આ સાંસદો ઓળખવા જેવા છે...

- તમામ સ્વીડીશ સંસદસભ્યોએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરવાનું ફરજિયાત છે. એ માટે તેમને આખા વર્ષનો પાસ આપી દેવામાં આવે છે


તા જેતરમાં સ્વીડીશ સંસદ સભ્યો વિશે એક સરસ માહિતી પ્રાપ્ત થઇ. સ્વીડીશ સંસદમાં ૩૫૯ બેઠકો છે. ૧૯૫૭-૫૮ સુધી સ્વીડીશ સંસદ સભ્યોને કોઇ પ્રકારનું મહેનતાણું મળતું નહોતું. છેલ્લાં થોડાં વરસોથી આશરે ૪૫૦૦ ડૉલર્સ જેટલું મહેનતાણું મળે છે. એના કરતાં તો અહીં પ્રાથમિક સ્કૂલના શિક્ષકો વધુ કમાય છે. સ્વીડીશ સંસદ સભ્યો પોતે ઇચ્છે ત્યારે મહેનતાણું વધારી શકતા નથી. આખીય સંસદ વચ્ચે માત્ર ત્રણ કાર છે જે સરકારી કામકાજ માટે વપરાય છે. 

તમામ સ્વીડીશ સંસદસભ્યોએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરવાનું ફરજિયાત છે. એ માટે તેમને આખા વર્ષનો પાસ આપી દેવામાં આવે છે.

આ સંસદ સભ્યો નાગરિકોની સાથે ટ્રેન કે બસમાં પ્રવાસ કરે છે. એમને કોઇ ખાસ સગવડો મળતી નથી. આપણે ત્યાં તો કોઇ ધારાસભ્ય કદી એસટી બસમાં જતો નથી પરંતુ આજે પણ એસટી બસમાં ધારાસભ્ય માટે બેઠક રિઝર્વ રખાય છે.

સ્વીડીશ રાજધાની સ્ટોકહોમની બહારથી સંસદમાં આવતા સભ્યોને માત્ર એક રૂમનો ફ્લેટ મળે છે. એમાં વોશિંગ મશીન કે ડીશ વોશર પણ હોતું નથી. સેપરેટ બેડરૂમ હોતો નથી. આ એપાર્ટમેન્ટમાં સંસદ સભ્ય સિવાય એમના કુટુંબીજનો કે મિત્રો રહી શકતા નથી. ક્યારેક કોઇ મહેમાન આવવાનું હોય અને સંસદ સભ્ય અગાઉથી જાણ કરે તો એ મહેમાનને સરકાર મકાનમાં રહેવાનું ભાડું સંસદ સભ્યે ભરવુ પડે છે. 

કોઇ સગવડ મફત મળતી નથી. તેમને સેક્રેટરી  અપાતા નથી. જે સંસદ સભ્ય સહાયક કે સેક્રેટરી રાખવા ઇચ્છતા હોય એ પોતાના 

હિસાબે ને જોખમે રાખી શકે છે. એ વ્યક્તિને પગાર આપવાના નાણાં પોતે ક્યાંથી કાઢયા એનો હિસાબ આપવો પડે છે. પોતાના મતદાર વિભાગના કામ માટે પ્રવાસ કરવો હોય ત્યારે સૌથી સોંઘી વાહન વ્યવસ્થા કરવાની હોય છે. સ્વીડીશ સંસદ ભવનના કાફેટેરિયામાં કોઇ વેઇટર્સ નથી. દરેક સાંસદે જાતે કાઉન્ટર પર પૈસા ભરીને વાનગી લેવાની. ખાલી ટેબલ પર બેસીને ખાઇ લેવાની અને ત્યારબાદ એ ડિશ જાતે ધોઇને પાછી યોગ્ય સ્થળે મૂકી દેવાની.

એક પણ સંસદ સભ્યને વ્યક્તિગત રીતે કોઇ અખબાર કે સામયિક મળતાં નથી. સંસદ ભવનમાં દેશ અને દુનિયાનાં અખબારો અને મેગેઝિન્સ આવે એ બધાએ કોઇ ખેંચતાણ વિના અંદર અંદર સહકાર સાધીને વાંચવાના. 

હાલના આપણા શાસક અને વિરોધ પક્ષના નેતાઓએ સ્વીડીશ સાંસદો પરથી પ્રેરણા લેવી જોઇએ અને ખરા અર્થમાં રામરાજ્ય સ્થપાય એવા પ્રયાસ કરવા જોઇએ એમ નથી લાગતું ? ગાળાગાળી, ગલીચ આક્ષેપો અને બેફામ વાણી-વર્તન ટાળીને આમ આદમીના દિલમાં પોતાના પ્રતિનિધિ માટે આદર જાગે એવું કરવું જોઇએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rBr8XC
Previous
Next Post »