તુરાજ વસંતના આરંભે ઉજવાતું હોળી-ધૂળેટીનું પર્વ એટલે રસ, રાગ, હર્ષ, હેત અને પ્રીતની અનુભૂતિનો રંગોત્સવ !


- વિચાર-વીથિકા : દેવેશ મહેતા

- કહોળી વખતે વ્રજભૂમિમાં 'રસિયા' ગાવામાં આવે છે. રસિયા વ્રજની પ્રાચીન ગાયકી કલા છે. ભગવાન શ્રીકૃષ્ણની મધુર લીલાઓનું રસમય વર્ણન રસિયાના માધ્યમથી કરાય છે.  

હોળી-ધૂળેટી ભારતનું અત્યંત પ્રાચીન પર્વ છે. રંગ-રાગ અને રસનું આ લોકપ્રિય પર્વ ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂનમના રોજ શરૂ થાય છે. પૂનમના દિવસે સંધ્યાકાળના સમયે હોળી પ્રગટાવવામાં આવે છે એને હોલિકાદહન પણ કહેવાય છે. બીજા દિવસના તહેવારને ધૂળેટી, ધૂરખેલ કે ધૂલિવંદન નામથી ઓળખવામાં આવે છે. એ દિવસે લોકો એકબીજા ઉપર રંગ, અબીલ, ગુલાલ વગેરે ફેંકે છે, કેસૂડાના કે બીજા રંગોના જળથી પિચકારી ભરી એકબીજા પર જળ રેડી આનંદ-ઉલ્લાસ કરે છે. ઢોલ વગાડી, હોળીના ગીતો ગાઈ, એકમેક પર રંગોનો છંટકાવ કરી પારસ્પરિક પ્રેમભર્યું અભિવાદન કરી ઉત્સવમય બની જતા હોય છે. વસંત તુના આરંભકાળે હર્ષ-ઉલ્લાસ, હેત-પ્રીત, હસી-ખુશી સાથે મનાવવામાં આવતો હોવાના કારણે તેને 'વસંતોત્સવ' અને 'કામ-મહોત્સવ' પણ કહેવામાં આવે છે.

આ પર્વનું વર્ણન અનેક પ્રાચીન ધામક ગ્રંથોમાં જોવા મળે છે. જૈમિનીના પૂર્વ મીમાંસા સૂત્ર અને કથા ગાહર્ય સૂત્રમાં તેનું વર્ણન થયેલું છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણના સપ્તમ સ્કંધમાં ભક્ત પ્રહ્લાદની આખ્યાયિકા છે. અગ્નિમાં ન બળવાનું વરદાન ધરાવનારી રાક્ષસરાજ હિરણ્યકશિપુની બહેન હોલિકાના ખોળામાં બેસાડી પ્રહ્લાદને બાળી નાખવાનો પ્રયત્ન કરાયો. એમાં હોલિકા બળી ગઈ પણ પ્રહ્લાદને કંઈ જ ન થયું તેના સંસ્મરણ રૂપે હોળીના દિવસે અગ્નિ પ્રકટાવી હોલિકા દહન કરવામાં આવે છે. પ્રહ્લાદના જીવિત રહેવાના હર્ષ-ઉલ્લાસને અભિવ્યક્ત કરવા બીજા દિવસે રંગોનો આનંદોત્સવ કરવામાં આવે છે. નારદપુરાણ અને ભવિષ્ય પુરાણની પ્રાચીન હસ્તલિપિના ગ્રંથોમાં પણ આ પર્વનો ઉલ્લેખ છે. મહાકવિ કાલિદાસના કુમાર સંભવમ્ માલવિકાગ્નિમિત્રમ્ અને તુસંહારમાં એનો ઉલ્લેખ છે. તુસંહારમાં તો એક આખો સર્ગ 'વસંતોત્સવ'ને અર્પણ કરાયેલો છે. હર્ષ રચિત- પ્રિયદશકા અને રત્નાવલીમાં પણ આ પર્વનું વર્ણન જોવા મળે છે.

