પ્રેરક વિચારો .


* ભગવાનની કૃપા સાંસારિક વૈભવ અથવા વિદ્યાર્થી નથી મળી સક્તી એનો એકમાત્ર માર્ગ પરમાર્થ છે.

* પરમેશ્વરનો પ્યાર કેવળ સદાચારી અને કર્તવ્ય પરાયણના માટે સુરક્ષિત છે.

* જેટલું ધન તમારી પાસે આવે છે તેટલું જ વધુ સમાજનું ઋણ તમારા પર ચડે છે એટલે જ કહેવામાં આવ્યું છે કે સો હાથોથી કમાવ અને હજારો હાથોથી લુટાવો.

* આજની પરિસ્થિતિ એવી છે કે આજનો સરેરાશ નાગરિક ભલે એ ભારતનો હોય કે વિશ્વનો, તે કમાવાની દ્રષ્ટિએ ઘણો આગળ નીકળી ગયો છે પણ ગુણોની દ્રષ્ટિએ, કર્મોની દ્રષ્ટિએ, સ્વભાવની દ્રષ્ટિએ ઘણો નિમ્ન સ્તરનો થતો જઇ રહ્યો છે.

* ધર્મ વિનાનું જીવન લાંબુ હોય તો પણ નકામું

* મનુષ્યનો ભાવનાત્મક સ્તર દિવસે દિવસે પડતો જઇ રહ્યો છે એ એના અંત:કરણમાં પ્રેમ, વિશ્વાસ, ત્યાગ, ક્ષમા, ઉદારતા, દયા, મૈત્રી અને સમાનતાનું સ્થાન સ્વાર્થ અને છળકપટે લઇ લીધું છે. આજનો મનુષ્ય બીજાને સહેવા માટે જરાપણ તૈયાર નથી.

* પહેલાનાં જમાનામાં લોકો ચાલાક ન હતા. બદમાશી ન હતી, ચોરીઓ થતી ન હતી.

* આજનું કર્મ આવતીકાલનું ભાગ્ય બની જાય છે.

- જયેન્દ્ર ગોકાણી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qH19wY
Previous
Next Post »