નડિયાદ : ખેડા જિલ્લામાં ધૂળેટીની ઉજવણીમાં આ વરસે કોરોનાને લીધે નીરસતા છવાયેલી જોવા મળી હતી. સરકારી આદેશને પગલે ક્યાંય ધૂળેટીના મોટા આયોજન કરવામાં આવ્યાં ન હતાં. જોકે સોસયટી અને ગલીઓમાં નાનાં બાળકોએ ધૂળેટીના રંગ માણતા જોવા મળ્યા હતા.
કોરોનાના વધતા સંક્રમણને લીધે સરકારે હોળી-ધૂળેટીના રંગોત્સવમાં ધાર્મિક ક્રિયાઓ સિવાયની તમામ ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હતો. તે કારણે આ વરસે ગલીઓમાં-સોસાયટીઓમાં રંગોની છોળો ઉડાડતા લોકોના ટોળા જોવા મળ્યા ન હતા. જોકે જિલ્લાના વડામથક નડિયાદ ઉપરાંત કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ, ઠાસરા જેવા નગરોમાં શેરી-શેરીએ નાનાં બાળકોએ સાવચેતીથી સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. ઘણે સ્થળે બોળકો માસ્ક પહેરીને ધૂળેટી રમતા જોવા મળ્યા હતા. તો ઘણી ગલીઓમાં બાળકોએ ઘરને આંગણે જ રહી પીચકારીઓ ઉડાવી ધૂળેટીનો ઉત્સવ માણ્યો હતો. કોરોના ગાઈડલાઈન પ્રમાણે જિલ્લાના મોટાભાગનાં મંદિરોમાં ધૂળેટીએ ઉજવાતો ફૂલડોલોત્સવ અને અન્ય ઉજવણીઓ મોકૂફ રહી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QTuyaU
ConversionConversion EmoticonEmoticon