ભક્તિ કાળ અને રીતિકાળના હિન્દી સાહિત્યમાં હોળી અને ફાગણ માસનું વિશિષ્ટ મહત્વ રહ્યું છે. આદિકાલીન કવિ વિદ્યાપતિ, ભક્તિકાલીન, સૂરદાસ, પરમાનંદદાસ, કુંભનદાસ વગેરે અષ્ટછાપ કવિઓ, રહીમ, રસખાન, પદ્માકર, જાયસી,મીરાબાઈ, કબીર અને રીતિકાલીન બિહારી, કેશવ, ધનાનંદ વગેરે કવિઓનો આ પ્રિય વિષય રહ્યો છે. સૂરદાસજીએ વસંત અને હોળી પર ૭૮ પદો લખ્યા છે. વ્રજભાષાના તમામ કવિઓએ હોળી, ધમાર પર પુષ્કળો પદો લખ્યા છે.

હોળી વખતે વ્રજભૂમિમાં 'રસિયા' ગાવામાં આવે છે. રસિયા વ્રજની પ્રાચીન ગાયકી કલા છે. ભગવાન શ્રીકૃષ્ણની મધુર લીલાઓનું રસમય વર્ણન રસિયાના માધ્યમથી કરાય છે. રસિયામાં ગવાતા પદો રાધા અને કૃષ્ણને નાયિકા અને નાયકના રૂપે દર્શાવી માનવ સંબંધો, માનવ પ્રેમ અને ઇશ્વરીય પ્રેમનું. રસમધુર આલેખન કરે છે.

 તેમાં સૌથી ચડિયાતા શૃંગાર રસ અને ભક્તિ રસનો સમન્વય થયેલો હોય છે. તે કામ અને પ્રેમને સમુન્નત કરી પરમાત્માના સાનુભાવ સુધી પહોંચાડે છે. સૂરદાસજીનું એક પદ છે -' મૈં હોરી કૈસે ખેલૂં રી, જા સોંવરિયા કે સંગ રંગ મે હોરી । કોરે કોરે કલશ મંગાયે ઉનમેં ઘોરો રંગ ! ભર પિચકારી ઐસી મારી, ચોલી હો ગઈ તંગ ।। નૈનય સુરમા દોંતન મિસ્સી રંગ હોત ભદરંગ  । મસક ગુલાલ મલે મુખ ઉપર બુરૌ કૃષ્ણકો સંગ ।। તબલા બાજ સારંગી બાજી ઔર બાજી મૃદંગા કાન્હાજી કી બાસુંરી બાજૈ રાધાજી કે સંગ । ચુનરી ભિગોયે, લહેંગા ભિગોયે છૂટો કિનારી રંગ । સૂરદાસ કૌ કહા લિગોયે કારી કામરિ અંગ ।।

બરસાનામાં લઠ્ઠામાર હોળી ખેલાય છે એનો સુંદર નિર્દેશ આ પદમાં રજૂ થયો છે. ' બરસાને મેં સામરે કી હોરી રે ।। ઉડત ગુલાલ, લાલ ભયે બદરા, મારત ભરિ ભરિ ઝોરી રે ।। કૈ મન તો યાનૈ રંગ ઘુરાયો, કૈ મન કેસરી ઘોરી રે । તૌ મન તો યાન રંગ ઘુરાયો દસ મન કેસર ઘોરી રે ।। કોન ગામ કે કુંવર કન્હૈયા, કૌન ગામકી ગોરી રે । નંદગાવ કો કુંવર કન્હૈયા, બરસાને કી ગોરી રે ।।

કહા હાથ મેં કૃષ્ણ કન્હૈયા, કહા હાથ મેં લિયે ગોરી રે । ઢાલ હાથ મે કુંવર કન્હૈયાજી, લઠા હાથમે ગોરી રે । કહા કર રહે ગ્વાલ બાલ સહ, કહા કરે સબ ગોરી રે । ઢાલ રોપિ રહે ગ્વાલ બાલ સબ, લઠા ચલાય રહીં ગોરી રે ।।

રતિ અને કામદેવની આરાધનાના આ વસંતોત્સવનાં આરંભે આવતું હોળી-ધૂળેટીનું પર્વ, રંગ, રાગ, રસ, હર્ષ, હેત અને પ્રીતિની પરાકાાએ પહોંચાડનારું દિવ્ય, પુનિત પર્વરાજ ભગવાન શ્રીકૃષ્ણે રાધિકા, ગોપિકાઓ અને વ્રજવાસીઓ સાથે રંગે-ચંગે-ઉમંગે ઉજવ્યું છે ।




from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sfkvux
Previous
Next Post »