સલમાન ખાનની આગામી ફિલ્મ માટે મુંબઇમાં તુર્કીનો સેટ રચાશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.12 માર્ચ 2021, શુક્રવાર

સલમાન ખાને ટાઇગરની ફ્રેન્ચાઇઝીના ત્રીજા ભાગની તૈયારી શરૂ કરી દીધી છે. થોડા દિવસો પહેલા જ ફિલ્મની મુખ્ય અભિનેત્રી કેટરિન ાકૈફને  વાઇઆરએફ સ્ટુડિયોની બહાર સ્પોટ કરવામાં આવી હતી. કહેવાય છે કે, મેકર્સ આ ફિલ્મને બનાવામાં કોઇ કસર છોડવી નથી. ફિલ્મના થોડા દ્રશ્યો ટર્કીમાં શૂટ કરવાના હતા જે હવે મુંબઇમાં જ ટર્કીનો સેટ બનાવી કરવામાં આવશે.

મળેલી જાણકારીના અનુસાર, મેકર્સે સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ટાઇગર ૩નું શૂટિંગ મુંબઇના સ્ટુડિયોમાં કરવાનો નિર્ણય લીધો છે. જોકે પહેલા તેની યોજના આ ફિલ્મના થોડા દ્રશ્યોનું શૂટિંગ ઇસ્તમબુલમાં કરવાની હતી, પરંતુ કોરોના વાયરસનો વધતો પ્રકોપ જોતા તેણે પોતાનો પ્લાન હવે બદલાવી નાખ્યો છે. 

રિપોર્ટના અનુસાર મેકર્સ હવે મુંબઇના એસઆરપીએફ ગ્રાઉન્ડમાં તુર્કી શહેરનો સેટ તૈયાર કરવાના છે. ફિલ્મના ડાયરેકટર એકશન સીન્સને લઇને કોઇ કમી છોડવા માંગતો નથી. સલમાનના ટાઇગર અને કેટરિનાના ઝોયાના પાત્રને જબરદસ્ત દર્શાવવા માટે મેકર્સ સખત તૈયારી કરી રહ્યા છે. ફિલ્મના સેટનું નિર્માણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ એપ્રિલના પહેલા અઠવાડિયે પુરુ થાય તેવી શક્યતા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30BpkCl
Previous
Next Post »