- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા
- એક છેડે જમ્મુ-, બીજી બાજુ કાશ્મી.2 ચિનાબ નદી પર જગતના સૌથી ઊંચા રેલવે પુલની કમાનોનો હસ્તુમેળાપ બન્નેં વચ્ચેશ પહેલી વાર લોઢાના પાટે સંબંધ સ્થાચપી રહ્યો છે
- માર્ચ 18, 2021ના રોજ ચિનાબ બ્રિજની કમાન પૂર્ણતઃ રચાઈ ત્યાેરે સપાટીથી તેનું લેવલ લગભગ 1,200 ફીટે હતું. (એક સરખામણીઃ ફ્રાન્સૂનો એફિલ ટાવર 1,063 ફીટ ઊંચો છે.) વિશ્વમાં બીજે ક્યાંય આટલી ઊંચાઈએ રેલવે સેતુનું નિર્માણ કરાયું નથી. ચિનાબ બ્રિજે વર્લ્ડ-રેકોર્ડ પ્રસ્થા્પિત કર્યો છે.
જમ્મુ્નો રિયાસી તાલુકો હિમાલયની પર્વતમાળાથી ઘેરાયેલો છે. ઓછામાં ઓછા પ,૦૦૦ ફીટ અને મહત્તમ ૧૪,૦૦૦ ફીટ ઊંચા પહાડોના ઢોળાવો પર તેમજ ખીણોની ગોદમાં અનેક ગામો વસેલાં છે. આ પૈકી બક્કાલ અને કૌરી વચ્ચેડની ઊંડી ખીણમાં વહેતી ચિનાબ નદી પર છેલ્લાંટ કેટલાંક વર્ષથી વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બની રહ્યો છે. પોલાદનો એ સેતુ arch/ આર્ચ પ્રકારનો એટલે કે કમાનાકાર છે. નદીના સામસામા કિનારેથી એકસાથે બે નોખી કમાનોનું બાંધકામ ઘણા વખતથી ચાલતું હતું. માર્ચ ૧૮, ૨૦૨૧ના રોજ ઇજનેરોએ બન્નેર કમાનો વચ્ચેત હસ્તકમેળાપ કરાવી બહુ મોટું સીમાચિહ્ન પાર કર્યું છે.
ચિનાબ બ્રિજ તરીકે ઓળખાતો પુલ કઠિન ઇજનેરી પડકાર છે. આગામી ચંદ મહિનામાં બ્રિજ પૂર્ણતઃ બની રહ્યા પછી તેની ગણના ઇજનેરી અજાયબી તરીકે થવાની છે. અલબત્ત, ઇજનેરી ઉપરાંત તેનું વ્યાવહારિક મહત્ત્વ પણ છે. કારણ કે ચિનાબ બ્રિજ થકી પહેલી વાર જમ્મુઉ અને કાશ્મી ર ખીણપ્રદેશ રેલવે લાઇન થકી એકબીજા જોડે સાંકળવાના છે. એક જ રાજ્યના (હવે કેંદ્રશાસિત પ્રદેશના) બે જુદા ભૌગોલિક છેડા વચ્ચેવ ઇતિહાસમાં પહેલી વાર રેલલિંક સ્થેપાવા જઈ રહી છે. આજે જાણીને નવાઈ લાગે કે જમ્મુ -શ્રીનગરને લોઢાના પાટે સાંકળી લેવાનો માટેનો પ્રસ્તારવ છેક ૧૯૦પમાં મુકાયો હતો—અને છતાં પૂરાં ૧૧૬ વર્ષે હસ્તેમેળાપનું મુહૂર્ત નીકળ્યું છે!
