કાતિલ મૈં રોનેવાલા નહીં, કવિ હૂં,
મૈં કાતિલ હૂં ઉનકા જો
ઈન્સાનિયત કો કત્લ કરતે હૈ,
હક્ક કો કત્લ કરતે હૈ,
સચ કો કત્લ કરતે હૈ,
મુઝે દેશદ્રોહી કહા જા સકતા હૈ
લેકિન મૈં સચ કહતા
હું યહ દેશ અભી મેરા નહીં હૈ
યહ તો કેવલ કુછ હી 'આદમિયો' કા હૈ
ઔર હમ અભી આદમી નહીં હૈ,
બડે નિરીહ પશુ હૈ
હમારે જિસ્મમેં પાલતૂ
મગરમચ્છોને દાંત ગડાએ હૈ,
ઉઠો અપને ઘર કે ધુંઓ !
ખાલી ચૂલ્હો કી ઓર દેખકર ઊઠો ઊઠો
કામ કરનેવાલો મજદૂરો ઊઠો
ક્યોં ઝિઝકતે હૈ
આઓ ઊઠો
મેરી ઔર દેખો મૈં અભી જિંદા હૂં
લહરોં કી તરહ બઢે,
ઈન મગરમચ્છો કા દાંત તોડ ડાલે
ઓર જો ઈન મગરમચ્છો કી
રક્ષા કરતે હૈ
ઉસ ચહેરો કા મૂંહ ખૂલને સે પહલે
ઉસમેં બંદૂક કી નાલી ઠોંક દે.
- કવિ 'પાશ' અવતારસિંહ સંધુ
વિદ્રોહ ખરેખર તો માણસને જીવતો રાખે છે. પરંતુ સત્યના રણકા વગરનો વિદ્રોહ નિર્જળ રણમાં મ્હોરેલી વસંત જેવો છે. પંજાબી ક્રાંતિકારી કવિ 'પાશ'ના દરેક અક્ષરમાં આગ ધધકતી હતી. શેરી નાટકો કરી જાગૃતિ લાવનાર સર્જક સફદર હાશમીએ કરેલો વિદ્રોહ તેને મોત સુધી લઈ ગયો. 'હલ્લા બોલ'નો બુલંદ અવાજ કુટિલ રાજકારણ પાસે ઓલવાઈ ગયો. બંગાળમાં અત્યારે ચુંટણીનો માહોલ ગરમાયો છે. મમતા અને મોદી વચ્ચે વાકયુદ્ધ મંડાયું છે. સરકાર સામે વિરોધનો વંટોળ ફૂંકાયો છે. પણ ક્યાંય વિદ્રોહનું વાવાઝોડું દેખાતું નથી. એવા સમયે કાઝી નઝરૂલ ઇસ્લામ યાદ આવે. મમતા બેનર્જીને નઝરૂલની કવિતાના અનેક કાવ્યો કંઠસ્થ છે. મમતા બેનર્જી કલકત્તામાં સાલ્ટ લેક નજીક આવેલા ઇન્દિરા ભવનમાં 'કાઝી નઝરુલ ઇસ્લામ અકડેમી અન્ડ મ્યુઝિયમ' સ્થાપવા માગે છે અને એ માટે ઇન્દિરા ભવનનું નામ બદલવા માગે છે.
બંગાળની માટીમાં વિદ્રોહનો મિજાજ ભળેલો છે. અનેક આંદોલનોના બીજ આ ધરતી પર રોપાયા છે. આગળ જતા એ વટવૃક્ષ પણ બન્યા છે. જો કે વોડાનું બીલ વધુ આવતા વિરોધ કરીએ તેને વિદ્રોહ ન કહેવાય. એમ તો કવિ કુમાર વિશ્વાસ પણ અરવિંદ કેજરીવાલ સામે વિદ્રોહ કરી છૂટા પડયા હતા. ૧૯૨૨માં 'વિદ્રોહી' નામની કવિતાએ કવિ કાઝી નઝરૂલને એટલા મશહુર કર્યા કે તેઓ 'વિદ્રોહી કવિ' તરીકે ઓળખાવા લાગ્યા. તેનો અનેક ભાષાઓમાં અનુવાદ પણ થયો. તેમાં એક બાગીનો મિજાજ હતો. એ કાવ્ય ક્રાંતિકારીઓ માટે તરત જ પ્રેરણારૂપ ગીત બની ગયું. અંગ્રેજોની આંખમાં તેઓ ખટકવા લાગ્યા.
