- કમળપાંદડીનો શુભ અને સુંદરના પ્રતીક જેવો ગુલાબી રંગ એટલે હોળીની ફાગણી પીળાશ પછી ધુળેટીની પુષ્પવસંત! આવો જાણીએ એની ફુલગુલાબી વાતો!
मधुसूदन के हस्त गुलाबी
बृज की गोपी मस्त गुलाबी
गोमुख, गोपद धूल गुलाबी
काली जमुना, कूल गुलाबी
राधा की चिर प्रीति गुलाबी
नटवर की हर नीति गुलाबी
मधुर गुलाबी जसुमति प्यार
बंधे कन्हाई जिस से हार !
नयन, अधर, नख, गाल गुलाबी
बहकी लहकी चाल गुलाबी
फूल, कली, नव पात गुलाबी
गयी शाम बरसात गुलाबी
संध्या का लहराता आँचल
सिक्त किरण चमकाता बादल
पंख, शंख, परवाज़ गुलाबी
गीत, सदा, आवाज़ गुलाबी
प्रथम प्रणय की आंच गुलाबी
पिया मिलन की सांझ गुलाबी
नन्हें पग और स्मित की रेख
हर्षाती माँ जिनको देख
शिशु तो लालम लाल गुलाबी
जीवन के कुछ साल गुलाबी
बिटिया से घर-द्वार गुलाबी
रीति, रस्म, व्यवहार गुलाबी
हाय! काट के प्याज़ गुलाबी
हो गईं आँखें आज गुलाबी
गोभी, शलजम और तरबूज
हुए गुलाबी कुछ अमरुद
दादी गातीं छंद गुलाबी
पान बीच गुलकंद गुलाबी
दादा जी की पाग गुलाबी
होते कुछ-कुछ साग गुलाबी
क्या होते कुछ घाव गुलाबी?
चढ़ता ज्वर और ताव गुलाबी?
और गुलाबी पर्ची थाम
छूट गए जिन सब के काम
क्या उनके हालात गुलाबी?
पत्नी करती बात गुलाबी?
सुंदर प्रकृति के ये रंग
लालच कर देता सब भंग !
आप कहें क्या और गुलाबी
वस्तु, कार्य या ठौर गुलाबी ?
શા ર્દૂલા નોગજાની આ ગુલાબી ગુલાબની પાંદડી ખેરવતી કવિતા વાંચીને કહો, ગુલાબી શબ્દ સાંભળતા તમને શું યાદ આવે? શિશુના નાનકડા હાથોના કોમળ નખ? જાંબુડાના ઠળિયાની છાલ? સંજના ગણેશન, નેહા ધૂપિયા, અનુષ્કા શર્મા એ લગ્નમાં પહેરેલ ડ્રેસ? માધુરી-જુહીની ગુલાબગેંગ મૂવી કે બચ્ચન-તાપસીનું પિન્ક? સંસ્કૃતિના બની બેઠેલા રક્ષકભક્ષક સામે થયેલી પિંક ચડ્ડી પ્રોટેસ્ટ માર્ચ? બ્રેસ્ટ કેન્સર- અવૅરનેસની ગુલાબી રિબિન? એલ્વીસ પ્રેસ્લીની પિન્ક કેડીલેક કાર? જાયસીએ રચેલો પદ્માવતીના