
માનવ મન સદા રંગોની આસપાસ રમતું રહે છે. રંગોથી એકબીજાને રંગવાનો તહેવાર એટલે હોળી. ફાગણ, વસંત અને હોળી આ ત્રિકોણીયો સંગમ છે. આ ઉત્સવ ફાગણ માસમાં આવતો હોવાથી તેને 'ફાલ્ગુનિક' પણ કહે છે. સંસ્કૃતમાં શેકેલા અનાજને 'હોલક' કહે છે. આ 'હોલક' પરથી 'હોલી' શબ્દ આવ્યો છે. મહારાષ્ટ્ર અને કોંકણમાં હોળીને 'શિમગો' કહે છે. દક્ષિણ ભારતમાં 'કામદહન' નામથી હોળી ઉજવાય છે. હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટી એને ફુલદોલોત્સવ, હોલોત્સવ કે પોંખોત્સવ પણ કહે છે.
હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, સત્યનિાનો મહિમા સમજાવતો, તેમ જ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસહ્ય પ્રવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે.
ભક્ત પ્રહલાદ ભગવાનને પામવાને માટે પિતા હિરણ્યકશિપુ સામે ઝૂક્યા નથી. તેમના પિતાએ પ્રહલાદને ભજન કરતો અટકાવવા માટે અનેક પ્રયત્નો કર્યા છે. તેને મારી નાંખવા માટે આસન, ભોજન, શયન વગેરેમાં પણ ઝેરના પ્રયોગો કર્યા પણ બધા નિષ્ફળ જતા. છેવટે હાથીઓથી, સર્પોથી, પર્વતો પરથી નીચે ફેંકી દઈને મારી નાંખવાના પ્રયત્નો પણ કર્યા પણ ભગવાન રાખે તેને કોણ ચાખે. એ ન્યાયે તે ભક્ત પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો. અંતે થાકીને હિરણ્યકશિપુએ પોતાની બહેન જે હોલિકા તેને વરદાન હતું કે, તેને અગ્નિ પણ બાળી ના શકે તે માટે પોતાની બહેનના ખોળામાં પ્રહલાદને બેસાડી સળગતા છાણાં તથા કાષ્ટમાં હોલિકાને બેસવાનો આદેશ આપ્યો. હોલિકા ભક્ત પ્રહલાદને લઈને અગ્નિમાં બેઠી પણ પ્રહલાદ બચી ગયો. અને હોલિકા બળી ગઈ. અંતે ભક્તની જ જીત થઈ. આમ, અધર્મ ઉપર ધર્મનો વિજય થયો. આ વિજયની ઉજવણી લોકોએ અરસ-પરસ રંગ ગુલાલ ઉડાડીને આનંદની અભિવ્યક્તિ કરી તે દિવસથી આ હોળી - ધૂળેટીના ઉત્સવનો પ્રારંભ થયેલો છે.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3f8PkgN
ConversionConversion EmoticonEmoticon