
- ફિલ્મોની રિલીઝ તારીખમાં ફેરફાર
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.25 માર્ચ 2021, ગુરુવાર
કોરોનાના વધતા જતા હાહાકારની અસર બોલીવૂડમાં ફરી જોવા મળી રહી છે. ફિલ્મોની રિલીઝ તારીખમાં ફેરફાર થવા લાગ્યા છે.
રિપોર્ટના અનુસાર, ફિલ્મ બંટી ઔર બબલી ટુની રિલીઝ તારીખમાં કોરોનાના વધતો જતો હાહાકાર જોઇને ફિલ્મની રિલીઝની તારીખ લંબાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ફિલ્મના નિર્માતાઆદિત્ય ચોપરો પોતાની આવનારી ફિલ્મ બંટી ઔર બબલી ટુની રિલીઝ ડેટને લંબાવી દીધી છે. આ ફિલ્મ પહેલા ૨૩ એપ્રિલ ૨૦૨૧ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ હવે થોડા મહિનાઓ પછી રિલીઝ કરવામાં આવશે. જોકે નવી તારીખની હજી ઘોષણા કરવામાં આવી નથી. ફિલ્મ નિર્માતા નથી ઇચ્છતો કે કોરોનાની અસરને કારણે ફિલ્મને બોક્સઓફિસ પર ખોટ ખાવી પડે.
યશરાજ બેનરે પરિણિતી ચોપરા અને અર્જુન કપૂરની પિંકી ફરાર ફિલ્મ રિલીઝ કરી હતી. પરંતુ તેની કમાણી પર કોરોનાની અસર જોવા મળી હતી અને ફિલ્મ બોક્સ ઓફિસ પર પીટાઇ ગઇ હતી. તેથી યશરાજ બેનર ફરી આવું જોખમ ઉઠાવવા તૈયાર નથી.
અન્યએક સમાચારના અનુસાર, ફિલ્મ સૂર્યવંશીના નિર્માતા પણ રિલીઝ તારીખ લંબાવાનું વિચારી રહ્યા છે. ડાયરેકટર રોહિત શેટ્ટી આ ફિલ્મને ૩૦એપ્રિલ ૨૦૨૧ના રોજ રિલીઝ કરવાનો હતો. પરંતુ પૂરી શક્યતા છે કે, તે આ ફિલ્મની રિલીઝ ડેટ બદલાવશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vYRWDS
ConversionConversion EmoticonEmoticon