રૂપનું વર્ણન કરતો દોહરો? વિષ્ણુની નાભિમાંથી નીકળીને જેના પર બ્રહ્મા બેઠા છે એ કમળપુષ્પની પાંદડીઓ? જેન્ટલમેન પ્રિફર બ્લોન્ડસ મૂવીમાં 'ડાયમન્ડસ આર ગર્લ્સ બેસ્ટ ફ્રેન્ડસ' કહીને કાયાની માયાના મોહપાશમાં બાંધતી અપ્સરા મેરેલીન મનરોનો ખ્યાતનામ ડ્રેસ? કે તેજાબના એકદોતીનમાં હિલોળા લેતી માધુરીનું સ્કર્ટ? પોરબંદર આવતા સુરખાબની ડોક? ગુલાબી પેણ પક્ષી કે છછૂંદર અને ભૂંડના બચ્ચાનું નાક? લોલિપોપ ચઘલવાની જીભ? કેશ્યન પર્શિયન બેલી ડાન્સરના ઉન્નત ઉરોજ પર ઉગેલી ટટ્ટાર અણીકળી? પિન્ક પેન્થર સિરીઝનો ડિક્ટેટીવ? બૂઢી કે બાલ કોટન કેન્ડી? પિન્ક સિટી જયપુર ને માંડુના ઝરૂખાઓ? રફાયેલના મડોના ઇન વિકિસ ચિત્રમાં મધર મેરીના ગાલની વાત્સલ્યસુરખી? અંધ કવિ હોમરના સહસ્ત્રાબ્દીઓ જૂના ગ્રીક કાવ્યમાં કરાયેલું ભૂલકાંની સૂર્યપ્રકાશમાં દેખાતી આંગળીઓનું વર્ણન? માર્શમેલોના સોફટ-ચ્યૂબોલ્સ? સ્ટ્રોબેરી મિલ્ક શેઇક? રોઝ આઇસ્ક્રીમ? બોર્દોની રતુમડી દ્રાક્ષનો રોઝ વાઇન? કે પછી નોટબંધી બાદ આવેલી બે હજારની નોટ?
કહો, કહો - ગુલાબી શબ્દથી શું યાદ આવે?
ગુલાબી વસંત અને ફાગણનો ય કેસરીપીળા જોડે ઠુમકતો રંગ છે. ગુલાલ શબ્દમાં ય કોઇ ગોરીના ગુલાબી ગાલ દેખાય! સામુદ્રિકશાસ્ત્રમાં ઉત્તમ સૌંદર્યના વર્ણનમાં પૂર્ણચંદ્રમુખી બિમ્બોષ્ઠી (હાથલા થોરના ફીંડવા જેવા રંગના બિંબફળ જેવા હોંઠ રતુમડા!) વિશાલનેત્રા, કંચનવર્ણા વગેરે બાદ શબ્દ છે: રક્તપુષ્પરોહા. યાને જેના હાથ કમળ જેવા ગુલાબી છે! હથેળી ને આંગળીનો ગુલાબી રંગ ફિક્કો પડે ત્યારે તંદુરસ્તી અને તબિયતમાં છીંડા પડે એ મેડિકલ ફેકટ છે. સંસ્કૃતમાં તો ગુલાબી રંગને જ 'પાટલ' કહેવાય. ને અંગ્રેજીમાં ગુલાબની પાંદડીઓને 'પેટલ્સ' - કહેવાય. ગુલાબી માટે બીજો સંસ્કૃત પર્યાય છે - શ્વેતરક્ત. ત્રીજો શબ્દ છે: નીલલોહિત. નીલ એટલે ભૂરુંવાદળી અને લોહિત એટલે લાલ. આમ પણ ટેકનિકલી પિંક ઇઝ બ્લુઇશ વ્હાઇટિશ રેડ ટોન!
