કંજોડા પાટીયા પાસે ઇકોએ બાઇકને ટક્કર મારતા ભાઇની નજર સામે બહેનનું મોત


નડિયાદ : ખેડા જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળો પર અકસ્માતો સર્જાયા હતા.નડિયાદ-ડાકોર રોડ ઉપર આવેલ કંજોડા પાટીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યારે ખેડા શહેરની સિવિલ ચોકડી પાસે અને ખેડા તાલુકાના રઢુ ગામની સીમમાં અકસ્માતો સર્જાયા હતા. ત્રણેય બનાવોમાં એક વ્યક્તિનુ મૃત્યુ નિપજયુ હતુ, જ્યારે ત્રણ વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચી છે. અકસ્માતોના ત્રણેય બનાવો અંગે સ્થાનિક પોલીસે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ- ડાકોર ઉપર આવેલ કંજોડા પાટીયા આગળ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં શૈલેષભાઇ અને તેમના બહેન ચંદ્રિકાબેન મોટર સાયકલ લઇને કંજોડા પાટીયા પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે એક ઇકો ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી શૈલેષભાઇના મોટર સાયકલને અડફેટ મારી હતી. જેથી મોટર સાયકલ પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા.જેમાં ચંન્દ્રિકાબહેનને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેમનુ સ્થળ પર મૃત્યુ નિપજયુ હતુ. જ્યારે શૈલેષભાઇને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે નિતેશભાઇ ઉર્ફે નીતીનભાઇ અરવિંદભાઇ વાઘેલા રહે,પીપલગે નડિયાદ રૂરલ પોલીસ મથકે ઇકો ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા શહેરની સિવિલ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો.ખેડા એસ.ડી.ડેપોમાં ફરજ બજાવતા નાસીરમીયા મલેક પોતાની બસ લઇને ગોબલજ જવા નિકળ્યા હતા તે સમયે મહેમદાવાદ તરફથી આવતા એક મોટર સાયકલના ચાલકે એસ.ટી.બસના ડ્રાઇવર સાઇડના પાછળના ટાયર નજીક અથડાવ્યુ હતુ.જેથી મોટર સાયકલ પર સવાર બંને વ્યક્તિઓને ઇજા પહોચી હતી.આ બનાવ અંગે નાસીરમીયા યુસુફમીયા મલેકે ખેડા પોલીસ મથકે મોટર સાયકલના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે ખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા તાલુકાના રઢુ ગામની સીમમાં અકસ્માત સર્જાયો છે.જેમા ધર્મેશભાઇ લીબાણી (ડ્રાઇવર) યોગેશકુમાર જોષી (કંડકટર) એસ.ટી બસ લઇ દાહોદથી પરત ધારી જતા હતા.રઢુ ગામની સિમમાંથી પસાર થઇ રહ્યા તે સમયે આગળ જતા ટ્રેકટરના ચાલકે અચાનક બ્રેક મારતા એસ.ટીના ડ્રાઇવરે ધર્મેશભાઇએ  પણ પોતાની બસને બ્રેક મારી હતી.જેથી બસ પલ્ટી ખાઇ જતા  ડ્રાઇવર ધર્મેશભાઇને શરીરે ઇજાઓ પહોચી હતી .અને બસને નુકસાન પહોચ્યુ હતુ.આ બનાવ અંગે બસના કંડકટર યોગેશભાઇ જોષીએ ખેડા પોલીસ મથકે બસના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ftcFK4
Previous
Next Post »