
- અગાઉની ફિલ્મ હીટ ગઈ હોય તો તેની સિક્વલ ફિલ્મમાં પણ જબરદસ્ત મનોરંજન હશે, એવું દર્શકો માની લે છે અને સિક્વલ ફિલ્મને જોવા એકવાર તો થિયેટરમાં જરૂર જાય છે.
કોરોના હોય કે તેની મહામારી - બોલીવૂડમાં ફિલ્મસર્જનને કોઈ વાંધો આવે એવું લાગતું નથી કેમ કે ગયા વર્ષે ભલે ફિલ્મો ઘણી ઓછી બની કે થોડી ફિલ્મો જ રિલિઝ થઈ, પણ છેલ્લા કેટલાંક સમયથી બોલીવૂડમાં સિક્વલ ફિલ્મો બનાવવાનો જે દોર ચાલ્યો છે આગળ પણ ધપવાનો છે અને એવી છ જેટલી સિક્વલ ફિલ્મો આવી રહી છે, જેમાં 'બન્ટી ઔર બબલી-૨', 'ભૂલભૂલૈયાં-૨', 'સત્યમેવ જયતે-૨', 'હીરોપંતિ-૨', 'બધાઈ હો' અને 'દોસ્તાના-૨'નો સમાવેશ તો થાય છે.
ગયા વર્ષે થિયેટરો પરથી દૂર નહીં થયેલા પડદા છતાં સિક્વલ - ફિલ્મો બનાવવાનો સિલસિલો અટક્યો નથી અને આથી જ ઉપર જણાવેલી ફિલ્મો આ વર્ષે સમય મળતા રિલિઝ થાય એવી શક્યતા છે.
સિક્વલ ફિલ્મોને લાભ એ મળે છે કે તેમને રેડી ફેન-બેઝ મળી જાય છે. અગાઉની ફિલ્મ હીટ ગઈ હોય તો તેની સિક્વલ ફિલ્મમાં પણ જબરદસ્ત મનોરંજન હશે, એવું દર્શકો માની લે છે અને સિક્વલ ફિલ્મને જોવા એકવાર તો થિયેટરમાં જરૂર જાય છે. જો સિક્વલ ફિલ્મ પણ સારી હોય તો પછી તો પૂછવું જ શું? દર્શકો થિયેટર પરથી ખસતાં જ નથી. આમ, ફિલ્મસર્જકને આ મોટો લાભ મળે સિક્વલ ફિલ્મમાં. આમેય આફતના વર્ષ પછી બધા રાહ જોઈ રહ્યા છે કે દર્શકો ક્યારે થિયેટરમાં આવશે, ત્યારે સિક્વલ ફિલ્મને સારાએવા લાભથી અગાઉથી જ આશા જાગી હોય છે.
'સિક્વલ (ફિલ્મ) તો કાયમ ચાલે જ છે કારણ કે તેમને અગાઉની સફળ ફિલ્મનો મોટો લાભ મળતો હોય છે. આવી ફિલ્મો લોકપ્રિયતાની ચરમસીમા પર પહેલેથી જ બિરાજતી હોય છે અને ઘણાં લોકો આવી ફિલ્મો નિહાળવા જાય છે. આ બાબતમાં રોહિત શેટ્ટી જબરા નસીબદાર છે. તેમણે તો 'ગોલમાલ' ફિલ્મની સીરિઝ બનાવી દીધી છે. આથી લોકો આ વર્ષે શું આવે છે, તેની પણ રાહ જોઈ રહ્યા છે,' એમ ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહને જણાવ્યું છે.
આમ છતાં તેમણે એમ પણ ઉમેર્યું છે કે કન્ટેન્ટ કાયમ તેની અગત્યતા જાળવી રાખે છે અને તે અત્યંત મહત્ત્વની બાબત છે. મહામારી હજુય અસ્તિત્વ ધરાવી રહી છે ત્યારે દેખિતી દર્શકો સાવધાની અને સાવચેતી તો જરૂર રાખશે. સિક્વલ ફિલ્મમાં સારી કન્ટેન્ટ હશે તો જ દર્શકો ઘરમાંથી બહાર પગ મૂકી થિયેટર ભણી જશે.
