શેેરબજાર બે દિવસ તૂટે છે અને એક દિવસ વધે છેઃ લાખો રૂપિયાનું ધોવાણ થઇ રહ્યું છે શેરબજારમાં લાગેલી હોળીની જ્વાળાઓ સમગ્ર આર્થિક તંત્રને દઝાડી રહ્યું છે
૧લી એપ્રિલથી આવી રહેલા નવા સુધારા સરકારી કર્મચારીઓની આવકમાં વધારો કરી ખેંચી લાવશે
આ જે ધૂળેટી છેઃ હોળીકાના ખોળામાં જેરીતે ભક્ત પ્રહલાદને યાતના ભોગવવી પડી હતી એમ ભારતના રોકાણકારો યાતના ભોગવી રહ્યા છે..
સરકારી કર્મચારીઓને વધુ લાભ થશે એટલે તે શેર બજારમાં રોકાણ કરશેે તે હકીકત છેઃ અનેક બેંકોના કર્મચારીઓ કેટલાક શેરોમાં સામુહીક રોકાણ કરીને તગડી આવક કરે છે..
શેર બજાર ડામાડોળ છે. તેની સ્થિરતા તે વારંવાર ગુમાવી દે છે. અનુકુળ પરિબળો વચ્ચે પણ બજાર તૂટે છે અને વિપરીત સંજોગોમાં તે વધે છે. શેર બજારની રૂખ કહેતાં સમિક્ષકો રોજ ખોટા પડી રહ્યા છે. આજે બજાર બંધ છે પરંતુ છેેલ્લા ત્રણ દિવસના સેન્સેક્સ પર નજર કરો તો ખ્યાલ આવશે કે સતત બે દિવસ સેન્સેક્સ તૂટયા બાદ શુક્રવારે ફરી રિકવર થયો હતો. ટૂંકમાં ૧૦૦૦ તૂટે છે અને ૨૫૦ વધે છે. શેર બજારમાં રોકાણ કરનારાઓ અને તેમાંથી બે પૈસા કમાવવાની અપેક્ષા રાખનારાઓને રોવાનો વારો આવે છે. કહે છે કે હોળાષ્ટક શેર બજારને ફળ્યું નથી. આજે જ્યારે હોળાષ્ટક પુરા થઇને આપણે ધૂળેટીમાં પ્રવેશ્યા છીયે ત્યારે પણ રોકાણકારો આત્મવિશ્વાસ ઉભો કરી શકતા નથી. શેર બજારમાં હોળી એટલા માટે લખ્યું છે કે ભારતની એમ-કેપ એટલે કે માર્કેટ કેપિટલાઇઝેશન ૨૦૦ ટ્રીલીયનની અંદર ઉતરી ગયું છે. આ એમ કેપ આજે ૧૯૮.૭૫ ટ્રીલીયન રૂપિયા (૨.૭૩ ટ્રીલીયન ડોલર) છે.૩ માર્ચના રોજ આ એમ કેપ ૨૧૦.૨ ટ્રીલીયન રૂપિયા (૨.૮૮ ટ્રીલીયન ડોલર) હતી.
શેર બજારમાંથી કમાવવાની ચિંતા કર્યા કરતા લોકોએ આ એમ કેપ વિશે પણ સમજવું જોઇએ. શેર બજાર ડામાડોળ હોવાના અનેક કારણો પાછળનું એક કારણ ફરી માથું ઉંચકતો કોરોના વાઇરસ પણ છે.
શેેર બજારમાં જેમ હોળી રમાઇ છે પણ સરકારી કર્મચારીઓને ધૂળેટી રમવાના દિવસો આવ્યા છે. સરકારી કર્મચારીઓને મળતી સવલતોમાં આમૂલ પરિવર્તન સરકાર લાવી રહી છે. કર્માચારી નિવૃત થાય ત્યારે તેની પાસે પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજ્યુઇટીની મોટી રકમ આવે તેવું સરકાર વિચારી રહી છે.
અહીં હોળી અને ધૂળેટી એટલા માટે દર્શાવાયા છે કે શેરબજારમાં રોકાણ કરતો મોટાભાગનો વર્ગ સરકારી કર્મચારીઓ અને બેંકના કર્મચારીઓનો છે. જો આ લોકોની આવક વધશેે અને નિવૃત્તિ વખતે વધુ પૈસો આવશે તો તે શેર બજારમાં રોકશે તે નક્કી છે. કોઇ પણ રોકાણકારને બેંક કરતા શેરબજાર અનેક ગણું વધુ વળતર આપે છે. આવા રોકાણકારો એટલા માટે કમાય છે કે લાંબા સમય માટે રોકાણ કરી શકે છે.
