
- અમૃતની અંજલિ : આચાર્ય વિજયરાજરત્નસૂરિ
બોજ અલ્પ હશે તો પગપાળા પ્રવાસ સરલ બનશે..
પરિગ્રહ અલ્પ હશે તો મુક્તિનો પ્રવાસ સરલ બનશે...
ઘી એવું શક્તિપ્રદાયક પૌષ્ટિક દ્રવ્ય છે કે સંસ્કૃત સાહિત્યકારો એને આયુષ્યની વૃધ્ધિ કરનાર પરિબળરૂપે બિરદાવે છે. લોકવ્યવહારમાં પણ ઘી મૂલ્યવાન પદાર્થ ગણાતું હોવાથી એનો ઉપયોગ ખપપૂરતો જ થતો હોય છે. પણ. આ ઘીના અંજામ ત્રણ આવી શક્તા હોય છે.
ધારો કે ઘીની તપેલી ચીકાશવાળી હોય અને એ હાથમાં લેનાર વ્યક્તિની સરતચૂકથી હાથમાંથી છટકી જાય તો ઘી બધું ફર્શ પર ઢળી જાય. ઘીનો આ અંજામ કનિ ગણાય. કેમકે એનાથી કોઈને લાભ તો થતો નથી, ઉપરાંત નુકસાન લગભગ અવશ્યંભાવી બની જાય. ફર્શ ચીકણી થવાનાં કારણે ત્યાંથી પસાર થનાર વ્યક્તિ જરા અસાવધ રહે તો એને પડી જતા વાર ન લાગે અને ક્યારેક તો ફ્રેકચર જેવાં મોટાં નુકસાનો પણ થઈ જાય. એ જ ઘી જો ખીચડીમાં વપરાયું હોય તો એનાથી ખીચડી આરોગનાર વ્યક્તિને સ્વાદનો અને શારીરિક સામર્થ્યનો પુષ્ટિનો લાભ થાય.. અને એ જ ઘી જો દેવના દરબારમાં પ્રભુનાં મંદિરમાં દીવા પ્રગટાવવા માટે વપરાય તો એ અનેક ભક્તાત્માઓના સાધકોના ભાવોલ્લાસની વૃધ્ધિમાં નિમિત્ત બની જાય ! પહેલા પ્રકારમાં ઘી નિરર્થક નુકસાનકારી નીવડે છે. બીજા પ્રકારમાં એ સાર્થક ઉપયોગી નીવડે છે, જ્યારે ત્રીજા પ્રકારમાં તો એ સર્વાધિક શ્રે સાર્થક- લાભદાયી નીવડે છે.
જેમ મૂલ્યવાન ગણાતા ઘીના આ ત્રણ અંજામ હોય છે તેમ દુન્યવી દૃષ્ટિએ મૂલ્યવાન-મહત્ત્વપૂણે ગણાતી સંપત્તિના ય ત્રણ અંજામ હોઈ શકે છે : એ જો વ્યસનમાં વ્યભિચારમાં-ખૂનામરકીમાં-વૈરવિરોધની વૃધ્ધિમાં વપરાય તો એ ફર્શ પર ઢળી ગયેલી ઘીની જેમ નુકસાનકારી નીવડે.. એ જો સેવાકીય ક્ષેત્રોમાં પ્રયોજાય તો એનાથી અનેક જરૂરિયાતમંદ અશક્ત-રોગી વગેરેને સહાયક થતી હોવાથી ખીચડીમાં વપરાતા ઘીની જેમ લાભદાયી બને.. અને જો તે સંપત્તિ ધર્મક્ષેત્રે પ્રભુભક્તિ-ગુરુભક્તિ-શ્તભક્તિ-સાધમક ભક્તિ વગેરેમાં વપરાય તો એનાથી અગણિત આત્માઓમાં અધ્યાત્મનો પ્રકાશ ફેલાતો હોવાથી તે દેવદરબારના દીવામાં વપરાતા ઘીની જેમ સર્વાધિક શ્રે લાભદાયી- કલ્યાણકારી નીવડે.