પણ ગુલાબી ભારતીય સંસ્કૃતિમાં રાજસ્થાની પાઘડીથી પૂજાના પુષ્પો સુધીનો પ્યારો રંગ હોવા છતાં એનો પ્રાચીન શબ્દ જાણીતો નથી કે ફારસી ગુલ-આબનો શબ્દ વાપરવો પડે? એવો સણકો ઉપડવાની નવરાલઘરાઓમાં આજકાલ ફેશન છે. તો એને શ્યામ કે પીત (પીળા) હરિત: (હરા શબ્દ આવ્યો એ લીલો) જેવું નામ ન મળ્યું એનું કારણ છે કમળ! પદ્મ યાને કમળનો રંગ એ તુર્કીશ-બલ્ગેરિયન રોઝની ગુલાબી પાંદડીઓ આવી એ પહેલાથી ભારતમાં જાણીતો રંગ! આપણી ભારતની અને એશિયાથી યુરોપ જતા પટ્ટાની સુંદરીઓ હિમાચલ કાશ્મીરથી ઇઝરાએલ ઇરાનથી તુર્કીરોમાનિયા સુધી અદ્ભુત નમણી અને અડો તો લાલ ચાંઠા પડે ટેમપરરી એવી ગુલાબી હોય છે. આ રમણીઓ જેવું સૌંદર્ય બીજે ક્યાંય નથી. પશ્ચિમના ઘણા ખરા દેશોમાં ગોરી ફિક્કી ત્વચા છે. આફ્રિકામાં કાળી. વેનેઝુએલા જેવા અપવાદો સિવાય લેટિન અમેરિકન દેશોમાં તાંબાવરણી (કોપરસ્કિન જે આપણે ત્યાં પણ છે) અને ફાર ઇસ્ટ કહીએ એ જાપાન-ચીન વગેરેમાં પીળાશ પડતી. પણ આપણે ત્યાં ગોરી એટલે ખરેખર તો વ્હાઇટ- સફેદ નહિ પણ ગુલાબી!
કુમારસંભવમાં કાલિદાસ ઉમા/પાર્વતીના વર્ણનમાં કેવી લાજવાબ ઉપમા આપે છે. સુર્યાંશુર્ભિભિન્નભિવાઅવિંદમ્! એ પણ ક્યારે? વપુર્વિભક્તંનવયૌવનેન. લે ન સમજાયું? સંસ્કૃતિ એટલે માત્ર વૈરાગ જ નહિ. રસિક સર્જકતાનો ય વારસો છે. - નવયૌવન જ્યારે જુદાજુદા અંગોમાં વહેંચાયું, ત્યારે એનો દેહ સૂર્યના કિરણોથી વિકસેલું કમળ થઈ ગયો! આ શ્લોકમાં તો તૂલિકા એટલે ચિત્રકારની પીંછીનો ય ઉલ્લેખ છે, પણ આટલી લીટીમાં ય કેવું મનોહર શબ્દચિત્ર છે! કન્યા યૌવન ધારણ કરે ત્યારે સૂર્યકિરણના સ્પર્શે જેમ ગુલાબી કમળની પાંદડીઓ ખુલે એમ એના એક એક અંગ વિસ્તરીને ખીલી ગયા છે! કેવી - ફુલગુલાબી રોમેન્ટિક ઈમેજીનેશન. ફુલફટાક ફેન્ટેસી. એની જ આગળના શ્લોકમાં એના ગુલાબી ચરણકમળ (કમળ અગેઈન) - પૃથ્વી પર જ્યાં પડે ત્યાં એની ઝાંય ફેલાવતા હતા એવું લખ્યું છે!
હલાયુધ નામના કવિની હરિસ્તુતિમાં કૃષ્ણના મૂળરૂપ નારાયણ વિષ્ણુનું નાભિકમળ એ ભુવન/પૃથ્વી, બ્રહ્મા એનું બીજ, પર્વતો એના કંદ, સાગર એનો રસ આકાશ એની પાંખડીઓ ને તારાઓ એ કમળપાંદડીએ છલકતા ભમરા એવી કલ્પના છે! ચક્રની થિયરીમાં ય ભીતર સહસ્ત્રદલકમલ ખીલે એ અનુભૂતિની વાત છે. અને કમળનો રંગ ગુલાબી! એટલે અંદર કે બહાર - આપણી સંસ્કૃતિના તત્ત્વદર્શન મુજબ મિજાજમાં મોજથી ગુલાબી જ રહેવું. રમણલાલ સોનીની વાર્તાના નાયકના નામ જેવા ફાંકડા ફુલગુલાબી. પિયામિલનની પ્રતીક્ષાની અધૂરપ પણ આ ઉપમાથી વર્ણવાઈ છે. નિષ્પત્રં સરસીરૂહાં વનમિદં - પ્રેમના અભાવે જીવન પાંદડી - વિનાના કમળવન જેવું, એટલે સૂકા દાંડલા જેવું લાગે!