કેટલીક મોટી બેંકોના કર્મચારીઓ શેરબજારમાં સામુહીક રોકાણ કરે છે. જોકે સેબીના નવા નિયમોના કારણે જૂથ રોકાણો પર બ્રેક વાગી છે.આઇપીઓ તો ઘેરઘેર ભરાય છે.
કેન્દ્ર સરકારના કર્મચચારીઓને જે લાભ મળશે તે રાજ્ય સરકારને તેમજ પ્રાઇવેટ કંપનીઓના કર્મચારીઓને પણ મળે એવો પ્લાન વિચારાઇ રહ્યો છે. સરકારી કર્મચારીઓને મળનાર નવતર સવલતો હજુ મંત્રણાના દોરમાં છે. ટૂંક સમયમાં તેનો અમલ શરૂ થઇ જશે એમ મનાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય શ્રમ અને રોજગાર કલ્યાણ મંત્રાલય (શ્રમ અને રોજગાર) એ ૪ લેબર કોડ્સ (લેબર કોડ્સ) હેઠળના નિયમોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ ચાર કોડને સૂચના આપવામાં આવી છે. પરંતુ અમલ કરવા માટે નિયમોને પણ સૂચિત કરવાની જરૂર છે. જો સરકાર ફાચરની નવી વ્યાખ્યા લાગુ કરે છે, તો પીએફનું યોગદાન વધશે. અગાઉ પીએફની ગણતરી ફક્ત મૂળ પગાર, ડીએ અને અન્ય વિશેષ ભથ્થાઓ પર કરવામાં આવતી હતી. નવા નિયમ હેઠળ, બધા ભથ્થાં પગારની રચનાના ૫૦ ટકાથી વધુ ન હોઇ શકે. એટલે કે, એપ્રિલ ૨૦૨૧થી, મૂળ પગાર (મૂળભૂત પગાર) એ કુલ પગારમાં ૫૦ ટકા અથવા તેથી વધુનો રહેશે. આ નવો નિયમ આવ્યા પછી, પગારની રચનામાં મોટો ફેરફાર જોવા મળશે.)
નવા નિયમ હેઠળ મૂળભૂત પગાર કુલ સીટીસીના ઓછામાં ઓછા ૫૦ ટકા હશે. પ્રોવિડન્ટ ફંડની ગણતરી ફક્ત મૂળ પગાર પર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં કર્મચારીનું પીએફ ફાળો વધશે. આને કારણે પીએફમાં એમ્પ્લોયરનું યોગદાન પણ વધશે.
નવા વેતન નિયમ હેઠળ, પીએફમાં ફાળો વધશે, જેના કારણે પગારમાં ઘટાડો થશે. જો કે, નિવૃત્તિ પછી તમને લાભ મળશે, કારણ કે ગ્રેચ્યુટી વધશે, જે મૂળભૂત પગાર પર ગણાય છે.
જો કોઇ કંપનીનો મૂળ પગાર કુલ વળતરના ૨૦થી ૩૦ ટકા છે, તો તેનું વેતન બિલ ૬ થી ૧૦ ટકા વધશે. મૂળભૂત પગારની કુલ આવકના ૪૦% કંપનીઓ માટે, તેમના વેતનનું બિલ ૩થી ૪% વધશે.
જો બેઝિક પગાર અને એકંદર ગુણોત્તર આશરે ૩૦ ટકા હોય છે અને વેતન કોડના અમલ પછી, તે વધારીને ૬૦ ટકા કરી શકાય છે. આવી સ્થિતિમાં કંપનીઓ પર ડબલ બોજ આવી શકે છે. ઉપરાંત, નિશ્ચિત-ગાળાના કર્મચારીઓએ ગ્રેચ્યુટી ચૂકવવી પડશે, પછી ભલે તેઓ ૫ વર્ષની નોકરી પૂર્ણ કરે કે નહીં. નવો કોડ કર્મચારીને દર વર્ષના અંતે રજા એન્કેશમેન્ટ મેળવી શકે છે.
શેર બજારની હોળીમાં ઘણા દાઝ્યા છે. શેરબજારમાં લાંબા સમયના રોકાણથી થતા લાભની દિશામાં રોકાણ કરવાના બદલે લોકોને રાતોરાત કમાવી લેવાની ભાવના હોય છે પોતાની પાસેની સ્ક્રીપ્ટ થોડી નબળી પડે કે તેને ખોટ ખાઇને વેચી નાખવામાં આવે છે. જે લોકો ધીરજ બતાવે છે તે શેરબજારને વધારાની કમાણીનું સાધન બનાવી શકે છે.
આજે ધૂળેટીએ સૌને ધૂળેટીની શુભેચ્છાઓ...
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u3uZOg
ConversionConversion EmoticonEmoticon