'જનમાનસને સ્ટોરી અપીલ કરશે તો જ ફિલ્મ લોકો પર કબજો જમાવશે. આપણી પાસે એવી ઘણી ફિલ્મો છે, જેનો પ્રથમ હિસ્સો જબરો લોકપ્રિય થયો હતો, પણ સિકવલનો હિસ્સો બરાબર જામ્યો નહોતો જેમકે 'રાઝ' અને 'યમલા પગલા દિવાના'. આમ સિક્વલ માટે પણ જબરદસ્ત પડકાર હોય છે કેમ કે તેની સરખામણી પ્રથમ ફિલ્મ સાથે તો થાય જ છે, જે કાયમ સફળ થઈ હોય છે,' એમ તેમણે જણાવ્યું હતું.
બીજી તરફ ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહડા કહે છે, 'રસપ્રદ કન્ટેન્ટ જ દર્શકોને ખેંચી શકે છે. આજે પણ દર્શકો તો થિયેટરથી દૂર છે ત્યારે પરિસ્થિતિ ઘણી જોખમી પુરવાર થઈ શકે છે.'
'આપણે જ્યારે સિક્વલની વાત કરી રહ્યા છીએ ત્યારે એવા પણ દર્શકો હોય છે જેમને પૂરેપૂરી ખાતરી થાય કે ફિલ્મ સારી છે એ પછી જ તેઓ થિયેટર ભણી જાય છે. આમ છતાં, જો ફિલ્મ ઘણી ખરાબ હોય તો, એ ટકી શકતી નથી. ફિલ્મ સારી જ ચાલશે, એની ગેરન્ટી કંઈ સિકવલ ફિલ્મ તો નથી જ. એની ખાતરી જ હોવી જોઈએ કે ફિલ્મ પ્રમાણમાં સારી તો હોવી જ જોઈએ. ખરાબ કન્ટેન્ટ ધરાવતી સિક્વલ કદી ટકી શકે નહીં,' એમ તેમણે જણાવ્યું હતું.
..તો ચાલો, આગામી મહિનાઓમાં કઈ કઈ સિક્વલ ફિલ્મો આવે છે, તેના પર એક નજર નાખીએ.
બધાઈ હો
રાજકુમાર રાવ-ભૂમિ પેડણેકર અભિનિત બીજી ફિલ્મ 'બધાઈ હો' એક પારિવારિક કોમેડી ફિલ્મ છે, જેનું દિગ્દર્શન હર્ષવર્ધન કુલકર્ણીએ કર્યું છે. આ વર્ષે આ ફિલ્મ રિલિઝ થશે, પણ તેની તારીખ હજુ નક્કી થઈ નથી.
'બન્ટી ઔર બબલી-2'
અભિષેક બચ્ચન- રાની મુકરજીની 'બન્ટી ઔર બબલી' ફિલ્મે ૨૦૦૫માં જબરદસ્ત સફળતા મેળવી હતી. સિક્વલ ફિલ્મમાં રાની મુકરજી સાથી સૈફ અલી ખાન, સિધ્ધાંત ચતુર્વેદી અને શરવાણી છે. આ ફિલ્મ ૨૩ એપ્રિલે થવાની છે.
'સત્યમેવ જયતે-2'
૨૦૧૮ની ફિલ્મ પછી અભિનેતા જ્હોન અબ્રાહમ ફરી એકવાર વિજિલન્સ કોપની ભૂમિકામાં આવી રહ્યો છે. ૧૪ મેએ ફિલ્મ રિલિઝ થવાની છે. મિલાપ ઝવેરીની આ ફિલ્મમાં દિવ્યા ખોસલા કુમાર અભિનેત્રી તરીકે ચમકશે.
દોસ્તાના-2
કાર્તિક આર્યન, જ્હાન્વી કપૂર અને ટીવી અભિનેતા લક્ષ્ય સાથેની આ ફિલ્મ કોલિન ડિ'કુન્હાએ દિગ્દર્શિત કરી છે.
ભૂલ-ભૂલૈયા-2
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની આ સિક્વલ ફિલ્મ હોરર-કોમેડી છે, જે ૨૦૦૭માં અક્ષયકુમારની આવેલી આજ નામની ફિલ્મની સિક્વલ છે. આ ફિલ્મના અંત સુધીમાં રિલિઝ થાય એવી શક્યતા છે. બની શકે ૧૯ નવેમ્બરે રિલિઝ થાય.
હીરોપંતિ-2
ટાઇગર શ્રોફની ૨૦૧૪માં આવેલી પહેલી ફિલ્મ 'હીરોપંતિ'ની આ સિક્વલ ફિલ્મ છે, જે ૧૬ જુલાઈએ રિલિઝ થાય એમ છે. આ એક્શન ડ્રામા ફિલ્મને અહમદ ખાને દિગ્દર્શિત કરી છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lVjmGi
ConversionConversion EmoticonEmoticon