ભગવદ્ગોમંડલ લખે છે કે ગુલાબી એટલે મીઠું, ખુશનુમા, મજેદાર, આહલાદક! વાહ વાહ વાહ. સાંભળીને, વાંચીને ય રિફેશિંગ ફીલિંગ થવા લાગે તો જોઈને તો ઠંડક ને પ્રસન્નતાનો અહેસાસ થાય જ ને! ચાર્મિંગ, ટેન્ટર, સ્વીટ કલર ઈઝ પિંક. કોમળ નજાકતવાળો, આકર્ષક આનંદવાળો, કલર ફોર ચીઅર્સ. ગુલાબી કાર્ડ કે ડેકોરેશન પણ હોય તો જાણે આપણને વ્હાલથી બોલાવી સ્વાગત કરતું હોય એવું લાગે. પિંક ચ્યુઈંગ ગમ જેવી મધુરી મહેક એ રંગના વસ્ત્રો જોઈને ય ફેફસામાં આવે. (હવે દરેક વખતે એના કાળમુખો કોરોનો જ થોડો આવે?) જાપાન અને ન્યુયોર્ક - વેનકુંવરમાં ચેરી બ્લોસમ/સાકુરા સીઝનમાં જાવ તો ગુલાબી ગુલાબી ગુલાબી પાંદડીઓથી તરબતર, છલોછલ - ખીલેલા ચેરીના વૃક્ષો જાણે સદેહે સ્વર્ગની સફર માટે હગ આપવા પહોળા કરેલા હાથની જેમ ડાળી ફેલાવી ઉભા હોય એવું લાગે! શુદ્ધદેશીરોમાન્સનું સુશાંત પરણિતીનું ગીત ગણગણવાનું મન થાય ગુલાબી!
આ કેર એન્ડ વોર્મ્થ, કાળજી ને હૂંફના કોન્સેપ્ટને લીધે સ્કૂલના યુનિફોર્મ, હોસ્પિટલના પડદા કે ઘરની દીવાલો પર આછેરા ગુલાબી રંગછાંટણા હોય છે. ૧૯૮૦ના દસકામાં રિસર્ચ સાઈકિયાટ્રિસ્ટ એલેકઝાન્ડર સ્કાઉસે ડલ પિન્ક કહેવાય એવો કલર કેદીઓની - જેલોમાં કાળાને બદલે હોય તો એમનું વર્તન સુધરે એવું સૂચન કરેલું. ડઝનેક પિંક પ્રિઝન થયા ય ખરા. આરંભમાં દવાની પ્લેસિબો ઈફેક્ટની જેમ બધાને લાગ્યું પણ સારું સારું. પણ સ્કાઉસ એટલો પ્રામાણિક કે દાયકાઓ બાદ ફરી રિસર્ચ કરી એણે જ નોંધ્યું કે કશો ગુણાત્મક ફરક વર્તનમાં નથી થયો! કલર્સના ફીલગુડ ફેક્ટર હોય, 'લીંગલાસ્ટિંગ' કશું ન હોય. પણ સ્વીસ રિસર્ચર એલિવર ઝેનશોએ એના 'બેકર-મિલર પિંક' શેડને બદલે બીજા શેડના પ્રયોગ પછી થોડોક ફેર પડયો સ્વીઝવેલ્ડમાં એમ કહ્યું.
આ તારણો ડિબેટેબલ છે. અલગ અલગ રંગના સ્ટોનની માફક. ગુલાબી પથ્થરનું શહેર જયપુર ગણાય છે.
