભિનેતા આર માધવન પણ કોવિડ-19ના સપાટામાં

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.25 માર્ચ 2021, ગુરુવાર

ફિલ્મ નિર્માતા રમેશ તોરાની કોરોનાના સપાટામાં આવી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પરઆ વાતની જાણકારી આપી હતી. 

રમેશ તોરાનીએ જણાવ્યું હતુ ંકે, મેં વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. આ પછી પણ મારામાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. જેની સૂચના મેં મૃહદ મુંબઇ પાલિકાને આપી દીધી છે. હું કોવિડ-૧૯ને લગતી દરેક સૂચનાઓનું પાલન કરી રહ્યો છું. તેમજ ડાકટરની સલાહ અનુસાર દવાઓ પણ લઇ રહ્યો છું. 

તેમણે વધુમાં શેર કર્યું છે કે, ગયા બે એઠવાડિયાઓમાં જેઓ મારા સંપર્કમાં આવ્યા હોય તેમણે પોતાની તપાસ કરાવી લેવી. મેં કોરોનાની રસીનો પહેલો ડોઝ લઇ લીધો છે, તેથી મને વધુ તકલીફ નહીં થાય. લોકોને એટલી જ વિનંતી કે માસ્ક પહેરો અને સુરક્ષિત રહો. 

આમિર ખાન કોરોનાગ્રસ્ત થયા પછી, થ્રી ઇડિયટસમાં તેમના કો-સ્ટાર રહેલા આર માધવન પણ કોરોનાના સપાટામાં આવ્યો છે. તેણે આ જાણકારી ગુરુવારે સોશિયલ મીડિયા પર આપી હતી. સાથે તેણે થ્રી ઇડિયટસની એક રમૂજી તસવીર પણ શેર કરી છે. 

માધવને તેની પોસ્ટમાં આમિર સાથેની તસવીર સાથે શેર કર્યું છે કે, ફરહાનએ રેંચોનો ફોલો કરવો જ પડે એમ હતો. અને હંમેશાની માફક વાયરસ અમારી પાછળ હોય જ છે. હા, પણ હું નથી ઇચ્છતો કે થ્રી ઇડિયટસનું ત્રીજુ પાત્ર રાજુ કોરોનાના સપાટામાં આવે.ઉલ્લેખનીય છે કે, રાજુનું પાત્ર શરમન જોશી એ ભજવ્યું હતું. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ckQZOm
Previous
Next Post »