એપ્રિલ ૧૭, ૧૮પ૩ના રોજ મુંબઈના બોરીબંદર અને થાણે વચ્ચેલ પહેલી ટ્રેન દોડી એ સાથે હિંદુસ્તાછનમાં રેલયુગનાં મંડાણ થયાં. પચાસેક વર્ષના સમયગાળામાં તો હિંદુસ્તાટનનાં ઘણાં મુખ્યસ શહેરો રેલવે થકી સંકળાઈ ચૂક્યાં હતાં. કાશ્મી ર રજવાડાને રેલવેનો લાભ ૧૮૯૭માં મળ્યો. જમ્મુે અને સિઆલકોટ (વર્તમાન પાકિસ્તાન) વચ્ચેટ તે વર્ષે નિયમિત રેલવે સેવા શરૂ થઈ. આઠેક વર્ષ પછી બ્રિટિશહિંદની સરકારે શ્રીનગરને રાવલપિંડી (વર્તમાન પાકિસ્તાન) તથા જમ્મુસ સાથે રેલમાર્ગે જોડવાની કાશ્મીસરના મહારાજા પ્રતાપ સિંહ સમક્ષ રજૂઆત કરી. મહારાજાએ મંજૂરી પણ આપી, પરંતુ પ્રોજેક્ટની રૂપરેખા કાગળ પર જ રહી ગઈ. આઝાદી સુધી તો ઠીક, સ્વમતંત્રતા મળ્યા બાદ પણ કાશ્મીાર ખીણ ટ્રેનસેવાથી વંચિત રહી. દરમ્યા ન જમ્મુ નગર પઠાણકોટ અને જાલંધર જેવાં શહેરો મારફત રેલવેના પાટે બાકીના ભારતથી જોડાયું.
■■■
વર્ષો વીત્યાંન. જમ્મુર-શ્રીનગર રેલલિંકના ૧૯૦પમાં રજૂ કરાયેલા અને પછી ભૂલી જવાયેલા સૂચિત પ્રોજેક્ટને ૧૯૯૪માં ફરી યાદ કરાયો. ભારતીય રેલવેએ તે માટે બજેટ ફાળવ્યું, પરંતુ પાટા બિછાવવાનું કામકાજ હોતા હૈ, ચલતા હૈ!ના ધોરણે આગળ વધ્યું. કોઈ પણ કાર્યને પૂર્ણ કરવામાં ઇચ્છાુશક્તિ નિર્ણાયક પરિબળ હોય છે. અહીં તેનો તીવ્ર દુકાળ હતો. ગોકળગાયને પણ ઉસૈન બોલ્ટ્ કહેવડાવે એ ગતિએ ચાલતા કાર્યમાં થોડીઘણી ઝડપ આવી હોય તો ૨૦૦૨ પછી કે જ્યારે કેંદ્ર સરકારે જમ્મુગ-શ્રીનગર રેલવે લાઇનને રાષ્ટ્રી ય પ્રોજેક્ટ જાહેર કરી ૬,૦૦૦ કરોડનું જંગી બજેટ ફાળવી આપ્યું.
નાણાંકોથળી ખૂલ્યાપના ત્રણેક વર્ષ પછી જમ્મુર-ઉધમપુર રેલસેવા શરૂ થઈ. ફક્ત પ૩ કિલોમીટર લાંબા પાટા બિછાવવામાં ૨૧ વર્ષ લાગ્યાં! આટલો બધો વિલંબ થવાનું એક કારણ પેલી હોતા હૈ, ચલતા હૈ...વાળી નિરાંતની ફિલસૂફી તો ખરી, પણ બીજું લોજિકલ કારણ દુર્ગમ પહાડી ક્ષેત્ર હતું. હિમાલયના પર્વતોમાં બારૂદી ધડાકા કરીને કુલ ૨૨ બોગદાં કોતરવા પડ્યાં, જેમાંનું એક તો અઢી કિલોમીટર લાંબું હતું. ત્રેપન કિલોમીટરના રૂટ પર ઊભા કરાયેલા પુલોની સંખ્યાણ ૧પ૮ કરતાં ઓછી નહોતી.
