
બાલાસિનોર : બાલાસિનોર અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર ગત મોડી સાંજે ઇકો ગાડી અને મોટર સાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા સ્થળ ઉપર જ બે વ્યક્તિના કરૂણ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે કરમસદ દાખલ કરાયાનું જાણવા મળે છે.
આ અંગેની મળતી વિગતો અનુસાર ગત મોડી સાંજે અમદાવાદ ઇન્દોર હાઇવે પર ભાવેશકુમાર રમણભાઇ મહેરા પોતાની મોટરસાઇકલ પર જઇ રહ્યા હતા ત્યારે સામેથી પૂરઝડપે આવતી ઇકો ગાડીએ ટક્કર મારતાં રમણભાઇ તેમજ કુસુમબેન અને બબલબેનને માથાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ થયું હતું જ્યારે રમણભાઇને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે કરમસદ મોકલવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે ગાડીના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કર્યાનું જાણવા મળે છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sqAc2c
ConversionConversion EmoticonEmoticon