હૃતિક રોશનની ફિલ્મના પાત્રને ન્યાય આપવા તનતોડ મહેનત


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 05 માર્ચ 2021, શુક્રવાર

હૃતિક રોશને પોતાના જન્મદિવસના દિવસે એકશનથી ભરપુર ફિલ્મ ફાઇટરની ઘોષણા કરી હતી. જેમાં તે દીપિકા પદુકોણ સાથે કામ કરતો જોવા મળવાનો છે. હવે આ ફિલ્મને લઇને તાજા સમાચાર આવી રહ્યા છે. 

સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, હૃતિક પોતાના પાત્રને ન્યાય આપવા માટે સખત મહેનત કરવા માટે જાણીતો છે. તે ફક્ત અભિનયમાં જ નહીં પરંતુ પોતાની ફિઝિક પર પણ પૂરતું ધ્યાન આપે છે. આગામી ફિલ્મમાં તેના ભરપુર દ્રશ્યો હોવાથી તેનું લુક પણ પાતળુ ચરબી વગરનું હોવું મહત્વનું છે. તેમજ તેના સ્નાયુઓ પણ સાથેસાથે સખત હોવા જરૂરી છે. તેથી હૃતિક સખત ડાયટિંગ કરી રહ્યો છે અને દિવસમાં ૩૦૦૦ કેલરી બાળી રહ્યો છે. 

હૃતિક પાસે બે વરસના પ્રોજેક્ટસ હોવાથી તે બેક ટુ બેક ફિલ્મોના શૂટિંગ કરશે. તેમજ તેની આગામી ફિલ્મની ઘોષણા થવાની પણ બાકી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OnjfGG
Previous
Next Post »