આ તરફ જમ્મુહની ઉત્તરે ઉધમપુર સુધી અને ત્યાકર પછી ઉધમપુરથી વધુ ઉત્તરે વૈષ્ણોદેવી ધામના કતરા સુધી રેલવેના પાટાની બિછાત થઈ. પેલી તરફ શ્રીનગર તથા તેની દક્ષિણે બનિહાલ લગી ટ્રેક નખાયો. જમ્મુન-શ્રીનગર રૂટ પર હવે કોઈ કામ બાકી રહ્યું તો કતરાને બનિહાલ જોડે સાંકળવાનું—અને ત્યાંન એક કહેતાં અનેક ભૌગોલિક અડચણો હતી. હિમાલયના પર્વતોનો ખીચોખીચ પથારો હતો, જેમાં રેલમાર્ગ ચાતરવા માટે બધું મળીને ૬૩ કિલોમીટર લાંબી ટનલો તથા કુલ સાડા સાત િકલોમીટર લાંબા પુલો બનાવવા પડે તેમ હતા. સૌથી મોટી સમસ્યાત તો જમ્મુ ના રિયાસી જિલ્લા ના બક્કાલ અને કૌરી ગામો વચ્ચેકની ઊંડી કોતરમાંથી વહેતી ચિનાબ નદીને ઠેકી જવાની હતી. કોતરની ઊંડાઈ લગભગ બારસો ફીટ અને પહોળાઈ પંદરસો ફીટ હોવાનું જોતાં પુલનું નિર્માણ સખત ચેલેન્જિંડગ સાબિત થવાનું હતું.
ચિનાબના સામસામા કાંઠાનું ભૂસ્તરરીય બંધારણ તપાસ્યાભ પછી ઇજનેરોએ arch/ આર્ચ પ્રકારનો બ્રિજ બનાવવાનું ઠરવ્યુંઠ. આર્ચ યાને કમાન, જે ઉપર તરફ વળેલી હોવાને લીધે તેના પર ટ્રેનનું વજન આવે ત્યારે તે પોતાના ડાબા-જમણા છેડા તરફ તેને ટ્રાન્સ્ફર કરે છે. કેટલુંક વજન આર્ચને આધાર આપતા મજબૂત સ્તંસભોને પણ વરતાય, જેમની કસોકસ બાંધણી પુલને મજબૂતી પ્રદાન કરે છે.
અલબત્ત, ઇજનેરી પ્લાસનમાં જ ડખો હોય તો તેના પરથી બનેલો આર્ચ બ્રિજ ફસક્યા વિના રહે નહિ. કમાન વધુ પડતી લાંબી હોય કે પછી તેને ટેકો દેનારા સ્તંેભો જોઈએ તેટલા મજબૂત ન હોય ત્યા.રે પુલની સુરક્ષા જોખમાય છે. ભારેખમ ટ્રેનનું વજન કમાનના બન્નેમ છેડા તરફ ટ્રાન્સાફર થતું સ્તંનભોને કડાકાભેર તોડી નાખે.
માનો કે સ્તંનભ પોતે અડીખમ છે, પણ કમાનમાં કચાશ રહી ગઈ, તો એવે વખતે ડાબા-જમણા સ્તંનભોનું વળતું દબાણ કમાનને વચલા ભાગે કડાકાભેર બટકાવી નાખે. આ બધા અને આવા તો બીજા અનેક તકાદા ધ્યાુનમાં રાખી ઇજનેરોએ કમાનની અને સ્તંંભોની વરસોવરસ ટકે તેવી ઠસોઠસ મજબૂતીવાળી ડિઝાઇન તૈયાર કરી દીધી. સાલ ૨૦૦૭ની હતી. વધુમાં વધુ બે વર્ષની અંદર ચિનાબ બ્રિજ ઊભો કરી દેવાનો મૂળ પ્લાકન હતો. પરંતુ તેને બદલે કામકાજ ઠચૂક ઠચૂક ચાલ્યું . સપ્ટે મ્બ ર, ૨૦૦૮માં થંભી જ ગયું.
