
બોલીવૂડમાં સંજય લીલા ભણશાલીએ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તે એક એવા દિગ્દર્શક છે જેમની સાથે દરેક કલાકાર કામ કરવા ઉત્સાહિત હોય છે. સંજય ભણશાલી એક મલ્ટીટાસ્કર પણ છે, તેઓ ફિલ્મ ડાયરેકટ કરવાની સાથેસાથે પ્રોડયુસર, મ્યૂઝક ડાયરેકટર અને સ્ક્રીન રાઇટર પણ છે
સંજય લીલા ભણશાલીએ પોતાનો ૫૮મો જન્મદિવસ તાડજેતરમાં ઊજવ્યો હતો. તેમનો જન્મ ૨૪ ફેબુ્રઆરીના ૧૯૬૩માં મુંબઇમાં થયો હતો.
બોલીવૂડમાં સંજય લીલા ભણશાલીએ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તે એક એવા દિગ્દર્શક છે જેમની સાથે દરેક કલાકાર કામ કરવા ઉત્સાહિત હોય છે. સંજય ભણશાલી એક મલ્ટીટાસ્કર પણ છે, તેઓ ફિલ્મ ડાયરેકટ કરવાની સાથેસાથે પ્રોડયુસર, મ્યૂઝક ડાયરેકટર અને સ્ક્રીન રાઇટર પણ છે.
ભણશાલીને બાળપણથી જ ફિલ્મોની દુનિયામાં રસ હતો. તેમણે પોતાનું શિક્ષણ પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટયૂટના કોર્સથી પુરુ કર્યું. આ પછી તેમણે એડિટિંગનો પણ કોર્સ કર્યો.
ફિલ્મની કારકિર્દી દરમિયાન સંજય ભણશાલી અને કોરિયોગ્રાપર વૈભવી મર્ચન્ટ નજીક આવી ગયા હોવાનું કહેવાય છે. ભણશાલી કરતાં વૈભવી વયમાં ૧૩ વરસ નાની હોવાથી બન્ને લગ્ન કરી શક્યા નહીં એવી પણ ચર્ચા ચગી હતી. ભણશાલી જ્યારે હમ દિલ દેચુકે સનમ ફિલ્મ કરતા હતા ત્યારે જ તેમને વૈભવી સાથે પ્રેમ થઇ ગયો હોવાનું કહેવાય છે.
ભણશાલીએ દિગ્દર્શક તરીકે મોટા ભાગની ફિલ્મો લવસ્ટોરી પર આધારિત જ બનાવી છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં આ વાત સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, મારા જીવનમાં કોઇ પ્રેમ ન હોવાથી હું પ્રેમ કહાનીઓ પર આધારિત ફિલ્મો બનાવું છું. રિપોર્ટસના અનુસાર કહેવાયું હતું કે, તેમનો એ પ્રેમ અધૂરો રહી ગયો હતો. બન્ને એક બીજાના પ્રેમમાં ગળાડૂબ હતા પરંતુ અંગત કારણોસર લગ્ન કરી શક્યા નહીં તેમજ તેમનો પ્રેમ સફળ થયો નહીં. આ દરમિયાન મીડિયામાં બન્નેના ગાઢ સંબંધની ચર્ચા અવારનવાર થતી હતી. જોકે બન્નેએ કદી પોતાના રિલેશનશિપને કબૂલ કરી નહોતી.
ભણશાલીએ લગ્ન ન કરવાનું કારણભૂત તેમના અને વૈભવીના પ્રેમસંબંધને માનવામાં આવે છે.
સંજય ભણશાલીએ પોતાની કારકિર્દીની શરૂઆત વિધુ વિનોદ ચોપરાના આસિટન્ટ તરીકે કરી હતી. એ સમયે બન્નેએ મળીને પરિંદા, ૧૯૪૨ અ લવ સ્ટોરી જેવી સુપરહિટ ફિલ્મો બનાવી. આ પછી ભણશાલીએ ફિલ્મ કરીબનું દિગ્દર્શન કરવાનો નનૈયો ભણ્યો હતો. આ પછી સંજય લીલા ભણશાલી અને વિધુ વિનોદ ચોપરા છૂટા પડી ગયા હતા. ભણશાલીની પ્રથમ સ્વતંત્ર દિગ્દર્શિત ફિલ્મ ખામોશી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ ગઇ હતી. આ પછી તેમણે પોતાની કારકિર્દીમાં કદી પાછળ વળીને જોયું નથી.
ભણશાલીએ તેમની કારકિર્દીમાં મોટા ભાગની હિટ ફિલ્મો આપી છે, ૅજોકે તેમની ઘણી ફિલ્મો વિવાદમાં પણ સપડાઇ છે.
દેવદાસ
સાલ ૨૦૦૨માં ભણશાલીએ દેવદાસ ફિલ્મ બનાવી હતી. જે એ સમયમાં સૌથી મોંઘી ફિલ્મ ગણાઇ હતી. સંજયની આ ફિલ્મને કુલ પાંચ રાષ્ટ્ર પુરસ્કાર અને ૧૦ ફિલ્મફેયર એવોર્ડ મળ્યા હતા.
ગુજારિશ
સાલ ૨૦૧૦માં હૃતિક રોશન અને ઐશ્વર્યા રાય બચ્ચન અભિનિત ફિલ્મ ગુજારિશ પર સલમાન ખાને એક ટીપ્પણી કરી હતી. જેનો વિવાદ થયો હતો. જોકે આ ઉપરાંત ફિલ્મમેકર્સ પર ફિલ્મની વાર્તા ચોરી કરવાનો પણ આક્ષેપ મુકવામાં આવ્યો હતો.
સાંવરિયા
સાલ ૨૦૦૭માં આવેલી ફિલ્મ સાંવરિયાથી સોનમ કપૂર અને રણબીર કપૂરે બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં સલમાન ખાન અને રાણી મુખર્જી જેવા કલાકારોને પણ લેવામાં આવ્યા હતા. પરંતુ ફિલ્મ ફ્લોપ ગઇ હતી.
રામ લીલા
ભણશાલીની ગોલિયોં કી રામલીલી ફિલ્મને લઇને પણ બહુ હંગામા થયો હતો. આ ફિલ્મનું શરૂઆતમાં નામ રામ-લીલા રાખવામાં આવ્યુ ંહતું. પરંતુ પછીથી અદાલતના આદેશથી આ ફિલ્મનું નામ ગોલિયોં કી રાસલીલા રામ-લીલા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મથી જ રણવીર સિંહ અને દીપિકા પદુકોણે સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું.
બાજીરાવ મસ્તાની
ફિલ્મ બાજીરાવ મસ્તાની ભણશાલીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. આ ફિલ્મ ૧૭મી સદીના પેશવા બાજીરાવ દ્વિતિય પર બનાવામાં આવી હતી. જેમાં દીપિકા પદુકોણ, પ્રિયંકા ચોપરા અને રણવીર સિંહે કામ કર્યું હતું.
પદ્માવત
પદમાવતે પણ કોન્ટ્રોવર્સીનો સામનો કરવો પડયો હતો. આ ફિલ્મને લઇને એટલો બધો વિવાદ વધી ગયો હતો કે તેની રિલીઝ તારીખ લંબાવી પડી હતી. જોકે ભણશાલીએ હાર માની નહોતી અને ટાઇટલમાં ફેરફાર કરીને રિલીઝ કરી હતી.
જે બોક્સ ઓફિસ પર તગડી કમાણી કરી શકી હતી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u15XPP
ConversionConversion EmoticonEmoticon