મેનેજમેન્ટમાં લીડરશીપ વિશેના વિચારો બદલાતા જાય છે


- વ્યક્તિના અમુક નેતાગીરીના લક્ષણો હોય તો જ તે સફળ થાય તેની કોઈ ખાતરી નથી. ભૂતકાળના જુદા જુદા લક્ષણોવાળા નેતા સંસ્થાકીય સફળતા લાવી શક્યા છે

કો ઈપણ સંસ્થામાં તેના નેતાનું કામ સંસ્થાના ધ્યેયોને સિધ્ધ કરવાનું હોય છે. ખરેખર તો સમગ્ર ઉપર મેનેજમેન્ટની ટીમને (જેમાં સીઈઓ ઉપરાંત ડીવીઝનલ વડાઓ પણ હોય છે) સંસ્થાની લીડરશીપ ટીમ કહી શકાય. સંસ્થાના વડામાં નેતૃત્વના ગુણો હોવા જોઈએ અને આ નેતાગીરીના ગુણોમાં નેતાની અનેક આવડતોનો સમાવેશ થાય છે. તેમાં નેતા તેની નીચેના લોકોને સંસ્થાના ધ્યેયો માટે મોટીવેટ કરી શકે છે કે નહી, મુશ્કેલીના સમયમાં નેતા દ્રઢ મનોબળવાળો રહી શકે છે કે નહી  નેતાના વક્તૃત્વની છટા, ધ્યેય નિષ્ઠા આવા તો ડઝનબંધી લક્ષણો તેનામાં હોવા જોઈએ. તે અંગેની થીયરીનું હવે કોઈ મૂલ્ય રહ્યું નથી. વ્યક્તિના અમુક નેતાગીરીના લક્ષણો હોય તો જ તે સફળ થાય તેની કોઈ ખાતરી નથી.

ભૂતકાળના જુદા જુદા લક્ષણોવાળા નેતા સંસ્થાકીય સફળતા લાવી શક્યા છે. એવું પણ જણાયું છે કે અમુક નેતાઓ સફળ થાય છે તેમાં તેના અનુસરનારાઓના પણ લક્ષણો કારણભૂત હોય છે. દા.ત. રાજકારણમાં બીજેપીને પ્રચંડ મત મળે છે. તેની પાછળ તેમના અનુયાયીઓનો હિન્દુ ધર્મ માટે પ્રેમ પણ કારણભૂત છે. ટૂંકમાં નેતાઓની સફળતા પાછળ અનુયાયીઓની લાક્ષણિકતાઓ પણ કારણભૂત હોવાથી તેમજ વ્યક્તિમાં અમુક જ ગુણો હોય તો તે નેતા થાય તે થીયરીને હવે આ ક્ષેત્રના સંશોધકો સાચી માનતા નથી.

મેનેજમેન્ટ સ્ટાઈલ

૧૯૪૦ના દાયકા પછી સંસ્થાકીય નેતા અંગેના સંશોધનોમાં મેનેજમેન્ટની લીડરશીપ શૈલીનું મહત્વ વધ્યું લીડર્સના ગુણો નહી પરંતુ તેની વર્તણુક વિષે સંશોધનો થવા માંડયા. લીડર્સના વર્તનમાં પરિવર્તન શક્ય છે અને આ પરિવર્તન દ્વારા નિષ્ફળ લીડર સફળ લીડર બની શકે છે. આ માન્યતાને આધારે અમેરીકા અને પશ્ચિમ જગતના સેંકડો લીડરશીપ ટ્રેનીંગ પ્રોગ્રામ્સ શરૂ થયા. આને બીહેવીઅરલ ટ્રેનીંગ અથવા બીહેવીઅરલ મોડીફીકેશન ટ્રેનીંગનું નામ આપવામાં આવ્યું. લીડરશીપ અને સુપરવાઈઝરી ટ્રેનીંગ (સુપરવાઈઝર પણ તેના ગુ્રપનો લીડર છે.) કરોડો ડોલર્સનો બીઝનેસ બની ગયો. અમેરીકાની ઓહાયો યુનિવર્સિટીના સંશોધકોએ લીડરશીપ સ્ટાઈલ પર સંશોધનો કરીને એવા તારણ પર આવ્યા કે લીડરશીપ વર્તન (બીહેવીયર)ના બે મુખ્ય ઘટકો ૧) સામા માટે સન્માન (કન્સીડરેશન) હોવું અને ૨) જુદા જુદા સ્ટ્રક્ચર્સ ઊભા કરવા તે છે.

સામા માટે એટલે કે નીચે કામ કરનારાઓ માટે સન્માનનો અર્થ ઓહાયો લીડરશીપ ટીમે એવો કર્યો કે તેઓ તેમને 'માનવ' ગણે અને તેમની સાથે કોમેરેડશીપનું વર્તન દાખવે. આમાંથી કર્મચારી કેન્દ્રી નેતૃત્વ શૈલીનો જન્મ થયો. ઓહાયો સંશોધનોની એક ટીકા એવી થઈ છે કે તેમણે સંસ્થાઓમાં વારંવાર ઊભા થતા 'ઈનફોર્મલ લીડર્સ' (બીનસત્તાવાર સ્વપ્નનું નેતાઓ)ને સંશોધનમાં વણી લીધા નથી.

