નડિયાદ : મહેમદાવાદ તાલુકાના નેનપુર પહાડ જવાના રોડ ઉપરના એક ખેતરમાં રહેતા આધેડની અજાણ્યા વ્યક્તિઓએ હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.મૃતકને સંતાનમાં કોઇ ન હોવાના કારણે ખેતરમાં ઓરડી બનાવી એકલા જ રહેતા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર નેનપુર ગામથી પહાડ જવાના રોડ ઉપર મનુભાઇ બારોટ ઉં.વ. બાવનની આશરે ત્રીસ વિઘા જેટલી જમીન આવેલી છે. આ જમીનમાં તેઓ એકલા ઓરડી બનાવીને રહેતા હતા. તેઓને સંતાનમાં કોઇ ન હોવાથી નજીકમાં રહેતા લીયાકતખાન પઠાણને છોકરો માનતા હતા. અને લીયાકતખાન છેલ્લા સાતથી આઠ વર્ષથી મનુભાઇને બે ટાઇમ જમવાનુ પોતાના ઘરેથી આપવા માટે જતા હતા. ગત તા.૨ માર્ચના રોજ મનુભાઇના કુંટુબી ભાણા ગોપાલભાઇ પેઢીનામુ બનાવવા નેનપુર આવ્યા હતા. તેઓ નેનપુર ગ્રામ પંચાયતમાં પેઢીનામું બનાવવા ગયા હતા, જ્યાં મનુભાઇનાં દાદી ડાહીબેનના મરણનો દાખલો ન હોવાથી એફીડેવીટ કરવાનુ જણાવ્યુ હતુ.
ગત રોજ સાંજના સાડા છ વાગ્યાની આસપાસ લિયાકતખાન મનુભાઇ પાસે આવ્યા હતા. તે સમયે મનુભાઇએ રાતના જમવાની ના પાડી હતી.આજે સવારે લીયાકતખાન ખીર પુરી લઇ આપવા ગયા હતા. તે સમયે મનુભાઇની ઓરડીનું બારણુ આડું હતું. જે ખોલવાનો લીયાકતખાને પ્રયત્ન કર્યો હતો તેમ છતાં ઓરડીનુ બારણુ ખુલ્યુ ન હતુ.
જેથી લીયાકતખાને મામા-મામા કહી બુમ પાડી હતી. તેમ છતા ઓરડીમાંથી કોઇ પ્રતિઉત્તર સંભળાયો ન હતો.જેથી લીયાકતખાન ઓરડીના પાછળના ભાગે ગયા હતા. જે દરવાજો ખુલ્લો જોતાં તે ઘરમાં પ્રવેશ્યા હતા. આ સમયે મનુભાઇ ખાટલામાં સૂતા જોવા મળ્યા હતા અને તેમનો ચહેરો લોહીલુહાણ હતો. ગભરાયેલ લીયાકતખાન તરત ઓરડીની બહાર દોડી આવી નજીકમાં રહેતા કુંટુબી ભાભીને બોલાવ્યા હતા.અને મનુભાઇના ભાણા ગોપાલભાઇને અને લીયાકતખાનના મામા બીસ્મીલ્લાખાનને ફોન કર્યો હતો. ત્યારબાદ ૧૦૦ નંબર પર પોલીસ કંન્ટ્રોલને જાણ કરવામાં આવી હતી.
માથામા ઇંટ મારી હત્યા કરી હોવાનું તારણ
નેનપુરથી પહાડ જવાના રસ્તા પર આવેલ ઓરડી બનાવી રહેલા મૃતક મનુભાઇને સંતાનમાં કોઇ ન હતુ. પરંતુ તેમની પાસે ત્રીસ વિઘા જેટલી જમીન હતી. સ્થાનિક નાગરિકોના મુખે ચર્ચાતી વાતો મૂજબ આ જમીન હડપ કરી લેવાના ઈરાદા સાથે હત્યા થઇ હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વળી રાત્રીના સમયે એકલા રહેતા મનુભાઇને અજાણ્યા વ્યક્તિઓ માથાના ભાગે ઇંટો મારી મોત નિપજાવ્યુ હોવાનુ બહાર આવ્યુ છે. જો કે સાચી હકીકત તો પોલીસ તપાસમાં જ બહાર આવશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OAF1qE
ConversionConversion EmoticonEmoticon