
સુઘડ વ્યવહાર
જે વાતો મન અને ઇન્દ્રિયોને કલુષિત કરે તેવું કરવું ન જોઈએ. બાકી બધું કરવું. જે આપણાં મન અને ઇન્દ્રિયોને મલિન બનાવે તેવું ખાવું નહિ, બાકી બધું ખાવું. શું આ માટે આપણે થોડો ઘણો વિચાર કરવો ન જોઈએ! જ્યારે શરીરથી અસ્વસ્થ બની જઈએ, ત્યારે જ વિચાર કરીએ છીએ કે આ પ્રકારનું ખાવું ન જોઈએ. અને આવું ખાવાથી જ તબીયત બગડી! અને આ જ આપણી ચેતનાની આત્માની તબિયતને રોજ બગાડતી જ રહી છે. ત્યારે કોઈ ચિંતા કરતાં નથી. કોઈ એક ચોક્કસ વિચાર હોવો જોઈએ. જેમ શરીર અંગે ચિંતાઓ છે તે પ્રકારે જ ચેતનાના ઉત્થાન અને પતન માટે પણ આપણે ચિંતા હોવી જરૂરી છે. ઇન્દ્રિયો અશ્વ સમાન છે. અશ્વ પર સવારી કરી પ્રવાસ કરવાને માટે જેમ તે અંગે આપણે માર્ગ નક્કી કરીએ. લગામ હાથમાં રાખીએ. બરાબર આ પ્રકારે જ્યારે આપણે ઇન્દ્રિયોનાં અશ્વ પર સવાર થઈએ છીએ ત્યારે મનરૂપી લગામ આપણા હાથમાં રહે તો સમગ્ર કાર્ય સહેલાઈથી ઉકેલી શકાય છે. જરૂરત છે, સંસ્કારોના પરિષ્કારની. આજ સુધી જેટલાં યુધ્ધો થયાં છે તે પોતપોતાના મતો-વિચારો અને અહંમના આગ્રહોને લઈને થયા છે. સૌ પોતાની જાતને મહાન સમજતા રહ્યાં છે. જેમ બીજી વ્યક્તિ તેમની મહત્તા પર પ્રશ્નાર્થ કરે છે. ત્યારે અને ત્યાંથી મતભેદનો આરંભ થઈ જાય છે. શનાં બળે પણ સિધ્ધાંતોને મનાવવાને ષડયંત્રો રચવાનું શરૂ થઈ જાય છે. શોએ આજ સુધી કોઈને સ્થાયી હલ લાવી શક્યાં નથી. શોના બળે પ્રાપ્ત કરેલ પ્રસિધ્ધિ અસ્થાયી હોય છે. કોઈપણ વ્યક્તિ અથવા સ્થિતિનાં પ્રભાવને કારણે માનવામાં આવેલ વાત અલ્પકાલીન જ હોય છે. મન જેને માને તે જ સાચો ધર્મ છે. તે જ નૈતિકતા છે અને તે જ સુઘડ વ્યવહાર છે..!
અમૃતવાણી
- જ્ઞાનનો ખજાનો વાપરવાથી ખુટતો નથી, બલ્કે વધે છે. જેને જ્ઞાાાનની મુડી કહેવાય છે.
- અંતર આત્માને પુછીને કાર્ય કરશો તો સફળતા મળશે.
- દુઃખની પછવાડે સુખ આવે. તેવો કુદરતનો ક્રમ છે.
- જીવન અને મૃત્યુ એ પરમેશ્વરની લીલા છે.
- ધ્યેય સિધ્ધ કરવા માટે પુરુષાર્થ કરવો પડે, કોઈની પાસે માંગવું, તે ધ્યેય-પ્રાપ્તી માટે બાધક છે.
- મનને માર્યા વિના કે વાળ્યા વિના નિતાંત આનંદની અનુભુતિ મુશ્કેલ છે.
- સતયુગ એટલે આપણા અંતરમાં શાંતિ રહે, સુખવર્તે અને ભગવાનનું ભજન થાય તે.
- જીવનમાં સદાય, સંતોષ અને સંયમ હશે, તો જ શાંતિ મળશે.
- પહેલા તમે તમારૂ ભલુ કરો, જે પોતાનું ભલું કરી શક્તો નથી. તે બીજાનું ભલું શું કરવાનો ? પાસે કાંઈ નથી તે બીજાને શું આપે.
- વિચારજો વધુ, બોલજો ઓછું અને લખજો થોડું.
- તામસતા શરિરને બાળી નાખે છે. માટે ક્રોધ કદી કરવો નહિં.
