- આદુનો રસ, મધ અને તુલસીના રસનું મિશ્રણ દિવસમાં ત્રણ-ચાર વખત અડધી અડધી ચમચી ચાટવાથી શરદી-ઉધરસમાં ફાયદાકારક નીવડે છે.
- કમળકાકડીનું ચૂરણ દૂધમાં ઉકાળી પીવાથી પ્રદરની તકલીફ દૂર થાય છે. કમરના દુખાવામાં રાહત થાય છે.
- દાડમના રસમાં તુલસીનો રસ ભેળવી શિશુને ચટાડવાથી દાંત સરળતાથી નીકળે છે, ઝાડા નથી થતાં, દાડમની છાલ બરાબર ધોઇ સાફ કરી બાળકના હાથમાં આપવી તેને ચાવવાથી દાંત સરળતાથી ફૂટશે.
- હરડે, સૂંઢ અને ગોળ સપ્રમાણ લઇ અડધી ચમચી ભોજન પૂર્વે પાણી સાથે સેવન કરવાથી પાચનશક્તિ સુધરે છે. નિયમિત કરવાથી અવશ્ય ફાયદો થશે.
- * કૃષ કાય છો? ચિંતા નહીં કરો. વધુ પડતી દુબળી, પાતળી, ગાલ બેસેલી વ્યક્તિઓ સિંગોડાના લોટની રોટલી ખાય તો શરીર પર મેદ જમાવી શકશે. રોટલી ઉપરાંત હલવો ખાવાથી પણ ફાયદો થશે.
- નખ પર એરંડિયાના તેલથી નિયમિત મસાજ કરવાથી નખ ચમકીલા થાય છે.
- એરંડિયુ અને કપૂર ભેળવી પેઢા પર સવાર-સાંજ લગાડવાથી પાયોરિયાથી મુક્તિ મળે છે.
- એરંડિયુ, ચણાનો લોટ તથા ચપટી હળદર ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર રગડવાથી ચહેરા પરની કાળાશ, કરચલી દૂર થાય છે તથા ત્વચા ચમકીલી બને છે.
- માર લાગવાથી આવેલ સોજા પર એરંડાના પાન પર તલનું તેલ લગાડી ગરમ કરી બાંધવાથી રાહત થાય છે.
- હાથ-પગના ચીરા પર એરંડિયુ લગાડવાથી લાભ થાય છે.
- મીઠું અને સરકાના ધોળથી તાંબાના વાસણો ઘસવાથી ચમકીલા બનશે.
- કારેલા સાથે કાચી કેરીની ચીરીઓ રાંધવાથી કારેલાની કડવાશ દૂર થશે ઉપરાંત શાક સ્વાદિષ્ટ લાગશે.
- ભીંડાનું શાક બનાવતી વખતે અડધી નાની ચમચી સરકો નાખવાથી ભીંડાનો રંગ જળવાઇ રહેશે.
- મીનાક્ષી તિવારી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38mdmAR
ConversionConversion EmoticonEmoticon