પશ્ચિમ બંગાળના આસનસોલ પાસેના ચુરૂલિયા ગામના એક ગરીબ મુસ્લિમ પરિવારમાં કાઝી નઝરૂલ ઇસ્લામનો જન્મ થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ ધામક શિક્ષણરૂપે જ થયું. કિશોરાવસ્થામાં થીએટરો સાથે જોડાયેલા જુદા જુદા માણસો સાથે કામ કરતા કરતા તેમને કવિતા, નાટક અને સાહિત્ય સંબંધિત પૂર્ણ જ્ઞાાન મળ્યું. ધામક શિક્ષણ પછી સંગીત અને સાહિત્યની તાલીમ લીધી. કાકાની સંગીતમંડળીમાં જોડાતા તેઓ મંડળી માટે ગીતો લખવા લાગ્યા. એ દરમ્યાન બાંગ્લા અને સંસ્કૃત ભાષા શીખી તેના ધામક ગ્રંથો અને પુરાણો વાંચવા લાગ્યા. આની અસર તેમના લખાણોમાં પણ દેખાવા લાગી. મંડળીમાં ભજવાતી નૃત્યનાટિકાઓ મોટાભાગે હિન્દુધર્મની કથાઓ સાથે જોડાયેલી હોવાના કારણે નઝરૂલ કૃષ્ણભક્ત બન્યા. તેમણે ઘણા નાટકો લખ્યા જે હિંદુ પૌરાણિક કથાઓ પર આધારિત હતા. જેવા કે 'શકુની કા વધ', 'યુધિરિ કા ગીત', 'દાતા કર્ણ' વગેરે. તેઓ અગ્રણી બાંગ્લા કવિ, સંગીતજ્ઞા અને દાર્શનિક હતા. બાંગ્લા ભાષાના ઉત્તમ સાહિત્યકાર અને દેશપ્રેમી હોવાની સાથે નઝરૂલ બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ પણ છે. નઝરૂલ આમ આદમીના હૈયે બિરાજેલા હતા. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ બંને જગ્યાએથી તેમની કવિતા અને ગીતોને સમાન આદર મળેલો છે. સંગીતકાર સચિનદેવ બર્મનનું ગાયેલું સૌ પ્રથમ ગીત નઝરૂલ સાહેબે લખેલું હતું. નઝરૂલ પોતે એક અચ્છા બાંસુરીવાદક પણ હતા. સુપ્રસિદ્ધ બંગાળી ગાયિકા જ્યુથિકા રોયનો કંઠ નઝરૂલ ગીતીથી ખૂબ રળિયાત હતો.
૧૯૧૭માં બંગાલ રેજીમેન્ટમાં જોડાયા. ત્યાં વાચન માટે સમય મળતા તેમણે રવીન્દ્રનાથ ટાગોરથી માંડી શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય સુધીના મહાન લેખકોને વાંચ્યા. પછીથી કરાંચી કે જ્યાં ફારસી અને અરબીમાંથી જન્મેલી ઉર્દૂનો દબદબો હતો તેની અસર નીચે નઝરૂલ રેજીમેન્ટના મૌલવી પાસે ફારસી શીખ્યા અને મહાન સાહિત્યકારો રૂમી અને ઉમર ખય્યામને વાંચ્યા. ૧૯૧૯મા તેમનું પ્રથમ ગદ્ય પુસ્તક 'એક આવારા જિંદગી' પ્રકાશિત થયું. થોકબંધ વાચન અને અભ્યાસ પરથી તેમને એ સમજાઈ ગયું કે સાંપ્રદાયિક સદભાવના એ પાયાની અને મૂળભૂત બાબત છે. ધર્મથી ઉપર ઉઠીને માણસે માનવતાના ગુણગાન ગાવા જોઈએ, માનવતાનો જયકાર કરવો જોઈએ. માણસનું માણસ હોવું જ સર્વોત્તમ ધર્મ છે. ધર્મમાં અનુયાયીઓની ફોજ ઊભી કરવાનો શો અર્થ ? નઝરૂલનું આ કાવ્ય જુઓ.