પરિસ્થિતિજન્ય નેતાગીરી

૧૯૬૦ના દાયકાના અંતમાં ઓહાયો યુનિવર્સિટીએ કરેલા રીસર્ચ પેરેડાઈઝનો અંત આવ્યો અને સંશોધકોએ અનેક સંશોધનો દ્વારા એ શોધી કાઢ્યું કે સંસ્થાકીય નેતૃત્વની સફળતા માટે નેતાના લક્ષણો કે જેનાથી મેનેજમેન્ટ શૈલીનો જેટલો ફાળો છે તેના કરતા જેમ રાજા કાળનું કારણ છે તેમ દરેક નેતા પણ પરિસ્થિતિજન્ય છે. દા.ત. નરેન્દ્ર મોદી જે અત્યારે તેમની નેતાગીરી માટે અત્યંત પ્રશંસા પામી રહ્યા છે. અને અત્યારે કોઈ તેમનો નજીકનો હરીફ પણ જણાતો નથી. તેઓ આ જ લક્ષણો સાથે ૧૯૫૧ની કે ૧૯૫૬ની પરિસ્થિતિમાં આટલા શક્તિશાળી નેતા બની શક્યા ન હોત.

ગાંધીજીનો જન્મ જો ૧૮૩૯માં થયો હોત તો તેઓ અત્યારે જગતમાં સૌથી પ્રસંશનીય નેતા તરીકે સ્થાન પામ્યા છે. તે પ્રકારના નેતા બની શક્યા ના હોત. કદાચ તેઓ નેતા તરીકે ઊભરી આવત પણ નહી. ટૂંકમાં પરિસ્થિતિજન્ય નેતાગીરી, સંસ્થાકીય નેતા કે કોઈપણ કંપનીના નેતાની સફળતા માટે તે સમયની પરિસ્થિતિને જવાબદાર ગણે છે. આ પરિસ્થિતિજન્ય (કન્ટીન્જન્સી) થીયરીમાં સૌથી વધુ શ્રેષ્ઠ કામ અમેરીકાના પ્રોફેસર ફીડલરે કર્યું છે અને તેમણે કન્ટીન્જન્સી મોડેલની રચના કરી. આ મોડેલ ઉભુ કરવા પ્રો.ફીડલરે તેમને સૌથી ઓછો ગમતો સહકાર્યકર (લીસ્ટ પ્રીફંડ કોવર્કર)નો સ્કેલ તૈયાર કર્યો છે. તેની ઓહાયો રીસર્ચ ગુ્રપે ટીમ કરી છે. જો દરેક પ્રકારનું સંસ્થાકીય નેતૃત્વ પરિસ્થિતિજન્ય હોય તે

અમુક પરિસ્થિતિમાં કોણ સફળ લીડર સાબીત થશે તે નક્કી કરવાનું મુશ્કેલ છે. કારણ કે દરેક પરિસ્થિતિમાં સેંકડો આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, જુથવાદી, પરિબળો કામ કરતા હોય છે. કઈ વ્યક્તિ તેની સાથે લીડરશીપ માટે 'ફીટ' થશે તે અટકળનો વિષય છે. આ પરિસ્થિતિમાં અમુક ચોક્કસ પરિબળોનો સમાવેશ થવો જોઈએ તેમ ફીડલર માને છે અને તેવા ત્રણ વિશિષ્ઠ પરિબળોનો સમાવેશ કરે છે:- (૧) લીડર - અનુયાયીઓ અથવા સર્બોડીનેટસ વચ્ચેના સંબંધો (૨) કયા પ્રકારનું કામ કરવાનું છે જેને ટાસ્ક સ્ટ્રકચર કહેવામાં આવે છે. (૩) લીડરનો પોઝીશન પાવર - લીડર પાસે તેના હોદ્દાની રૂએ કેટલી તાકાત છે.

સંસ્થાકીય લીડરશીપ કે રાજકીય લીડરશીપ ઉપર જે કાર્ય ઉપર ચર્ચા થઇ તેનાથી સંશોધકો ના અટકયા. તેમણે લીડરશીપનો નવો અભિગમ વિષે નવા વિચારો રજૂ કર્યા.

ન્યુ લીડરશીપ એપ્રોચ

૧૯૮૦ના દાયકામાં નેતૃત્વ અંગે અનેક અભિગમો ઊભરી આવ્યા. પ્રોબીએમબાસે ૧૯૮૫માં તેમના એક અગત્યના લેખ દ્વારા 'ટ્રાન્સફોર્મેશન લીડર' નો વિચાર (કન્સેપ્ટ) રજૂ કર્યો. ટ્રાન્સર્ફોમેશન લીડર એટલે તે માત્ર પરિવર્તન ના કરે પરંતુ ચાલુ ફોર્મ (એટલે આકાર)નું પણ પરિવર્તન કરે.

