બાલાસિનોર : મહીસાગર જિલ્લામાં આજે લુણાવાડા તાલુકાના 4 પુરૂષના, સંતરામપુર તાલુકાની 2 સ્ત્રી અને 2 પુરૂષના અને 1 વિરપુર તાલુકાના પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આમ, જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૦૮-૦૩-૨૦૨૧ના સાંજના ૪-૩૦ વાગ્યા સુધીમાં ૨૧૨૯ કેસ પોઝીટીવ નોંધાયા છે.
આજે જિલ્લામાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી ખાનપુર તાલુકાની ૩ સ્ત્રી અને ૧ પુરૂષ, લુણાવાડા તાલુકાના ૧ પુરૂષ અને વિરપુર તાલુકાના ૧ પુરૂષ દર્દીએ કોરોનાને મહાત આપતા તેમને રજા આપવામાં આવી છે. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૦૩૪ દર્દીઓ સ્વસ્થ થઈને સ્વગૃહે પરત ફર્યા છે.
જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૯ વ્યક્તિના મૃત્યુ થયા છે જ્યારે અન્ય કારણથી ૩૬ દર્દીના મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૪૫ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલ ફ્લુ/કોરોનાના કુલ ૧૩૫૫૮૩ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે તેમજ જિલ્લાના ૫૮ વ્યક્તિઓને હોમ ક્વૉરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૨૦ દર્દી ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ-લુણાવાડા, ૨૫ દર્દી હોમ આઈસોલેશન અને ૫ દર્દી અન્ય જિલ્લા ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૩૮ દર્દીઓ સ્ટેબલ અને ૧૨ દર્દીઓ ઓક્સિજન પર છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38md8cU
ConversionConversion EmoticonEmoticon