'એ કોણ લોકો છે જેઓ
માણસ સાથે ઘૃણા કરીને
કુર્રાન, વેદ, બાઇબલને ચૂમે છે !
તેમની પાસેથી ગ્રંથો છીનવી લો.
મનુષ્યને મારીને ગ્રંથ
પૂજે છે, ઢોંગીઓનાં ટોળાં.
સાંભળો હે મૂર્ખાઓ !
મનુષ્ય જ ગ્રંથ લાવ્યા છે
ગ્રંથ નથી લાવ્યા કોઈ મનુષ્યને.'
તેમની કવિતાનો મુખ્ય સૂર 'મનુષ્યની ઉપર મનુષ્યનો અત્યાચાર' અને 'સામાજિક અનાચાર અને શોષણ વિરુદ્ધ સોચ્ચાર ખંડન' હતો. આક્રોશના 'અ'માંથી અવતાર પામેલા કવિ નઝરુલની કડવી કવિતા 'મિલેગી છાંવ તો કહીં ધૂપ મેં મિલેગી'ની જેમ ભીતરને શાતા આપે છે. પાણીમાં પડેલી ભેંસની નિરાંત અને મૃત શરીરની શાંતિ ઓઢી જીવવું આ કવિહૃદયને ફાવતું ન હતું. હરદ્વાર ગોસ્વામી લખે છે તેમ 'એક જ ઘા ને કટકા ત્રણ' કરતા આ કવિ બે હાથે લખતા હતા. એક હાથ કાગળ પર લખવામાં પ્રવૃત્ત રહેતો અને બીજો હાથ દુનિયાભરના પ્રહારો જીલતો. જો કે બેન્જામીન ફ્રેન્કલીન કહે છે કે વિદ્રોહી માણસ ઈશ્વરનો આજ્ઞાાકારી હોય છે.
મુસ્લિમ લીગના અલગતાવાદી રાજકારણને તેમણે ક્યારેય ટેકો નહોતો આપ્યો. ભાગલા વખતે કાઝી નઝરૂલ પાકિસ્તાન બને એ વાતના સખત વિરોધી હતા. ૧૯૪૭માં ઇસ્લામના નામે રચાયેલા પૂર્વ પાકિસ્તાનમાં જવાની તેમણે ન૦ા પાડી દીધી હતી. માઇક બારનિકલ કહે છે કે
‘Rebellion has its roots in government's indifference and incompetence.' તેઓ કહેતા કે 'મૈ હિંદુઓ ઔર મુસલમાનો કો બરદાસ્ત કર સકતા હૂં, લેકિન ચોટીવાલોં ઓર દાઢીવાલો કો નહીં. ચોટી હિન્દુત્વ નહીં હૈ, દાઢી ઇસ્લામ નહીં હૈ. ચોટી પંડિત કી ઓર દાઢી મુલ્લા કી નિશાની હૈ. યે જો લડાઈ હૈ વો પંડિત ઓર મુલ્લા કે બીચ કી હૈ, હિંદુ ઓર મુસલમાન કે બીચ કી નહીં.' તેમણે પ્રમીલાદેવી નામની હિન્દુ મહિલા સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન પછી તેમણે નહોતું પત્નીનું ધર્માંતર કરાવ્યું કે નહોતું તેમનું નામ બદલ્યું. કવિ નરસિંહરાવ દિવેટિયાની માફક તેમનું અંગત જીવન ખૂબ દુ:ખમય હતું. ૧૯૬૨માં તેમના પત્નીનું મૃત્યુ થયું. વળી ત્રણ પુત્રો પણ તેમની આંખ સામે મૃત્યુ પામ્યા. આને કારણે બંગાળમાં તેઓ દુખુમિયાં તરીકે ઓળખાતા હતા. રવીન્દ્રનાથ પછી બંગાળના બીજા આઇકોન હોય તો એ કવિ નઝરુલ ઇસ્લામ છે. તેમની કવિતામાં વિદ્રોહનો સૂર સંભળાતો હોવાથી નઝરૂલને ગિરફતાર કરવામાં આવ્યા. મેજિસ્ટ્રેટ સામે માફી માગવાની ના પાડતા તેમને ફરી જેલમાં પૂરવામાં આવ્યા. જેલમાં પણ તેઓ સાહિત્ય જ રચતા રહ્યા. ક્રાંતિ માટેનું તેમનું આ સમર્પણ રવીન્દ્રનાથને સ્પર્શી ગયું અને રવીન્દ્રનાથ ઠાકુરે તેમની નૃત્યનાટિકાનું પુસ્તક 'વસંત' તેમને સમપત કર્યું. કાઝી ઠાકુરને પોતાના ગુરુ માનતા હતા. 