જે ગુલાબી પથ્થર અક્ષરધામ સહિત અનેક જાણીતા મંદિરોમાં વપરાય છે. મહેલો ને ભવ્ય હોટલોમાં ય છે. રાજસ્થાનમાં તો ઓઢણી શું પાઘડી ય - ગુલાબી મળે. શીખોમાં ય એમ જ. પણ હમણાં સુધી વેસ્ટર્ન વર્લ્ડમાં પિંક વળી ગર્લિશ - ગેઈશ કલર ગણાતો હતો પાછો! ભારતમાં આવા ખાતા છે નહિ સ્ત્રી કે પુરૂષ બે ય ગુલાબીના અલગ અલગ શેડસ પવિત્ર માની પહેરે છે. રાણી કલર એટલે મેજેન્ટા જેવો ફાસ્ટ - ગુલાબી તો ધૂમ મચાવે છે.
ગુલાબી કૂર્તા - શર્ટસ પણ લહેરથી પહેરાય છે. મીઠાઈઓ ગુલાબી હોય છે. શણગાર શુભપ્રસંગોના ગુલાબી હોય છે. ગુલાબી જેનસ્ટોન્સ ને મોતી પણ પહેરાય છે. અલબત્ત પિંક ડાયમંડ મોંઘેરી જણસ છે. ૧૨.૭૬ કેરેટનો આગોઈલ પિન્ક, ૨૪.૭૮ કેરેટનો બેશકીમતી ધ ગ્રાફ પિંક, ૧૪.૨૩ કેરેટનો ધ પરફેક્ટ પિંક, ૧૦.૯૯ કેરેટનો ફેન્સી ઈન્ટેન્સ પિંક આ બધા ગુલાબી 'અશુદ્ધિ' ધરાવતા હોઈ સફેદને બદલે ગુલાબી હીરા છે, જેની તગડા દામે નીલામી થાય છે.
એમ તો લોકડાઉનને વરસ પૂરું થયું એ હજુ ધૂળેટી - સરખી રમવાની જાહેરમાં છૂટ ન હોઈને યાદ રહે તો એ ય યાદ આવ્યું હશે કે અવરજવરનું પ્રદૂષણ ઘટયું ત્યારે મહારાષ્ટ્રમાં બુલઢાણા જીલ્લાના લોનાર સરોવર ગુલાબી થયાની તસવીરો યાદ આવી? પાણીનું પીએચ વધતાં હાલોફિલીક આર્ચિયા નામની જીવાણુને લીધે એનો રંગ કામચલાઉ ગુલાબી થયો, જેની સંખ્યા વધી ગઈ હતી. સુરખાબનો ગુલાબી રંગ આમ જ ખાસ પ્રકારની ઝેરી ગણાતી પણ એમને પચી જતી શેવાળ/આણીના બીટા કેરોટાઇડ રંગદ્રવ્યોને લીધે છે.
જે એમના મ્યુક્સ મેમ્બ્રેન તે ચરબીને ય ગુલાબી રંગ આપે છે. જન્મે ત્યારે ભૂખરા સુરખાબ એ ખાઈને ફુલગુલાબી થઈ જાય છે. એ ટોન જેટલો વધુ એટલા એ તંદુરસ્ત! પણ કુદરતે ગુલાબી રહેવા માટે અમુક જીવોને જ સ્પેશ્યલ સગવડ કરી આપી છે. બીજા રંગની ડાઈ પણ સુરખાબ ખાય તો એનો રંગ ન ફરે. આપણે ગાજરબીટ સ્ટ્રોબેરી રોજ ખાઈએ તો ય ત્વચા ન હોય ત્યાંથી ગુલાબી ન થાય! હા, હીમોગ્લોબીનને આયર્ન લોહીમાં સારું હોય તો ગુલાબી લાગે!