સંપત્તિનાં ક્ષેત્રે વાસ્તવિકતા આ હોવાથી 'અધ્યાત્મકલ્પદ્મ' ગ્રન્થકાર મહષ એ ગ્રન્થના ચતુર્થ સંપત્તિમમત્વત્યાગાધિકારમાં એક સરસ પ્રસ્તુતિ આ શ્લોકરૂપે કરે છે કે :
ક્ષેત્રવાસ્તુ ધનધાન્યવાક્ષૈ-
મેલિતૈ : સંનિધિભિસ્તનુ ભાજમ્ ,
કલેશ પાપનરકા ભ્યધિક : સ્યાત્,
કો ગુણો ન યદિ ધર્મનિ યોગ :
ભાવાર્થ કે ખેતર- ઘર - ધન -ધાન્ય-ગાય-અશ્વો-ખજાનાઓરૂપ સમૃદ્ધિ મેળવ્યા પછી ય જો તેનો ઉપયોગ ધર્મક્ષેત્રે ન થાય તો એનાથી હે જીવ ! તને સંકલેશ-પાપો અને નર્ક સમી દુર્ગતિ સિવાય બીજો કોઈ લાભ નહિ થાય ! મતલબ કે ધર્મમાર્ગે નહિ પ્રયોજાતી આ સંપત્તિના ઢેર આખર અસમાધિનું પાપોનું અને દુર્ગતિનું જ કારણ બનશે. જેઓ સુરુનાં શાોનાં આ વિધાનનો મર્મ સમજે છે. તેઓ ધર્મમાર્ગે સંપત્તિનો વિનિયોગ કરવા કેવા ઉત્સાહિત અને ઉઘમશીલ હોય એ નિહાળવું છે ? તો વાંચો આ જૈન ઇતિહાસની અુત ઘટના ઃ
ગુર્જરેશ્વર સમ્રાટ કુમારપાલના મન્ત્રીશ્વર ઉદયનના પુત્ર બાહડશાહ. પિતાનાં અવસાન બાદ મન્ત્રીમુદ્રા સંભાળનાર આ બાહડશાહે પિતાનાં અરમાન સાકાર કરવા તીર્થાધિરાજ શત્ંજય- ગિરિરાજના મુખ્ય જિનાલયનો સંપૂર્ણ ઉદ્ધાર કર્યો અને પૂર્વના કાજિનાલયનાં સ્થાને પાષણના અતિ ભવ્ય ઉત્તુંગ જિનપ્રાસાદનું સ્વદ્વયથી નિર્માણ કરાવ્યું. વર્ષોની જહેમત અને લખલૂંટ સંપત્તિના સદ્વ્યયથી થતું એ ઉદ્ધાર કાર્ય પરિપૂર્ણ થયું ત્યારે પાલિતાણાથી એક અશ્વારોહી દૂત મન્ત્રીશ્વર પાસે પાટણમાં આવ્યો અને જીર્ણોદ્ધાર સંપૂર્ણ થયાની વધામણી આપી. આનંદવિભોર બની ગયેલ મન્ત્રીશ્વરે એ ધર્મકાર્ય સંપન્ન થયાની ખુશાલીમાં સોળ તોલાની સુર્વણજીભ દાનરૂપે આપી.
પણ.. આ શું ? એ ઘટનાના થોડા જ દિવસ બાદ પાલિતાણાથી એક નવો અશ્વારોહી દૂત આવ્યો. એનાં વો સંપૂર્ણ શ્યામ હતા ને મુખ પર ગ્લાનિ લેપાયેલી હતી. ચતુર મન્ત્રીશ્વરે અંદાજ માંડી લીધો કે કોઈ અશુભ સમાચાર છે. એમણે દૂતને કહ્યું કે ગભરાયા વિના જે સમાચાર હોય તે નિઃસંકોચ કહે. દૂતે થોથવાતા સૂરે કહ્યું ઃ ' શત્ંજયગિરિરાજની ઉત્તુંગ ઊંચાઈ ઉપર પવનનાં તોફાન ખૂબ રહે છે. ભમતી અને જિનાલયની પૃ દીવાલ વચ્ચે ભરાતા પવનનાં કારણે જિનાલયના પૃ ભાગે મોટી તિરાડો પાડી છે. જિનાલય નવું હોવા છતાં નષ્ટ થઈ રહ્યું છે.'
અન્ય કોઈ હોત તો આ સમાચારથી આઘાતમૂઢ થઈ ગયા હોત. પરંતુ પૂર્વોક્ત શાવિધાનનો મર્મ સમજનાર મન્ત્રીશ્વરે તત્કાલ એ દૂતને બત્રીશ તોલાની સુવર્ણજીભ ભેટ આફી. આશ્ચર્યસ્તબ્ધ દૂતે કહ્યું ઃ 'મન્ત્રીશ્વર ! મેં તો અશુભ સમાચાર આપ્યા છે. તો પછી મને આટલી ઉદાર ભેટ કેમ ?' મન્ત્રીશ્વરે જે જવાબ આપ્યો એ લા-જવાબ હતો. એમણે કહ્યું ઃ 'જિનાલય નષ્ટ થાય એ કોઈ પણ ભક્તને ઇષ્ટ ન જ હોય. એથી હું પણ હવે જે જિનાલય બનાવીશ તે કાયમ-ચિરકાળ રહે તેવું કરીશ. પરંતુ આજે જ્યારે જિનાલય તૂટી જ ગયું છે ત્યારે અફસોસ કરવાના બદલે હું એમ વિચારું છું કે મને ફરી વાર જિનાલયનાં નિર્માણનો લાભ મળશે અને મારી સંપત્તિનો વિપુલપણે ધર્મમાર્ગે વિનિયોગ થશે. ક્યારે ઉવી શકે આવો ભક્તિભીનો ઉત્તર ? માનવું જ જોઈશે કે વ્યક્તિ ધર્મમાર્ગે સંપત્તિનો વિનિયોગ કરવા ઉત્સાહિત અને ઉદ્યમશીલ હોય તો જ આવો ઉત્તર અંતરમાંથી ઉવી શકે...
