આણંદ : ૮મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. વિશ્વભરમાં આ દિવસે સમાજ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને યાદ કરી સન્માન કરવામાં આવે છે. આણંદ શહેર સહિત જિલ્લાભરમાં આજે હર્ષોલ્લાસ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી.
મહિલા દિવસ નિમિત્તે જિલ્લાની વિવિધ શાળા-કોલેજો ખાતે મહિલાઓનું સન્માન, વક્તવ્ય સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સાથે સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ ખાતે પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
૮મી માર્ચના રોજ દર વર્ષે વિશ્વ મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. ૪ ગુજરાત ગર્લ્સ બટાલીયન એન સી, આણંદ દ્વારા મહિલા દિન નિમિત્તે સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. આમંત્રિત મહેમાનોએ આ રેલીનો ધ્વજ ફરકાવી પ્રારંભ કરાવ્યો હતો. આ સાયકલ રેલીમાં આર.કે.સાયકલે ટેકનિકલ સાથ સહકાર આપ્યો હતો. આ રેલી શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગરથી વાયા ઝાયડસ હોસ્પિટલ, ટાઉનહોલ થઈ શાસ્ત્રી મેદાન ખાતે પરત ફરી હતી. આ સાયકલ રેલીમાં લગભગ ૧૦૦ કેડેટ્સ બહેનોએ ભાગ લીધો હતો. રેલી પૂર્ણ થયા બાદ કમાડીંગ ઓફિસર દ્વારા કેડેટને મેડલ આપી બિરદાવવામાં આવ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમ ''દો ગજ કી દૂરી, સાથમે માસ્ક ઓર સેનેટાઈઝર ભી જરૂરીં'' મુજબ કોવિડ-૧૯ની ગાઈડલાઈનના પાલન સાથે કરવામાં આવ્યો હતો.
વિશ્વ મહિલા દિન નિમિત્તે જિલ્લાની વિવિધ શાળા-કોલેજો ખાતે પણ ખાસ કાર્યક્રમો યોજાયા હતા. શિક્ષણ નગરી વલ્લભવિદ્યાનગર ખાતેની વિવિધ કોલેજોમાં આજે સવારના સુમારે નારી શક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજી મહિલાઓને સન્માનિત કરાઈ હતી. વિવિધ સામાજિક સંસ્થાઓ ખાતે પણ મહિલાઓ માટે ખાસ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ccN9Wq
ConversionConversion EmoticonEmoticon