(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 05 માર્ચ 2021, શુક્રવાર
પીએમ નરેન્દ્ર મોદી અને મોદીઃ ધ જર્ની ઓફ અ કોમન મેન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર વધુ એક ફિલ્મ બની રહી છે. જેનું નામ હશે એક ઔર નરેન્દ્ર.
આ ફિલ્મમાં ગજેન્દ્ર ચૌહાણ નરેન્દ્ર મોદીના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં સ્વામી વિવેકાનંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારોને રૂપેરી પડદે દર્શાવામાં આવશે. ડાયરેકટર મિલન ભૌમિકે કહ્યુ ં હતુ ંકે આ ફિલ્મની વાર્તાને બે હિસ્સામાં દર્શાવામાં આવશે. એક વાર્તા નરેન્દ્રનાથ દત્તના રૂપે સ્વામી વિવેકાનંદની હશે, જ્યારે બીજી વાર્તામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જિંદગીને દર્શાવામાં આવશે.
આ ફિલ્મનું શૂટિંગ ૧૨ માર્ચથી શરૂ કરવાની યોજના છે. અને એપ્રિલના અંત સુધીમાં પુરુ કરવાના પ્લાનિંગ થયા છે. આ ફિલ્મના મોટા ભાગનું શૂટિંગ કોલકાતા અને ગુજરાતમાં કરવામાં આવશે. આ ફિલ્મનેમોદીના જન્મદિવસ ૧૭સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવાની યોજના છે.
ગજેન્દ્ર ચૌહાણે પોતાના રોલ વિશે કહ્યુ ંહતુ ંકે, હું પીએમમોદીના પાત્રને પૂરતો ન્યાય આપવાના પ્રયાસ કરીશ.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sUKdEs
ConversionConversion EmoticonEmoticon