હવે આપણે ગ્રન્થકારે આ અધિકારમાં જે અફલાતુન પ્રસ્તુતિ કરી છે તેના પર વિચારણા કરીએ. ધર્મ બે પ્રકારનો હોય છે. એક બાહ્ય ભક્તિરૂપ ધર્મ અને એક એથી ઉત્કૃષ્ટ અભ્યંતર ભક્તિરૂપ ધર્મ. શાની પરિભાષામાં એને દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ શબ્દથી સંબોધાય છે. દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવ અનેકગણો ઉત્કૃષ્ટ ધર્મ છે. જિનભક્તિ-શ્તભક્તિ વગેરે ધર્મક્ષેત્રમાં કરાતો લાખો-ક્રોડો રૂપિયાનો સદ્વયય પણ આખર તો દ્રવ્યસ્વરૂપ ધર્મ છે. જ્યારે સંપત્તિના ત્યાગ- એની મૂર્છાના પણ ત્યાગ દ્વારા આરાધાતો ધર્મ ભાવસ્તવરૂપ ધર્મ છે. જે ધર્મ લાખો-ક્રોડોની સંપત્તિના વિનિયોગ દ્વારા થાય છે તેને ગ્રન્થકાર આરંભ-સમારંભયુક્ત ગણાવીને એ અતિ શુધ્ધ ધર્મ નથી એમ કહે છે, જ્યારે આસક્તિમાત્રના ત્યાગરૂપ નિઃસંગભાવના ધર્મને તેઓ અતિશુધ્ધ ધર્મ કહીને એનાથી ત્વરિત મોક્ષપ્રાપ્તિ પણ શક્ય હોવાનું જણાવે છે. આજે કેટલાક ભદ્રક જનો અમારા જેવા સાધુજનો પાસે આવીને એમ કહેતા હોય છે કે ઃ 'મહારાજ સાહેબ ! ખૂબ સંપત્તિ મળે એવા આશીર્વાદ આપો. જે સંપત્તિ મળશે એમાંથી મોટો ભાગ મારે ધર્મમાર્ગે જ વાપરવાની ભાવના છે.' વસ્તુત ઃ આમાં લગભગ ધર્મમાર્ગે સંપત્તિના વનિયોગની વાતની આડશમાં સંપત્તિ મેળવી લેવાની આસક્તિ-લાલસા પોષાતી હોય છે. ધારોકે કદાચ તે શબ્દોમાં વ્યક્ત થતી ભાવના ખરેખર અક્ષરેઅક્ષર સાચી હોય તો ય, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું ઉપરોક્ત નિરૂપણએ વાત સ્પષ્ટ સમજાવે છે કે ધર્મમાર્ગે વિનિયોગની ભાવનાથી ય સંપત્તિ કમાવાની ઘેલછા અસ્થાને છે.
આ સંદર્ભમાં યાદ કરીએ ૧૪૪૪ ગ્રન્થના સર્જક સૂરિપુરંદર શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે 'અષ્ટક પ્રકરણ' ગ્રન્થમાં કરેલ વિધાનને. તેઓ કહે છે કે' પહેલા પરિગ્રહ સંચિત કરવાના પાપો કરો અને પછી એ પાપો ધોવા સંપત્તિનો ધર્મમાર્ગે વિનિયોગ કરો, આ તો એવું થયું કે પહેલા કીચડમાં પગ મૂકવા અને પછી એ પાણીથી સાફ કરવા. આના કરતાં બહેતર વાત એ છે કે પરિગ્રહ સંચિત ન કરવો ઃ જેમ કીચડમાં પગ જ ન મૂકવો બહેતર છે એમ !' અધ્યાત્મકલ્પદ્મ ગ્રન્થકાર અને અષ્ટક પ્રકરણ ગ્રન્થકારનાં આ નિરૂપણો એ સમજણ વિકસ્વર કરવા સક્ષમ છે કે ધનનાં દાન દ્વારા થતાં ધર્મ કરતાં ધનની આસક્તિમાત્રના ત્યાગ દ્વારા-નિઃસંગભાવ દ્વારા થતો ધર્મ બેશક અનેક ગણો શ્રે છે. ઉત્તમ છે કેમકે એ ભાવસ્તવરૂપ ધર્મ છે.
છેલ્લે પરિગ્રહ અલ્પ અલ્પ કરવાની ગ્રન્થકારની વાતના સંદર્ભમાં સરસ વાક્ય ઃ બોજ અલ્પ હશે તો પગપાળા પ્રવાસ સરલ બનશે, પરિગ્રહ અલ્પ હશે તો મુક્તિનો પ્રવાસ સરલ બનશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31htcsw
ConversionConversion EmoticonEmoticon