(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.12 માર્ચ 2021, શુક્રવાર
કોરોના વાયરસનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં બોલીવૂડના કલાકારો પણ કોરોનાના સપાટામાં આવ્યા છે. મનોજ બાજપાયીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે પોતાના ઘરમાં જ ક્વોરનટાઇન થયા છે.
મનોજ બાજપાયીની ટીમે આ વાતની પુષ્ટિ કરી છે કે, અભિનેતા આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તે કોરોનાના સપાટામાં આવી ગયા છે. ટીમે વધુમાં જણાવ્યું હતું કે, મનોજ જે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો તે ફિલ્મના દિગ્દર્શક કોરોનાગ્રસ્ત થયા હતા. આપછી મનોજનો રિપોર્ટ પર પોઝિટિવ આવ્યો હતો.
હાલ ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. થોડા મહિના પછી તેને ફરીથી શરૂ કરવામાં આવશે. મનોજને હાલ દવાઓ આપવામાં આવી છે અને તેની તબિયત સારી છે. તે ઘરમાં જ કોરોનોને લગતી સૂચનાઓનું પાલન કરી રહ્યો છે.
મનોજ કાનૂ બહલના દિગ્દર્શન હેઠળની ફિલ્મમાં કામ કરી રહ્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ દિલ્હી,મુંબઇ, અન ે લંડનમાં થવાનું છે. પરંતુ મનોજ બાજપાયી અને દિગ્દર્શક કોરોનાગ્રસ્ત થયા હોવાથી હાલ શૂટિંગને અટકાવી દેવામાં આવ્યું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bHZKlf
ConversionConversion EmoticonEmoticon