જાતીય સુખની ઉજાણી... .

- મગજને તાજગીભર્યું રાખવા અને તાણ દૂર કરવા નિયમિત સમાગમ સારો ઉપાય છે. સમાગમ દરમિયાન શરીરમાં ફોરમોન્સ નામનું રસાયણ એક વિશિષ્ટ પ્રકારની ગંધ ઉત્પન્ન કરે છે.


તમને નવાઈ લાગીને આ શીર્ષક વાંચીને! જોકે એમાં આશ્ચર્ય પામવાની જરૂર નથી. ડોક્ટરો અને વૈજ્ઞાાનિકોએ પણ પોતાના પ્રયોગો પરથી તારણ કાઢ્યું છે કે, સેક્સ અનેક રોગોની દવા છે. તે દંપતી વચ્ચે સુખ, આનંદ અને આત્મીયતા ઉત્પન્ન કરવાની સાથોસાથ એકબીજાની તંદુરસ્તી તેમજ સુંદરતા પણ જાળવી રાખે છે. સમાગમને લીધે સ્ત્રી-પુરુષના શરીરમાં અનેક પ્રકારનાં હોર્મોન ઉત્પન્ન થાય છે, જે શારીરિક આરોગ્ય અને સૌંદર્યને જાળવી રાખવામાં મદદ કરે છે. તેમનાથી શરીરમાં ઉત્પન્ન થતા એસ્ટ્રોજન હોર્મોન 'ઓસ્ટિયોપોરોસિસ' નામનો રોગ થવા દેતા નથી. તેનાથી એન્ડોફિન હોર્મોનનું પ્રમાણ વધવાથી ત્વચા સુંદર, સ્નિગ્ધ અને કાંતિવાળી બને છે. એસ્ટ્રોજન હોર્મોન શરીર માટે એક ચમત્કાર સમાન છે, જે અનોખા સુખની અનુભૂતિ કરાવે છે. સફળ અને નિયમિત સમાગમ કરનાર દંપતી વધુ સ્વસ્થ જોવા મળે છે. તેમની સુંદરતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. ઉત્તેજના, ઉત્સાહ, ઉમંગ અને આત્મવિશ્વાસ પણ વધે છે. સમાગમથી દૂર ભાગનારાં દંપતી શરમ, સંકોચ, અપરાધભાવ અને તાણ અનુભવે છે.

મગજને તાજગીભર્યું રાખવા અને તાણ દૂર કરવા નિયમિત સમાગમ સારો ઉપાય છે. સમાગમ દરમિયાન શરીરમાં ફોરમોન્સ નામનું રસાયણ એક વિશિષ્ટ પ્રકારની ગંધ ઉત્પન્ન કરે છે, જેને સેક્સ પફર્યૂમ તરીકે પણ ઓળખાવામાં આવે છે. તે હૃદય અને મગજને અપાર સુખ અને શાંતિ આપે છે. સમાગમ કરવાથી હૃદયની બીમારી, માનસિક તાણ, બ્લડપ્રેશર અને હૃદયરોગના હુમલાથી બચાવ થાય છે. સેક્સથી દૂર ભાગતાં દંપતીઓમાં આ બધી બીમારીઓનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે.

સેક્સ એક પ્રકારનો વ્યાયામ 

સમાગમ એક ખાસ પ્રકારનો વ્યાયમ પણ છે. આમાં કોઈ ખાસ પ્રકારનાં કપડાં, બૂટ કે મોંઘાં સાધનોની જરૂર નથી પડતી. સેક્સ શરીરની માંસપેશીઓનું ખેંચાણ દૂર કરે છે અને શરીરને લચીલું બનાવે છે. એક વખતની સમાગમ ક્રીડા, થકાવી દેનારી કોઈ કસરત કે સ્વિમિંગના દસબાર રાઉન્ડ કરતાં પણ વધુ અસરકારક હોય છે. સેક્સ નિષ્ણાતોના મતાનુસાર, સ્થૂળતા દૂર કરવામાં પણ સમાગમ સારો સહાયક સાબિત થાય છે. રતિક્રિડામાં શારીરિક ઉર્જા ખર્ચાવાથી ચરબી ઘટે છે. એક વાર સમાગમ કરવાથી ૫૦૦થી ૧૦૦૦ કેલરી ઉર્જા ખર્ચાય છે. સમાગમ દરમિયાન કરવામાં આવતાં ચુંબન પણ સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. વિશેષજ્ઞાોના માનવા મુજબ, સમાગમ દરમિયાન કરાતા દરેક ચુંબન દીઠ લગભગ ૯ કેલરી ઉર્જા ખર્ચાય છે. આ રીતે ૩૯૦ વાર ચુંબન કરવાથી ૧/૨ કિલો જેટલું વજન ઘટે છે.

રોગનો અકસીર ઇલાજ

કમરના, પીઠના કે ગરદનના દુખાવાથી ઊંહકારા કરતી અને ત્રાસેલી ગૃહિણી જો કશી જ ચિંતા કર્યા વિના સમાગમ ક્રિડામાં પતિને સાથે આપે, તો આમાંનો કોઈ પણ દુખાવો જોતજોતામાં દૂર થઈ જાય છે. માથાનો દુખાવો, આધાશીશી, મગજની નસો સંકોચાવી, ઉન્માદ, હિસ્ટીરિયા જેવી બીમારીઓમાં સેક્સ અકસીર ઇલાજ છે. અનિદ્રાથી પીડાતી સ્ત્રી કે પુરુષ બાલ્કનીમાં આંટાફેરાં મારવાને બદલે પોતાના પતિ કે પત્ની સાથે સમાગમ કરવાની પહેલ કરે. પૂરા રસથી કરેલી રતિક્રિડાનો સંતોષ મિનિટોમાં જ ઘસઘસાટ ઊંઘ લાવી દેશે. 

સમાગમમાં પતિને સાથે આપતી પત્નીને માસિક સ્ત્રાવના વિકારની પરેશાની નડતી નથી. રાતના છેલ્લા પહોરે સમાગમ કરવાથી આખો દિવસ તાજગી અનુભવાય છે.

આમાં ખાસ ધ્યાનમાં રાખવા લાયક વાત એ છે કે દામ્પત્ય જીવનમાં પોતાની પત્ની સાથે કરેલ સમાગમ અનેક રીતે લાભકારક છે. જ્યારે અનૈતિક રીતે કરેલા સમગામથી અનિદ્રા, હૃદયરોગ, મગજની વિકૃતિ, ફ્રિજીડિટી, સિફિલસ, ગોનોરિયા, પ્રમેહ, એઈડ્સ જેવા અનેક પ્રકારના રોગ લાગુ પડે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kYbjb3
Previous
Next Post »