પોઈન્ટ ટુ બી નોટડે ફોર ફિમેલ. આયર્ન ડેફિશ્યન્સી કે એનિમિયા બહુ હોય છે આપણે ત્યાં એ રિસર્ચ અમેરિકાસ્થિત મૂળ ગુજરાતી કેન્સર સ્પેશ્યાલિસ્ટ ડૉ.ભાણજી કુંડરિયાએ ગાંઠના ખર્ચે કર્યો છે. ઈમ્યુનિટી શું, યાદશક્તિ ય ગોરાના નામે ફિક્કી ત્વચા હોય તો ડાઉન હોય છે. પછી મેકઅપ ગુલાબી કરવા પડે! કે સ્વીત્ઝર્લેન્ડની યાસ્મીન શાર્લોટ નામની યુવાન ડિઝાઈનર ટીચરે છેલ્લા વીસ વર્ષથી પહેર્યા એમ ગુલાબી કપડાં જ પહેરવાનો શોખ રાખવો પડે! પરણીને યાસ્મીને એના સ્વીપરશૂઝ, વોચ, ગોગલ્સ, ફોનકવર, ડ્રેસ, ઈયરિંગ્સ તો ઠીક ઘર જ આખું ગુલાબી કરી નાખ્યું છે! તકિયા, કાર્પેટ, ચાદર, સોફા, દીવાલો, ફ્રિજ બધું જ ગુલાબી! પિંક પ્રિન્સેસ. નામ કેમ પિંકી ન કર્યું એ નવાઈ લાગે. પિંક નામના ગુલાબી ફુલો પરથી તો યુરોપમાં ગુલાબી માટે પિંક શબ્દ આવ્યો!
મધ્યયુગના ચિત્રકારોએ દેવતાઇ જોબન બતાવવા ગુલાબી ઝાંય આપીને રૂપવતીઓના ચિત્રો દોર્યા. આજે બાર્બી ડૉલ જેવી ઢીંગલીના ડ્રેસ પણ ગુલાબી હોય ને ઘણા દીકરી આવે તો પેંડાને બદલે જલેબી વહેંચે (આમાં ય જેન્ડર ડિસ્ક્રીમિનેશન!) એમ દીકરીના બર્થમાં ગુલાબી ફુગ્ગા ઉડાડે! આવું ગુલાબી એટલે ગર્લિશ એવું જડબેસલાક ક્લાસિફિકેશન અગાઉ નહોતું. ઉલટું ૧૬મી, ૧૭મી, ૧૮મી સદીમાં બ્રિટનમાં લશ્કરી પોશાક લાલ હોઇ એનો પિંક શેડ તો મર્દાના કલર ગણાતો.
છોકરાઓ-પુરૂષો લહેરથી પહેરતાં. આજે સેક્સી ગણાતા પિન્ક લેડીઝ અન્ડરગાર્મેન્ટ્સનો ય યુગ નહોતો. ગોરી સ્ત્રીઓ એ પહેરે તો ઓલમોસ્ટ ન્યુડ લાગે એવું એમિલ ઝોલા જેવો ફ્રેન્ચ સાહિત્યકાર માનતો! જો કે કલાકાર રિચાર્ડ વેગ્નરે પિંક સાટીનના પોશાકો ગમતા. લુઇ પંદરમાની રખાત મેડમ પોમ્પેડુને તો ગુલાબી રંગ એટલો ગમતો કે એને ખુશ કરવા ફરમાશુઓએ એ વખતે પોર્સેલીન ક્રોકરીની ગુલાબી પોમ્પેડુ રેન્જ બહાર પાડેલી!
ન્યુયોર્કના મ્યુઝિયમ ઓફ ફેશન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વેબેરી સ્ટીમે પિન્ક પર એક્ઝીબિશન ગોઠવેલું. ને પ્રોફેસર પાઓલોટીએ તો બૂક લખી છે: 'પિંક એન્ડ બ્લ્યુ.' બ્લ્યુ નર નો ને પિંક માદાનો એ ક્લાસિફિકેશન બીજા વિશ્વયુધ્ધ પછી ફેશન ડ્રેશને રમકડાંના માર્કેટિંગને લીધે જડબેસલાક ઘુસી ગયું.
