- સમય પર તો તારો જ કાબુ અને એ સમયના તમે જ બાબુ
- કોઈ તેના સમય ખિલૌનાને ખલેલ ન પહોંચાડે માટે તેણે પલંગ હેઠળ ધકેલી દીધું, સાચવીને
- એક એવું TIME CLOCK કે જેમાં તમે ધારો તેટલા સમયને વગાડી શકો
પ ડી જઈએ અને વાગે ત્યારે પૂછીએ : 'કેટલું વાગ્યું ?' એ જ રીતે માથામાં, હાથમાં, પગમાં કે બીજે ક્યાંય વાગે ત્યારે પૂછીએ છીએ : 'કેટલું વાગ્યું ?'
અને સમય જાણવો હોય ત્યારે પૂછીએ :
'કેટલા વાગ્યા ?' એટલે કે : સમય શું થયો ? ટાઈમ શો છે ?
સમય પણ એ રીતે વાગે છે ખરો.
નાનુ પાસે એક કરામત હતી. કરામતી ઘડિયાળ. તેની પર તમે ધારો તેટલા વગાડી શકો.
તેણે જોઇજોઇને એ પૂંઠા ઘડિયાળનું રમકડું તૈયાર કર્યું હતું.
એક રંગીન ચોરસ પૂંઠા પર તેણે ગોળાકાર આકૃતિ દોરી. તપેલી, વાટકી, થાળી કે રકાબીથી તેવી ગોળ રચના કરી શકાય. પછી અડધા એક ઇંચ કે છએક સેન્ટીમીટર પછી અંદર બીજું ગોળ દોર્યું.
ઘરમાં બધું ખાલી. કેન્દ્ર બિન્દુ પર નિશાની કરી, જ્યાં કાંટાં ગોઠવી શકાય !
કાંટા એટલે બાવળના કાંટાં, શૂળનાકાંટા, કલમના કાંટાં, પૂઠાંનાં કાંટા !
હવે જે ઉપરનાં બે કુંડાળા (સર્કલ) હતા તે જગામાં સમયના કાંટાં લખી નાખ્યાં. સમયના કાંટાં બાર. બરાબર ઉપર બાર, તેની નીચેની સામી બાજુએ બરાબર છ. ૧૨ થી ૬ની વચમાં એક સરખા અંતરે ૧, ૨, ૩, ૪, ૫ લખ્યા.
૧૨થી ૬ની ડાબી બાજુએ નીચેથી
૭, ૮, ૯, ૧૦, ૧૧ લખ્યા.
૩ અને ૯ એટલે કે ૯ અને ૩ બરાબર સામસામે આવવા જોઇએ. ઉપર નીચે ૧૨ અને ૬ આવે તેમજ,
ચોરસ પૂઠામાંગોળ અને ગોળાકારમાં ૧૨થી ૧૧ સુધીના આંક પૂંઠામાંથી જ કલમ જેવા બે કાંટા બનાવ્યા. એક નાનો, એક સહેજ મોટો. નાનો કલાકનો કાંટો, મોટો મિનિટનો કાંટો
એ Toy clock ઉપર તેણે લખ્યું.
સમય તમારા હાથમાં છે. બોલો કેટલા વગાડવા છે તમારે ? જે સમય કહો તે વાગી શકે છે.
આવું પૂંઠા-રમકડું બનાવ્યું. મોટું ઘડિયાળ જોઈ લો. થાકી ગયો નાનુ. કોઈ તેના સમય ખિલૌનાને ખલેલ ન પહોંચાડે માટે તેણે પલંગ હેઠળ ધકેલી દીધું, સાચવીને. તેનો ઇરાદો મિત્રો સાથે સમય-સમય રમવાનો હતો.
પણ કામવાળી, એટલે કે ગૃહસેવિકા સફાઈ કરવા આવી. મમ્મી કહે : 'જરા નીચેથી પણ બરાબર સાફ કરજે.'
કર્યું. તેમાં નાનુભાઈનું ટાઈમ-ક્લોક વેરવિખેર થઇ ગયું. નાનુ તથા મિત્રો આવ્યા ત્યારે ૧૨ ક્યાં હતો અને બે ક્યાંક ! છ અને ૯ ક્યાંક ઊડી ગયા હતા, બાર આંકડાના સમયનાં જ બાર વાગી ગયા હતા. નાનુએ તો રડારોળ કરી મૂકી.
મમ્મી કહે : 'એમાં શું ? બધાં ભેગાં થઇને ફરીથી સમયને ગોઠવો. આંકડાં ગોઠવાશે તો સમય પકડાઈ જશે. રમકડું ફરીથી જેવું હતું તેવું થઇ જશે.'
તેમ જ થયું. બધી બધાં મિત્રો : 'હવે તું એક વગાડ...તું ત્રણ વગાડ, તું ૬ વગાડ, તું ૯ વગાડ'
બન્ને કાંટા ગોઠવીને સમયને પકડી પાડયો. ઘર સેવિકાની નાનકી, બાળા સાથે આવી હતી. તે કહે : 'મા ! હું પણ આવું' સમય-ઘડિયાળ બનાવીશ.
ઘરે જઇ તેણે બનાવ્યું. તેનું જોઈ તેની સાહેલીઓએ બનાવ્યું. કોરોના કાળમાં બાળકોના આ કાળ યંત્રે એવી ધમાલ મચાવી કે કોરોના ક્યારે ગાયબ થઇ ગયો તેનીય કોઇને ખબર ન પડી. આજે હવે ઠેરઠેર આ ભર્નબં જોવા મળે છે.
- હરીશ નાયક
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rIj3k7
ConversionConversion EmoticonEmoticon