
- સામાન્થાએ ઘણી વ્યાવસાયિક ફિલ્મોમાં કામ કર્યું છે અને થોડા વર્ષોમાં તેની સ્પેસ બનાવી લીધી છે. એ મજબૂત, લેખકનું પીઠબળ ધરાવતાં રોલ્સ હોય એવી ફિલ્મો કરી છે. આ જાનુસ્ટાર કહે છે. સભાનપણે કરેલા પ્રયાસોને કારણે તેને સ્ટારડમ મળ્યું છે. આ સાથે જ તેઓ વધુ મહિલા તેની ફિલ્મમાં હોય એવો આગ્રહ રાખે છે.
તેલુગુ સિનેમાની સૌથી મોટી સ્ટાર તરીકે ઓળખાતી અભિનેત્રી સામન્થા અક્કીનેનીને તેના સંઘર્ષ અને પરિશ્રમ પર ખૂબ વિશ્વાસ છે. એ તો આત્મવિશ્વાસપૂર્વક કહે છે કે સખત પરિશ્રમનો તો કોઈ વિકલ્પ જ નથી. આ એક ગુણમાત્રથી માનવી ગમેતેવી મુશ્કેલીઓ અને અવરોધો પાર કરી સર્વોચ્ચ સ્થાન મેળવી શકે છે. સામન્થા એ પણ કહે છે કે જો મહિલાઓએ આગળ આવવું હોય તો ફિલ્મના સેટ્સ પર મહિલાઓની સંખ્યા વધવી જોઈએ. મહિલા માત્ર અભિનેત્રી જ હોય એ પૂરતું નથી, એ દિગ્દર્શક, સંગીતકાર, કેમેરામેનથી માંડીને નાનામાં નાના પદ પર તેની હાજરી હોય એ જરૂરી છે.
આટલું જ નહીં, સામન્થા એક સમયે સાવ શરમાળ, સંકોચશીલ હતી. અરે, પાડોશમાં રહેતી સામાન્ય છોકરી જેવી હતી. તેણે કારકિર્દીની શરૂઆત 'યે માયા ચેસવે' ફિલ્મથી કરી હતી, પણ આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી લાંબી કારકિર્દી ધરાવતી અભિનેત્રી તરીકે ઓળખાય છે અને તે સખત મહેનતથી સૌથી મોટી સ્ટારનું બિરુદ મેળવ્યું છે. તેને સખત મહેનતમાં સંપૂર્ણ શ્રધ્ધા છે. એ કહે છે કે 'હું દરરોજ કામે જાઉં છું ત્યારે એવું વિચારું છું કે આ તો મારો કામનો પ્રથમ દિવસ છે. હું એ જ એનર્જી સાથે જાઉં છું અને કંઈક નવું શીખવાના ઉદ્દેશ સાથે જાઉં છું. હું આટલાં વર્ષોથી કામ કરી રહી છું, પણ મારા રોજના દિવસો આ રીતે જ પસાર થાય છે. આને કારણે મને સારી અભિનેત્રી બનવામાં અને દર્શકોનું મનોરંજન કરવામાં મદદ મળે છે,' એમ તેનું કહેવું છે. સામાન્થાએ ઘણી વ્યાવસાયિક ફિલ્મોમાં કામ કર્યું છે અને થોડા વર્ષોમાં તેની સ્પેસ બનાવી લીધી છે. એ મજબૂત, લેખકનું પીઠબળ ધરાવતાં રોલ્સ હોય એવી ફિલ્મો કરી છે. આ જાનુસ્ટાર કહે છે. સભાનપણે કરેલા પ્રયાસોને કારણે તેને સ્ટારડમ મળ્યું છે. આ સાથે જ તેઓ વધુ મહિલા તેની ફિલ્મમાં હોય એવો આગ્રહ રાખે છે. માત્ર અભિનેત્રીઓ જ નહીં, પણ ટેક્નિશિયનો સુધ્ધાં મહિલા હોય એવું તેનું માનવું છે.
'૨૦૧૯માં આવેલી મારી ફિલ્મ 'ઓહ બેબી!' ના એક્ઝિક્યુટિવ પ્રોડયુસર, માર્કેટિંગ હેડ, ડિરેક્ટર અને આસિસ્ટન્ટ ડિરેક્ટર તમામ મહિલા હતી. અમને (મહિલા) અમારું મૂલ્ય પૂરવાર કરવાની મળવી જોઈએ અને હું માનું છું કે અભિનેત્રીઓએ એ વાતની પૂરતી ખાતરી કરી લેવી જોઈએ કે સેટ્સ પર વધુ મહિલાઓ હોય. મહિલાઓ એકબીજાની ટીકા કરવામાં જ વ્યસ્ત હોય છે, પણ આપણે બધા એકત્ર બનીએ તો ઘણાં બધા મજબૂત બની શકીએ છીએ. આવું બનવાનો સમય તો આવી ચૂક્યો છે.
મને તો લાગે છે કે આ નવો દાયકો તો મહિલાઓ માટેનો જ હોવો જોઈએ,' એવું સામન્થા આશાભર્યા સ્વરે કહે છે.
તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં ૧૧ વર્ષ પૂરા કરનારી સામન્થા કહે છે, 'હું જ્યારે કોઈ નવા પ્રોજેક્ટ માટે જાઉં છું ત્યારે હું એ ફિલ્મની સ્ક્રીપ્ટ મારા માટે યોગ્ય છે ને તેની ખાતરી હું કરી લઉં છું. જો એ એક પડકાર નહીં હોય તો હું તેમાં કશો રસ દાખવી નથી. ૧૧ વર્ષ થઈ ગયા છે થિયેટરમાં જવા લોકો ઘણાં નાણાં ખર્ચે છે અને થિયેટરનો અનુભવ મેળવવા પણ નાણાં ખર્ચે છે. જો મારી છેલ્લી ફિલ્મથી વધુ સારું જો હું તેમને નહીં આપી શકું તો મારે કામ ન કરવું જોઈએ,' એવું તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું. ગયા વર્ષે એક મુલાકાતમાં સામન્થાએ એવા નિર્દેશ આપ્યા હતા તે એકાદ-બે વર્ષમાં ઇન્ડસ્ટ્રીમાંથી નિવૃત્ત થઈ જશે. આમ છતાં તેણે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે જો કે તે એ રીતે લટકવા નથી ઇચ્છતી. 'હું એક યા બીજી રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી રહીશ. મેં મારી જિંદગીના ૧૧ વર્ષ આ ઇન્ડસ્ટ્રીમાં ગુજાર્યા છે. તે સારા ફળવા જોઈએ. આથી હું ફિલ્મ બનાવવામાં હું હિસ્સેદાર બની રહીશ,' એમ તેણે કહ્યું હતું અને વાતોનું સમાપન કર્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Prpl9E
ConversionConversion EmoticonEmoticon