
- કોવિડે લોકોને ઘેર બેસીને ઓટીટી જોતા કરી દીધા પણ
જયપુર સાહિત્ય ફેસ્ટિવલના વર્ચ્યુઅલ સેશન દરમ્યાન ફિલ્મ મેકર શેખર કપૂર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના સભ્ય વાણી ત્રિપાઠી વચ્ચે કોવિડ બાદ ફિલ્મના ભાવિ વિશે ચર્ચા કરી હતી. કપૂરે જણાવ્યું કે તેઓ કેવી રીતે પોતાના લખાણો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે.
કોવિડ બાદ ફિલ્મના ભાવિ વિશે બોલતા કપૂરે જણાવ્યું કે મારા મતે કોવિડનો અંત આવશે અને આપણે ફરી જ્યાં હતા ત્યાં પાછા પહોંચશું. ત્યારે આપણે એકમેકનો સ્પર્શ કરી શકશું અને શબ્દો વિના સ્પર્શ કરવો પણ એક વાર્તા છે. આપણે એકમેક સમક્ષ દ્રષ્ટિ કરીએ છીએ તે પણ એક વાર્તા છે.પણ વાર્તાને જોવી પણ એક બાબત છે. તેના વિશે કપૂર કહે છે કે કોવિડે આપણને પરાણે ઘેર બેસાડી દીધા છે. ઘેરથી ફિલ્મ જોવાની ટેકનોલોજીમાં જોરદાર વિકાસ થયો છે. પણ આપણે યાદ રાખવું જોઈએ કે ઘરે તમામ સભ્યો પાસે પોતાનો ટીવી નથી હોતો, પણ સમગ્ર પરિવાર વચ્ચે એક ટીવી હોય છે. એથી લોકો ફિલ્મ જોવા થિયેટર તરફ જવાનું બંધ કરશે એવું હું નથી માનતો.
પણ કપૂરે કબૂલ કર્યું કે હવે થિયેટરોએ સ્પર્ધાનો સામનો કરવો પડશે. તેમણે જણાવ્યું કે ભારતમાં ૯,૦૦૦ થિયેટર છે અને આ થિયેટરો આપણી ૯૯ ટકા વસતી માટે ખૂબ મોંઘા છે. હવે લોકોને ઘેર બેસીને ફિલ્મ જોવાની આદત પડી ગઈ છે. ટીનેજરો પણ કેફેમાં જઈને અથવા તો મિત્રો સાથે બેસીને પોતાના ફોન પર ફિલ્મો જોવાનું પસંદ કરશે. આપણે યાદ રાખવું જોઈએ કે રચનાત્મકતાનો સંબંધ એકમેકનો સંપર્ક કરવા સાથે અને આપણી રચના બીજા સાથે શેર કરવા સાથે છે.
શેખર કપૂરે જણાવ્યું કે તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલુંક સુંદર સાહિત્ય વાંચ્યું છે. શેખર કહે છે કે જ્યારે હું ઈન્સ્ટાગ્રામ પર કંઈ લખું છું ત્યારે લોકો મને પૂછે છે કે તમે પુસ્તક શા માટે નથી લખતા? હું સામે સવાલ કરું છું કે જ્યારે હું મારું લખાણ રોજ મારી સમક્ષ પ્રસિધ્ધ કરી શકું છું તો હું શા માટે પુસ્તક લખીને પ્રકાશક પાસે જાઉં?
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d6I8z8
ConversionConversion EmoticonEmoticon