'ગીતાંજલિ'ના અનેક કાવ્યો નઝરૂલને મોઢે હતા. રવીન્દ્રનાથ ઠાકુરની કોઈ રચનાની તેના મિત્રે ટીકા કરી તો નઝરૂલે ઈંટ મારીને તેને ઘાયલ કર્યો હતો. રવિન્દ્રનાથ અને અને કાઝીની કવિતાની લહેજત નોખી છે. બંને કવિમાં સામ્ય એ હતું કે બંને સાહિત્ય અને સંગીતના ખેરખાં હતા. બંનેનાં કાવ્યોમાં જે પુણ્યપ્રકોપ હતો એ માણસના પરસ્પર પ્રેમ માટેનો હતો. નઝરૂલે લગભગ ૩,૦૦૦થી વધુ ગીતોની રચના કરી અને તેમાંના મોટાભાગનાં ગીતોને ખાસ પ્રકારની સંગીતશૈલી બક્ષી અને તેને સ્વર પણ આપ્યો. જેને આજે 'નઝરુલ સંગીત' કે 'નઝરૂલ ગીતિ'ના નામથી ઓળખવામાં આવે છે. જેમ રવીન્દ્રનાથ ઠાકુરે 'રવીન્દ્ર સંગીત' નામથી પોતાના સંગીતની આગવી ઓળખ વિકસાવી હતી. તેમની દોસ્તીનો એક કિસ્સો મમળાવવા જેવો છે. જ્યારે વિદ્રોહી કાવ્ય બંગાળી વિકાલીમાં છપાયું ત્યારે નઝરૂલે રવીન્દ્રનાથ ઠાકુર પાસે જવા દોટ મૂકી.
દાદરો ચઢતાં ચઢતાં કાઝીએ ઉત્સાહથી 'ગુરુદેવ... ગુરુદેવ' પોકારતા રહ્યા.
ગુરુદેવે હસતા હસતા એ ઉછળતા ઉત્સાહનું કારણ પૂછયું તો કાઝીએ કહ્યું કે, 'ગુરુજી, હું તમારું ખૂન કરવા આવ્યો છું.'
ગુરુદ્વેવે તેમને ઉપર બોલાવ્યા અને કહ્યું 'મારામાં વળી ખૂન કરવા જેવું શું છે?'
પછી મીઠું હસીને નઝરૂલને પાસે બેસાડયા અને માંડીને વાત કરવા કહ્યું. કાઝીએ પોતાની કવિતા 'વિદ્રોહી'નું હાવભાવપૂર્ણ પઠન શરૂ કર્યું. જાણે રંગમંચનો કોઈ મંજાયેલો કલાકાર ! પઠન પૂરું થતા ઠાકુર ઊભા થઈ ગયા અને નઝરૂલને ગળે વળગાડી કહ્યું કે, 'નઝરૂલ, તમે ખરેખર મારું ખૂન કરી નાખ્યું.' કવિ કરતા પણ વધુ તેઓ સંગીતકાર તરીકે મહાન હતા. નઝરૂલે માત્ર ઇસ્લામિક માન્યતાઓને પાયાની ગણીને રચનાઓ નથી લખી પરંતુ ભજન, કીર્તન અને શ્યામાસંગીત પણ રચ્યું. શ્યામા સંગીત એ મા દુર્ગાની ભક્તિ માટે ગવાતા ભક્તિસંગીતનો એક પ્રકાર છે. આ શૈલીને સમૃદ્ધ કરવામાં નઝરૂલનું બહુ મોટું પ્રદાન છે. કૃષ્ણ પર લખેલા તેમના અનેક ભજનો લોકપ્રિય છે. જેમ કે...
