- ભયથી અને ભ્રમથીપર થઈ આત્મિક સત્યમાં સ્થિર થઈ માનવતાના વિકાસ માટે મનની મુક્તિ, પરમ મૌન અને આત્મિક સત્ય સ્વરૂપતામાં સ્થિરતા અનિવાર્ય છે
પ રમ તત્વ પરમાત્માએ જ્યાં પુષ્કળ મોકળા મનથી પોતાની અપાર અને અદભુત સંપતિ વેરી દીધી છે, એવા ભાગ્યવંત અને ભવ્ય દેશના આપણે પુત્ર, પુત્રો છીએ, તમામ પ્રકારના ભેદભાવથી, ભયથી અને ભ્રમથીપર થઈ આત્મિક સત્યમાં સ્થિર થઈ માનવતાના વિકાસ માટે મનની મુક્તિ, પરમ મૌન અને આત્મિક સત્ય સ્વરૂપતામાં સ્થિરતા અનિવાર્ય છે. તે પ્રાપ્ત કરીએ અને જા ેમાણસ પોતાના મનને પોતાના કાબુમાં લઈને પોતાનું કહ્યાગરું બનાવીને સત્યાચરણનું આચરણ કરે તો પોતાના જીવનની સાર્થકતાની અનુભૂતિ કરી શકે તો જ તેના જીવનમાં સત્ય સ્વરૂપ માનવતાનીવૃધ્ધી અંતરમાં થાય. જો આ વૃદ્ધિ થાય તોજ તેનામાં રહેલા શેતાનીયતને જીવનમાંથીપોતાના ઉચાળા ભરવાની નોબત આવી જ પડે જ છે, અને વહ્યું જ જવું પડે છે.
પણ જો આ ન ઉપલબ્ધ થાય તો શેતાનિયત કાયમી ધર કરીને બેસી જ રહે છે અને સમયે સમયે લાગ મળતા જ પોતાનું પોત પ્રકાશે જ છે અને માણસના જીવનમાં ચિંતા તનાવ દુખ ભોગવવા જ પડે છે. માટે જ ઋષિઓએ મનથી મુક્ત થવા પર ભાર મૂક્યો છે. અને માણસે પોતાના સમગ્ર જીવનમાં પોતાની પરમ ચેતનામાં જાગૃતતા પૂર્વક સ્થિર થઈને વર્તમાનમાં જીવે જવાનું અને આપણાં ઋષિઓએસ્પષ્ટ કહ્યું છે કે માનવ જીવનમાં વર્તમાન કાળજ જીવવા જેવો કાળ છે. વધુમાં કહ્યું કે ભૂતકાળને વાગોળવો નહીં, અને ભવિષ્ય કાળના ધોડા પર સવાર થવાની મનાઈ કરી છે. આવા ભવ્યઉદાત્ત વિચાર અને સિદ્ધાંત સાથે, સત્ય સ્વરૂપ ધર્મનું પહેલું પુસ્તક જગતને ભારતના ઋષિઓએ ભેટ દીધું છે, એવો આ ભવ્ય અને ભાગ્યવંત આ ભારત દેશ છે.
જેમાં અનેક નદીઓએ પોતાના નિર્મળ જળ વહાવી આ દેશની ધરતીને લીલીછમ કરી, અને અનેક ઔષધીય વનસ્પતિથી ધરતીનેમહેકતી કરી છે. તો ઋષિઓએ વેદ અને ઉપનિષદ દ્વારા સ્પષ્ટ કહેવાયું છે, કે હે માનવો તમો તમારા જ આત્મિક સત્યમાં સ્થિર થઈને કોઈને પણ બનાવ્યા વિનાય. કેકોઈ સાથે બનાવટ કર્યા વિના. કે કોઇપણથી બન્યા વિના તમારા પોતાના આત્મિક સત્યમાં સ્થિર થઈને કોઈપણ જાતના ભેદભાવ વિના આત્મિક સત્ય સ્વરૂપ થઈને તમારા મનને શુદ્ધ ભવદીય કરીને પરમાત્મા સમર્પિત થઈ અને શરણાગતનો શુધ્ધ મનથી સ્વીકાર કરીને જીવન જીવજો એ જ સત્ય સ્વરૂપ ધર્મનું આચરણ છે. એમ ઋષિઓએ સ્પષ્ટ કહ્યું છે, આવો ભવ્ય અને અદભુત સત્ય આધારિત વારસો જગતના કોઈ દેશને મળ્યો જ નથી, પણ આ ભવ્યઅને સત્ય સ્વરૂપ વારસાને આપણે ટકાવી રાખ્યો છે ખરો ?
ભૌગોલિક દ્રષ્ટિએ ઉત્તરે આવેલો નાગાધીરાજ હિમાલયતો વચમાં પવિત્ર અને પાવનરૂપ વિધ્યાચલ જેમાંથી અનેક નદીઓ જલાધાર કરી દેશની ધરતીને પવિત્ર કરી રહી છે અને અનેક પ્રકારના પ્રાણીઓ. પક્ષીઓવનસ્પતિઓની પ્યાસ બુજાવી રહી છે. અને દક્ષીણેવિશાળ સમુદ્ર દેશની રક્ષા કરી રહ્યો છે. કુદરતની આવી અદભુત અનુકૂળતાએમાનવીને પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેના કુદરતી સંધર્ષથીમહદ અંશે મુક્ત રાખ્યો છે.
આમ તેથીજ વેદ અને ઉપનિષદના ઋષિઓના સત્ય સ્વરૂપ ધર્મના આદેશોને સ્વીકારીને તેને જ માનવે પોતાના હૃદયમાં સ્થાન આપીને,માનવી પોતાની હૃદય ગુહામાં પડેલા સત્યોને ઉજાગર કરીને પોતપોતાનાં આત્મિક સત્ય તરફ વળીનેપોત પોતાના જીવનને આત્મિક સત્ય સ્વરૂપ બનાવીન, સદગુણી, સદાચારી, વિવેકશીલ, સત્યસ્વરૂપ, પરોપકારી જીવન બનાવજો. અને રાગ દ્વેષ, અહંકાર અને વાસનાઓથી મુક્ત રહી માનવતા ભર્યું જીવન જીવી જવાનું છે. અને સત્ય ધર્મની દીવાદાંડી રૂપ બની જીવન જીવી શક્શો તો જીવનમાંથી જ પરમ આનંદ ઉપલબ્ધ કરી શકશો, એમ સ્પષ્ટ કહ્યું છે.
આવી અદભુત અને આલોકિક પરિસ્થિતી એજ આ દેશની ધરતી પર સત્ય આધારિત સંસ્કૃતિનો ઉષ: કાળ વેદ અને ઉપનિષદના ઋષિઓએ પ્રગટાવ્યો છે. અને સત્ય ધર્મના અને સત્ય ધર્મના મૂળભૂત તત્વ જ્ઞાાનના દુર્ગમ શિખરો પર બિરાજમાન થવાનું સામર્થ્ય આ દેશના લોકોને ઋષિઓએઆપ્યું છે.
- તત્વચિંતક વિ પટેલ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3taxwWu
ConversionConversion EmoticonEmoticon