હવે સમસ્ત મેનેજમેન્ટ જગત ચેઇન્જ લીડરશીપની નહી પરંતુ ટ્રાન્સર્ફોમેશનલ લીડરશીપની વાત કરે છે. દા.ત. ઇયળમાંથી પતંગિયુ બને તે ઇયળનું તદ્દન નવું જ સ્વરૂપ છે અને ઇયળના કાર્યોથી તેના કાર્યો જુદા જ છે. ઇયળ ઊડી શકતી નથી પરંતુ પતંગિયું ઊડી શકે છે.  તે ઇયળ કરતા વધુ ગતિશીલ હોય છે વગેરે. તે પછી ૧૯૮૯માં જે એ કોન્જરે ચેરીસ્મેટીક (કરીશ્મા યુક્ત) લીડર પર પુસ્તક લખ્યું અને ચેરીસ્મેટીક લીડરશીપનો કરિશ્મા કયા રહેલો હોય છે તે 

રહસ્યને ઉજાગર કર્યું. ૧૯૮૮માં પ્રો.  શસ્કીને વીઝનરી લીડરશીપના વિચારને ઊજાગર કર્યો. આ પહેલા ઇ.સ. ૧૯૮૨ પીટર્સ અને વોટરમેનનું 'ઇન સર્ચ ઓફ એક્સેલન્સ' નામનું જબરજસ્ત પ્રતિષ્ઠિત પુસ્તક બહાર પડયું. તેમાં તેમણે કહ્યું કે અમે જે કંપનીઓનો આ પુસ્તક માટે અભ્યાસ કર્યો છે તેમાં જે સફળ કંપનીઓ હતી તેમણે એક યા બીજા તબક્કે 'ટ્રાન્સર્ફોમેશન લીડરશીપ' (આકાર બદલતી નેતાગીરી)નો અનુભવ કર્યો છે.

આ પ્રકારના સંસ્થાકીય નેતા કંપની માટે ઊંચા સ્તરનું 'વીઝન' ઘડે છે. લોકો કે કર્મચારીઓ આ વીઝન માટે અભિમાન લઇ શકે તેવું આ વીઝન હોય છે. લોકોમાં આ વીઝન મોટી અપેક્ષાઓ જગાવે છે અને તે માટે નેતાના વર્તન પર આ અપેક્ષાઓ અને વીઝનને અનુરૂપ હોય છે. આ પ્રકારના નેતા તેમના અનુયાયીઓને (કંપની હોય તો તેમના મેનેજરોને અને અન્ય કર્મચારીઓને) નવા નવા વિચારો સંસ્થામાં લાવવા માટે સતત પડકાર કરતા રહે છે.

વળી આ વીઝન અને તેની સફળતા માટે ટ્રાન્સર્ફોમેશન લીડર નવા નવા પ્રતીકો ઊભા કરે છે. લીડરશીપનો આ જે નવો અભિગમ છે તેની એક ટીકા એવી થઈ રહી છે કે નીચેના કે મધ્યમકક્ષાના નેતાઓની અવગણના કરે છે અને માત્ર સર્વોચ્ચ કક્ષાના નેતાઓનો જ અભ્યાસ કરે છે.

વળી તે સંસ્થામાં ઊભા થતા ઇનર્ફોમલ લીડર્સની પણ આ સંશોધનમાં અવગણના કરે છે. વળી ટ્રાન્સર્ફોમેશન લીડર પરિસ્થિતિનો આકાર મુળભૂત રીતે કેવી રીતે બદલે છે અને આ પ્રકારના લીડરશીપના નેગેટીવ પાસા કે નેગેટીવ અસરો કેવી હોય છે તેની પર સંશોધનો થયા નથી. કેટલીકવાર સંસ્થાઓમાં કે રાજકારણ કે અર્થકારણના પણ સ્યુડો ટ્રાન્સર્ફોમેશન લીડર્સ પણ જોવા મળે છે. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને આ પ્રકારના લીડર ગણી શકાય. ઓથેન્ટીક (ખરેખર સાચી) ટ્રાન્સર્ફોમેશન લીડરશીપ વિષે હજી ઘણા અભ્યાસો થવા જોઈએ.

આ ક્ષેત્રના સંશોધકો હવે ભવિષ્યમાં ઊભી થનાર સુપર લીડરશીપની અને તેના ભાવી લીડરશીપ કલ્ચરની ચર્ચા કરી રહ્યા છે. આ પ્રકારની લીડરશીપનું હાર્દ છે ''લીડીંગ અધર્સ ટુ લીડ ધેમસેલ્વ્સ'' - પોતાના અનુયાયીઓને લીડરશીપની તાકાતો ઉભી કરીને તેમને જ લીડર્સ બનાવી દેવા.

લીડરશીપ વિષે આપણે કેટલુ ઓછું જાણતા હતા અને તેને માટે 'હીરોવરશીપ' વાળા લેખો વાંચતા હતા પરંતુ લીડરશીપ હજી એક રહસ્યમય બાબત છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39hZnw3
Previous
Next Post »