બાકી ૧૯૨૭માં ટાઇમ મેગેઝીનના સર્વેમાં ૬૦% છોકરાઓના કપડા ગુલાબી હતા. નાના બાળકો કાં સફેદ કાં ગુલાબી કપડાંમાં જ હોય. પછી છોકરો હોય કે છોકરી. એફ. સ્કોટ ફિટઝરાલ્ડની 'ધ ગ્રેટ ગટ્સબાય'માં હીરો જય ગટ્સબાય પરણીત પ્રેયસીને પિંક સૂટ પહેરી મળવા જાય છે! જેક બેડને ૧૯૧૩માં ફ્રેઝ આપેલો દારૂડિયા માટે સીઇંગ પિન્ક એલીફન્ટ! ને રાભડા જેવી ફાંકડી તબિયત માટે પિન્ક ઓફ હેલ્થ હતું જ.
પણ અબજપતિ હેનરી હટિંગ્ટને બે મોંઘા પેઇન્ટિંગ ૧૮મી સદીના બ્લ્યુબોય ને પિંકી ખરીદ્યા એમાં મીડિયાએ ચર્ચા ચગાવી. ત્યારના અમેરિકન પ્રેસિડેન્ટ આઇઝનહોવરની પત્નીનો એ ફેવરિટ કલર. વર્લ્ડવોર પછી જગતજમાદાર અમેરિકાએ હીરોઇનો ને સિંગર્સમાં પિંક ડ્રેસનું કલ્ચરલ માર્કેટિંગ એક્સપોર્ટની જેમ કર્યું. વિશ્વયુદ્ધમાં હિટલરે કોન્સ્ટ્રેશન કેમ્પમાં હોમોસેક્સ્યુઅલ્સ માટે ગુલાબી ત્રિકોણનો સિમ્બોલ રાખેલો. પાછળથી પંકહેડ્સના કવરમાંથી એ ગે કલર પણ ગણાયો. અમેરિકામાં એક તબક્કે ગુલાબી શર્ટ પહેરનાર પુરૂષ સ્ટ્રેઇટ નથી તે ગે રિલેશનનું ઈન્વીટેશન આપે છે, એવી છાપ પણ થઇ.
જો કે બીટલ્સમાં ગુલાબી કલરના ડ્રેસ પહેરાતા. મેડોનાએ તો પિન્ક ટૉપમાં ધૂમ મચાવી. માંડ આ સ્ટીરિયોટાઇપ્સ ફર્યા ને હવે ત્યાં પણ પિન્ક જેન્ડર ન્યુટ્રલ દિશામાં છે. સ્ત્રીને લગતું હોય ત્યાં પિંક સાઇન્સ હોય એ તો હજુ લાયરિંગ જડબેસલાક છે. બ્લુ જેન્ટલ કલર ગણાતો, ત્યાંથી સ્ટ્રોંગ ટાઇપમાં આવી ગયો. પણ રોઝ ગોલ્ડ આઇફોન બાદ નામ બદલીને ય ગુલાબી કલર હવે જ્વેલેરીમાં ય આવ્યો ખરો. પણ કોઇ પુરૂષ ગુલાબી માસ્ક પહેરે તો ઘણા ભવાં આપણે ત્યાં ય ચડી જશે!
