અમેરિકી અભિનેત્રી જિના કરાનોએ સોશિયલ મીડિયા પર કરેલી એક વિવાદાસ્પદ પોસ્ટ બદલ તેને ધી મેન્ડેલોરિયન અને ડિઝનીની લુકાસફિલ્મમાંથી પડતી મુકવામાં આવી છે. જિનાએ સોશિયલ મીડિયા પર હાલના અમેરિકી રાજકીય વાતાવરણની સરખામણી યહૂદીઓની કત્લેઆમ સાથે કરતા અનેક લોકો તેના પર રોષે ભરાયા હતા.
પ્રોડકશન કંપનીના એક પ્રવક્તાએ આ બાબતે નિવેદન આપતા કહ્યું કે કરાનો હાલ તેમના પ્રોજેકટમાં નથી અને ભવિષ્યમાં પણ હોય એવી સંભાવના નથી. નિવેદનમાં વધુ જણાવાયું છે કે જિનાની લોકોમાં તેમની સંસ્કૃતિ અને ધાર્મિક ઓળખના આધારે તિરસ્કાર ફેલાવતી પોસ્ટ વખોડવા લાયક અને અસ્વીકાર્ય છે.
કરાનોએ લખ્યું હતું કે યહૂદીઓને તેમના બાળકો સહિત નાઝી સૈનિકોએ નહિ પણ તેમના જ પડોશીઓએ માર્યા હતા. ઈતિહાસ સાથે ચેડા થયા છે. લોકોને જાણ નથી કે યહૂદીઓને નાઝી સૈનિકોથી ઘેરાઈ જાય એવી જગ્યાએ લઈ જવા માટે સરકારે તેમના પડોશીઓમાં જ આ લોકો યહૂદી હોવાના કારણે વેરભાવના ફેલાવી હતી. આ પરિસ્થિતિની સરખામણી આજે અલગ રાજકીય મંતવ્યો ધરાવનાર સાથે થઈ રહેલા વ્યવહાર સાથે થઈ શકે એમ કરાનોએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું. કરાનોની આ પોસ્ટથી લોકો સખત રોષે ભરાતા તેણે તુરંત પોસ્ટ રદ કરી નાખી પણ ત્યાં સુધીમાં અનેક લોકોએ તેને શેર કરી હતી અને પછી કરાનોને સીરીઝમાંથી હાંકી કાઢો એવી હેશટેગ સાથે ટ્રેન્ડ ચાલ્યો હતો.
સીરીઝમાં કારા ડયુનની ભૂમિકા ભજવી ચુકેલી અને અગાઉ માર્શિયલ આર્ટિસ્ટ રહી ચુકેલી કરાનોની મહામારી દરમ્યાન માસ્કના ઉપયોગ બદલ ટીખળ કરવા માટે પણ ટીકા થઈ હતી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3viP8B6
ConversionConversion EmoticonEmoticon