'અગર તુમ રાધા હોતે શ્યામ
મેરી તરહ બસ આઠો પ્રહર તુમ
રટતે શ્યામ કા નામ...'
સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં બહોળા પ્રદાન માટે નઝરુલસાબને ૧૯૬૦માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. પશ્ચિમ બંગાળના એરપોર્ટને કાઝી નઝરૂલ ઇસ્લામ એવું નામ અપાયું છે. બાંગ્લાદેશમાં અનેક શાળાઓ, કોલેજો અને જાહેર માર્ગોને રાષ્ટ્રકવિ નઝરૂલનું નામ અપાયેલું છે પરંતુ આવા ઊંચા ગજાના નામને બંગાળી સિવાય ખાસ કોઈ જાણતું નથી. હિન્દીના વરિ સાહિત્યકાર વિષ્ણુચંદ્ર શર્માએ કવિ નઝરૂલના જીવન પર આધારિત પુસ્તક 'અગ્નિસેતુ : બંગલા કે વિદ્રોહી કવિ કાઝી નઝરૂલ ઇસ્લામ કી જીવની' લખ્યું છે. ગાંધીજી સાથે કેટલીક બાબતે અસહમત હતા પણ એ આદરપૂર્વકની અસહમતી હતી. અસહકારના આંદોલનથી પ્રભાવિત થઈ તેમણે લખેલું કે.. 'ધપરાધીન માતાના આંગણામાં આ કૌન પાગલ પથિક દોડી રહ્યો છે. એની પાછળ એનાં ત્રીસ કરોડ ભાઈ-બહેનો મોતને હાકલ નાખતાં નાખતાં ગીત ગાતાં જઈ રહ્યાં છે.'
જીવનના પાછલા પચ્ચીસેક વર્ષ અત્યંત દારુણ હતા. કોઈ અજ્ઞાાત બીમારીને લીધે તેઓ અવાજ અને સ્મરણશક્તિ બંને ગુમાવી બેઠા હતા. આથી શેષ જીવનમાં સાહિત્યકર્મથી તેઓ અળગા થયા. વિદેશમાં ઉત્તમ સારવાર મળે એ માટે બંગાળીઓએ નઝરુલ ટ્રીટમેન્ટ સોસાયટીની સ્થાપના કરી હતી. જેમાં લોકોએ પોતાના પ્રિય કવિ માટે દાનની ઝોળી છલકાવી દીધી હતી. બાંગ્લાદેશ અને બંગાળ જ્યારે નઝરૂલ પર ઓવારી જઈને ન્યોચ્છાવર થતું હતું ત્યારે એમને તો ખબર પણ નહોતી કે પોતે કોણ છે, શું છે. વિધિની વક્રતા કેવી ભયંકર હતી કે ઉચ્ચ કક્ષાના ઇનામ-અકરામો એનાયત થઈ રહ્યા હતા, રાષ્ટ્રીય કવિ ઘોષિત કરાતા હતા અને એ શખ્શ સાવ અભાન, અજાણ હતો. પોતાની જ અુત સિદ્ધિઓ વિશે એક નાનકડો અહેસાસ પણ એના ગજવે નહોતો. શબ્દોનો આ બાદશાહ જાણે ફકીરી ઓઢી જીવતો હતો જે ૧૯૭૬માં પંચતત્વમાં વિલીન થયો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38m6CTq
ConversionConversion EmoticonEmoticon