રેન્વાર કે ડેંગાસ જેવાના ચિત્રોમાં ગુલાબી પરીઓ હતી. પણ વાદળી વસ્ત્રો ય સ્ત્રીના હતા. પ્રેટી ઇન પિંકમાંથી પ્રેટી ગર્લ્સ ઈન પિંકના જેવા ચોંચળા બહુ ચિબાવલાઓ કરે. બ્લુ કલરની થીમ રેસ્ટોરામાં ન હોય કારણ કે ભૂખ ન લાગે, પણ લાલમાં લાગે ને એવું બધું. પીળી પચરક ઉદાસ લાઇટો ઘરમાં રાખતા વેસ્ટર્ન વર્લ્ડ કરતા સફેદ લાઇટ્સનું ભારત ક્યાંય વધુ બહુરંગી છે. આપણો ફેસ્ટિવલ ઓફ કલર્સ જ લઇ લો ને? કુદરત પણ ગુલાબી ગુલાલની મુઠ્ઠીની જેમ ધુળેટી રમે છે.
ઉટાહના કોતરોમાં કે ફ્રેન્ચ વર્જીનિયા બીચ પર ગુલાબી રેતી હોય છે. બારમાસી ને કરેણ કેવા ડાકિલા કે ટયુલિપ કે રેડ જેવા પિંક રોઝ હોય છે. 'રેલી સ્કેટરિંગ' જેવી ઘટનાને લીધે ડૂબતા-ઉગતા સૂરજના માત્ર રાતી તરંગલંબાઇના કિરણો જ આંખ સુધી પહોંચતા ઉષા ને સંધ્યા કેસરીગુલાબી રંગોળી રોજ આકાશમાં જોવા મળે!
આપણા જાંબૂ પરથી શ્યામગુલાબી (વાયોલેટ પર્પલ) કલરને થાઇ ભાષામાં એન્યૂ કહે છે. જાપાનમાં તો ગુલાબી ઈરોટિક કલર છે. ગુલાબી આંખે કરીને જુઓ જિંદગીને, તો હર રોજ ધુળેટી રમવા જેવા કલરફુલ થઇ શકશો. લાલ હો કર ફિર ગુલાબી સે જરા કથ્થઇ હોના, ઔર ભી કઇ રંગ ખીલતે હોંગે તુમ્હારે હૃદય મેં. - 'ખાક'ની ચોટદાર લઘુકવિતા છે આ! હુસ્નના લાખો રંગમાંથી પ્રભાવી રંગ ગુલાબી છે. બોલ્ડ સેક્સી સોફટ. જીભ અને જઠરનો રંગ. ગૃહ્યાંગોની આંતરત્વચાનો રંગ! એટલે જેનિટલ્સ ડાર્ક સ્કિનમાં ય ભીતરથી પિંક હોય છે. એ સર્જનનો રંગ છે. મિલના લાલ રંગ પહેલાની છડી છે.
પ્રિયતમાના ટેરવાં પ્રેમપત્રોની ગુલાબી મોસમનો રંગ છે. એ જ બચપણનો રંગ છે. ગુલાબી બાળકો હોય છે. આપણા નખ જેવા આખેઆખા! એ રમકડાં અને માસૂમિયતનો રંગ છે. ધૂળેટીનો સિગ્નેચર કલર છે. સ્ત્રીઓ સાથે તો એવો જોડોયો હશે કે ગુલાબ-કમળની જેમ એ ય નાજુક ને ખીલે, ખુલે, ખરે - ગુલાબ જીસ્મ કા! ફલાવરના તો કલર જ સ્પ્રિંગમાં મેટિંગ માટે છે! રંગથી, અંગથી, ઉમંગથી અને રમો હોળી જ નહિ, આ જીંદગી પણ! નહિ તો તેરી દો ટકિયા કે નૌકરી મેરા લાખો કા સાવન જાયે ની જેવું. ચાકરી ન કરવા જશો ભરથાર ગુલાબી વાળું જૂનું ગીત યાદ કરજો!
ફાસ્ટ ફોરવર્ડ
કહ તો દે હમ ઉન કે કાનમેં, રાઝ કી બાત સભી
પર કાન કે પાસ, ઉન કે ગુલાબી ગાલ ભી તો હૈ!
(સાકેત ગર્ગ)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3flZtaa
ConversionConversion EmoticonEmoticon