આ સૂચિત પુલનું બાંધકામ આગળ ચલાવવું કે નહિ તેનો નિર્ણય એક રૂકા હુઆ ફૈસલા પેઠે હા અને ના વચ્ચેુ ઝોલાં ખાતો રહ્યો. આખરે ૨૦૧૭માં ફેસલો ‘હા’માં આવ્યો અને પુલના બાંધકામમાં સપાટો બોલ્યોઝ. ચિનાબ નદીના બેય કાંઠે પર્વતીય ઢોળાવ ઉપર ૪૨૬ ફીટ અને ૩૨૮ ફીટ ઊંચા બે સ્તંભો ઊભા કરી દેવાયા. આગામી તબક્કો ધાતુની મજબૂત કમાન રચવાનો હતો—અને તે સૌથી કઠણ કાર્ય હતું.
ચિનાબ નદીએ રચેલી ૧,૨૦૦ ફીટ ઊંડી અને ૧,પ૦૦ ફીટ પહોળી કોતરથી ઉત્તુંગ ઊંચાઈએ કશા આધાર વિના હવામાં લટકતી કમાન રચતી વખતે એક જોખમ સૂસવતા પવનનું હતું. આ પહાડી વિસ્તાારમાં ઘણી વાર કલાકના ૨૦૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય. આટલી તીવ્ર થપાટો લોખંડના કાચા માળખાને હલબલાવી નાખે અને હાડમાંસના માણસને તો ક્યાંય ફંગોળી દે. આથી ઇજનેરોએ તથા શ્રમિકોએ સાવધાની વર્તવી પડે.
બીજું, મેદાની પ્રદેશોમાં પુલો માટે જે સ્ટીલ વપરાય તે અહીંના વિષમ વાતાવરણમાં ન ચાલે. શિયાળામાં બક્કાલ અને કૌરી ગામોનું તાપમાન શૂન્ય નીચે પંદર અંશે સરી જાય ત્યાવરે કઠોર ઠંડીમાં સામાન્યલ પોલાદની મજબૂતીનો ગુણધર્મ જોખમાય. આથી ચિનાબ બ્રિજ માટે ખાસ પ્રકારનું સ્ટીયલ બનાવવું પડે. ઇજનેરોએ તે માટે ઇન્ડિથયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજિ, રૂરકી તથા ઇન્ડિ યન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સિુસ, બેંગલુરુના ધાતુનિષ્ણાસતોને રોક્યા. આઇસ કોલ્ડ વાતાવરણમાં પણ મજબૂતીનો ગુણધર્મ જાળવી રાખે તે પ્રકારનું ઉચ્ચમ ગુણવત્તાનું સ્ટી્લ તૈયાર કરાયું અને તેના વડે ૬૩ મિલિમીટર જાડાઈ ધરાવતા સેક્શન્સ (ટુકડા) ઘડવામાં આવ્યા.
સ્ટીુલની મજબૂતી કેટલી તેનો ખ્યા લ એ વાતે મળે કે ભવિષ્ય(માં ધારો કે કોઈ આતંકવાદી ડાઇનામાઇટ વડે પુલની કમાનમાં ધડાકો કરે તો પણ ધાતુના સેક્શન્સને નુકસાન પહોંચવાની સંભાવના નહિવત્ જેવી છે. ધાતુની કમાન જેના ટેકે ઊભી કરાઈ છે તે સ્તંીભોનું કોંક્રિટ પણ પ્રચંડ બારૂદી વિસ્ફોછટની માર ખમી લે એટલું કાઠું છે.
કુલ મળી ૨પ,૦૦૦ ટન સ્ટીમલમાંથી બનેલી હજારો પેનલોને પરસ્પ ર જોડવા માટે ૬,૦૦,૦૦૦ જેટલા નટ-બોલ્ટે તથા રીવેટો વપરાયા છે. વેલ્ડિંેગના અસંખ્યડ ટાંકા પણ લેવાયા છે. માર્ચ ૧૮, ૨૦૨૧ના રોજ ચિનાબ બ્રિજની કમાન પૂર્ણતઃ રચાઈ ત્યા રે સપાટીથી તેનું લેવલ લગભગ ૧,૨૦૦ ફીટે હતું.
