લોકડાઉન પછી કામ મળતાં કંવર ધિલ્લોં રાજીનો રેડ

- ટચૂકડા પડદે સામાન્ય  રીતે એવું બનતું હોય   છે કે જે રોલમાં  તમે લોકપ્રિય  બની જાઓ તેવા જ રોલ તમને ઓફર થાય. પરંતુ હું એકવિધતા  ટાળવા માગતો હતો


'પિયા  રંગરેઝ  જેવી  સંખ્યાબંધ  ધારાવાહિકોમાં  જોવ મળેલો  અભિનેતા  કંવર ઢિલ્લોં  હમણાં 'પંડયા સ્ટોર' માં જોવા મળી રહ્યો  છે. અને લોકડાઉન  પછી આ  શો મળતાં તે બહુ ખુશ  છે.  તે કહે છે કે  મને બે વર્ષ પછી  મનગમતી  ભૂમિકા ભજવવાની તક મળી છે.  જોકે  તે તરત જ  કહે છે કે મને અન્ય  શો ઓફર થયા હતા. પરંતુ મને અકસ્માત  થયો હોવાથી  હું   તેમાં કામ  કરી શકું તેમ નહોતું.

કંવર  ઢિલ્લોં  પોતાના અકસ્માત વિશે  કહે છે કે મને  થીમ પાર્કમાં  અકસ્માત થયો હતો.  હું ટ્રેમ્પલીનનો ઉપયોગ  કરી રહ્યો હતો  ત્યારે   મને ગંભીર અકસ્માત થયો હતો.  મને ઘૂંટીમાં ભારે ઈજા થઈ હતી.  

છેવટે મને લાંબા સમય સુધી ઘરે બેસવાની નોબત આવી.  ન તો  હું એક્સરસાઈઝ  કરી શકતો કે ન શૂટીંગ.  ચાર અઠવાડિયા સુધી તો  હું  સંપૂર્પપણે  પથારીવશ  હતો.  વર્ષ  ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં  મને અકસ્માત નડયો  અને હું  તેમાંથી ઊભો થાઉં  તેનાથી  પહેલાં લોકડાઉન  લાગૂ કરી  દેવામાં આવ્યું.

અભિનેતા  વધુમાં કહે છે કે  સાજા  થયા પછી મેં કામની  તલાશ શરૂ કરી. પરંતુ મને  અગાઉ કર્યાહતાં તેનાથી  જુદાં પ્રકારનો રોલ  કરવા હતા.  ટચૂકડા પડદે સામાન્ય  રીતે એવું બનતું હોય   છે કે જે રોલમાં  તમે લોકપ્રિય  બની જાઓ તેવા જ રોલ તમને ઓફર થાય. પરંતુ હું એકવિધતા  ટાળવા માગતો હતો.  અને મને  એ વાતની  ખુશી  છે કે મને 'પંડયા સ્ટોર'  માં  કામ મળી ગયું.  તેમાં મને સમાંતર  મુખ્ય ભૂમિકા  ભજવવા મળી રહી  છે.  વળી  મને પહેલી વખત ગુજરાતી  પાત્ર ભજવવા મળ્યું છે.  મેં તેને માટે  કેટલીક  વર્કશોપ કરી હતી.

અભિનેતાને  એ વાતની ખુશી  છે કે હવે ટચૂકડા પડદે ઘણું  વિષય  વૈવિધ્ય  જોવા મળી રહ્યું છે. અને મહામારીને  પગલે લાગેલી  તાળાબંધી  પછી પણ કલાકારોને  સારું કામ મળી રહ્યું છે. જો કે આ ઈન્ડસ્ટ્રીમાં  હવે  અનિશ્ચિતતા  પણ ઘણા અંશે વધી ગઈ  છે. કઈ  સિરિયલ  પર ક્યારે  પડદો પાડી  દેવામાં આવશે તેનો કોઈ  ભરોસો ન હોવાથી  કલાકારો ઉચક જીવે જ કામ કરતાં  હોય  છે.  પરંતુ મને જે  કામ મળ્યું  છે તેનાથી  હું ખુશ  છું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OKmRCK
Previous
Next Post »