આણંદ : આણંદ એસઓજી પોલીસની ટીમે ગઈકાલ રાત્રિના સુમારે મળેલ ગુપ્ત બાતમીના આધારે આણંદ જિલ્લાના હળદરી ગામે ઓચિંતો છાપો મારીને ખેતરમાં ઉગાડેલ ગાંજાનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે કુલ્લે રૂા.૧.૪૪ લાખ ઉપરાંતની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક શખ્શને ઝડપી પાડી વધુ તપાસ અર્થે આંકલાવ પોલીસના હવાલે કર્યો છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ એસઓજી પોલીસની ટીમ ગતરોજ આંકલાવ પંથકમાં પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન આંકલાવના હળદરી ગામે રહેતા નિલેશભાઈ ઉર્ફે ભુરીયો કનુભાઈ પટેલ રજનીભાઈની ખરીની નજીક જતા ડાબી બાજુ એક ખેતરમાં મકાન બનાવી રહે છે અને આ ખેતરમાં હાલ ઘાસના વાવેતરની સાથે સાથે ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની ગુપ્ત બાતમી એસઓજી પોલીસની ટીમને મળી હતી. જેથી મળેલ બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા કનુભાઈ પરસોત્તમભાઈ પટેલ અને નિલેશ ઉર્ફે ભુરીયો કનુભાઈ પટેલે ભેગા મળી હળદરી ગામની સીમમાં આવેલ પોતાના કબ્જા હેઠળના ખેતરમાં લીલા ઘાસચારાની સાથે વગર પાસ-પરમીટના ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે લીલા ઘાસ વચ્ચેથી કુલ ૧૭ નંગ ગાંજાના છોડ કબ્જે લઈ તેનું વજન કરતા ૧૪.૪૧૯ કિ.ગ્રા. થયું હતું. જેની અંદાજિત કિંમત રૂા.૧,૪૪,૧૯૦ જેટલી થવા જાય છે. પોલીસે ઘટના સ્થળેથી કનુભાઈ પરસોત્તમભાઈ પટેલને ઝડપી પાડયો હતો. પોલીસે માદક ગાંજાનો જથ્થો કબ્જે લઈ કનુભાઈ પરસોત્તમભાઈ પટેલને આંકલાવ પોલીસના હવાલે કરતા આંકલાવ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30td8mW
ConversionConversion EmoticonEmoticon