(એક સરખામણીઃ ફ્રાન્સયનો એફિલ ટાવર ૧,૦૬૩ ફીટ ઊંચો છે.) વિશ્વમાં બીજે ક્યાંય આટલી ઊંચાઈએ રેલવે સેતુનું નિર્માણ કરાયું નથી. ભારતના ચિનાબ બ્રિજે એ બાબતે વર્લ્ડ-રેકોર્ડ પ્રસ્થાંપિત કર્યો છે. ડિસેમ્બચર, ૨૦૨૧માં જમ્મુ અને કાશ્મીબર વચ્ચે રેલમાર્ગ શરૂ થાય એ સાથે એક ભગીરથ ઇજનેરી પ્રોજેક્ટ સંપન્નિ! એ પ્રોજેક્ટ કે જેમાં ઇજનેરી કરતાં ઇચ્છાેશક્તિના અભાવની અડચણ વધારે હતી.
■■■
ભારતભૂમિ પર પહેલી ટ્રેન ઓગણીસમી સદીના મધ્યારહ્ને દોડી એ હિસાબે રેલવે ટેક્નોલોજિનું પારણું આપણે ત્યાં ઘણું વહેલું બંધાયું. આમ છતાં ઇજનેરી નહિ, પણ ઇચ્છાશક્તિના અભાવે આજની તારીખે આપણે કાશ્મી ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, લદ્દાખ વગેરે જેવા પહાડી પ્રદેશોમાં રેલવેનું સંકીર્ણ નેટવર્ક સ્થાબપી શક્યા નથી. યુરોપમાં આલ્પ્સ્ના પહાડોમાં વસેલા ખોબા જેવડા સ્વિેટ્ઝરલેન્ડવની વાત કરીએ. અહીં પ્રથમ ટ્રેન આપણા કરતાં માંડ એકાદ-બે દાયકા વહેલી દોડી, છતાં સ્વિ્ટ્ઝરલેન્ડે. ગગનચુંબી પહાડોમાં બહુ નજીવા સમયમાં ૧,૦૦૦ કિલોમીટર લાંબું રેલ નેટવર્ક સ્થા પી દીધું છે.
ઇન્ટગરલેકન શહેરથી ઊપડતી યોંગફ્રાઉ નામની એક રેલવે તો આલ્પ્સલના પર્વતમાં છેક ૧૧,૩૩૨ ફીટની ઊંચાઈએ પહોંચે છે. એન્જિેનિઅરિં ગ અજાયબી જેવી તે રેલવે લાઇન નખાઈ ક્યારે? છેક ૧૯૧૨માં! સો વર્ષ પહેલાં. આજની તારીખેય તે પહાડી ટ્રેન કાર્યરત છે અને તેની સહેલ માણવા માટે વર્ષે ૧૦ લાખ પર્યટકો સ્વિખટ્ઝરલેન્ડક આવે છે.
પર્વતોમાં રેલવે નાખવાની ટેક્નોલોજિ અંગ્રેજો આપણને વીસમી સદીના પૂર્વાર્ધમાં આપી ચૂક્યા છે. દાર્જિલિંગ, ઊટી, સિમલા વગેરે જેવી ટ્રેનો બ્રિટિશહિંદના શાસનમાં સ્થજપાઈ હતી. આથી પર્વતોમાં રેલવે નાખવાની ટેક્નોલોજિ ભારત પાસે હાથવગી છે—અને છતાં આઝાદીનાં પોણોસો વર્ષે કાશ્મીલરને રેલવેનો લાભ મળશે એ કેવી ટ્રેજેડી? સિક્કિમ, હિમાચલ, ઉત્તરાખંડ, લદ્દાખ તો હજી એવા લાભના વેઇટ લિસ્ટમાં ઊભા છે. કાશ્મીજરની જેમ તેમનો પણ વારો વહેલોમોડો આવે તેવી આશા જીવંત રાખીએ. દરમ્યામન જમ્મુી-કાશ્મી ર ખીણ વચ્ચે ચિનાબ પુલના પ્રતાપે પહેલી વાર પાટાના સંબંધોની છેડાછેડી સ્થમપાયાના ગોળધાણા મુબારક! ■
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39kQGS2
ConversionConversion EmoticonEmoticon