- જે મનુષ્ય હિત, મિત્ત, તથા થોડો આહાર કરે છે. એને વૈદની જરૂર પડતી નથી. તે પોતે જ પોતાનો વૈદ છે.
- ધરતી તેના ખોદનારને પાણી આપે છે, તો પછી આપણે તો માણસ છીએ. આપણું ખોદનારને પ્રેમ ન આપી શકીયે ?
- આંગળી ચીંધનારને પુણ્યનો હિસ્સો મળે છે, માટે પરોપકારનું કાર્ય કરો. નીજી સ્વાર્થ માટે કોઈને નુકશાન થાય, કે હેરાનગતી થાય તેવું મનમા કદીયે ન વિચારશો.
- જે પ્રકારનાં વિચાર મનમાં કરીશું, તે પ્રકારનું મન થાશે.
- ત્યાગ અને તપશ્ચર્યા એ આત્મવિકાસના પ્રથમ સોપાન છે.
- કળીયુગ અથવા તપશ્ચર્યા એ આત્મવિકાસના પ્રથમ સોપાન છે.
- મનુષ્ય પાણી વલોવીને માખણ મેળવવાનું સ્વરૂપ સેવે છે. પણ પાણીમાંથી માખણ મળવુ અસંભવ છે. માટીની કોઠી ધોવા બેસો તો કોઠી ચોકખી થાય કે કાદવ હાથમાં આવે ? જો મન પવિત્ર હોય તો કથરોટનું જળ 'ગંગાજળ' બની જાય. 'મન ચંગા તો કથરોટમે ગંગા.
- જીવનનાં બદલતા રંગોને જાણનાર વ્યક્તિ જ જીવનને જાણી શકે છે.
- ધનને ધર્મને ઘણુખરૂં બારમો ચંદ્રમા હોય છે, ધનનો નશો એવો છે કે એમાં ધર્મ ભુલી જવાય.
- ધનજીભાઈ નડીઆપરા
એકતા-માનવતા-ભાવના...
માનવ જીવનમાં એકતા, માનવતા, ભાવના અને સહિષ્ણુતા જેવા અમૂલ્ય ગુણોથી મહાન અને દિવ્ય બને છે. સાત્વિક અને આધ્યાત્મિક ગુણોથી તેનું સમગ્ર જીવન પસાર થાય છે તે જીવન ઉત્તમ અને શ્રે છે. આજે માનવીને માનવી પાસે બેસીને સુખ દુઃખ કે ધર્મની વાતો કરવાનો સમય નથી. જીવન ફાસ્ટ બની ગયું છે. પોતે દુઃખી છે છતાં પોતાના દુઃખનું કારણ શોધતો નથી. આપણા બાપદાદાઓ ભેગા મળીને એકબીજાનાં વિચારો આપ-લે કરતા હતા. સુખ દુઃખના સહભાગી થતા હતા. તેના ઉપાયો અને ઈલાજ શોધતા હતા. લડાઈ, ઝઘડો કે વાદવિવાદોને ગામના ચોરે કે ભાગોળે ભેગા મળીને સમજી લેતા હતા. તેમાં સમાધાનની ભાવના હતી. પંચ ત્યાં પરમેશ્વરના આખરી નિર્ણયને સૌ માન્ય રાખતા હતા. એકબીજાનાં સાથી બની ખભેખભા મેળવતા હતા. આ તેમની એકતામાં માનવતા અને ભાવના હતી. આપણામાં આ બધું નથી. ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યું છે. બીજાનું દુઃખ જોઈ આપણામાં દયા, ભાવના કે એકતા જણાતી નથી. ભિખારી કાકલુદી ભાષામાં ભીખ માંગતો હોય તો પણ આપણામાં કંઈક આપવાનો ભાવ નથી આવતો. આપણામાં આ બધા ગુણો હતા પણ આધુનિકતાએ આપણને મજબૂર બનાવી દીધા છે.
ગામડામાં આજે પણ એકતા, માનવતાના, ભાવનાના દર્શન થાય છે. ગામમાં કોઈક વ્યક્તિ બિમાર હોય તો એક કલાકમાં તો સમગ્ર ગ્રામજનોને સમાચાર પહોંચી જાય છે. થોડીવારમાં તો બધાં તેની ખબર પૂછવા ભેગા થઈ જાય છે. ગામડાંની રહેણી કરણી અને ભાવના શહેર કરતાં અલગ હોય છે. હવે ધીમે ધીમે ગાંમડાંઓ તૂટીને શહેર તરફ આવી રહ્યાં છે.
- ભગુભાઈ ભીમડા
અશાંતિનાં કારણો
અભાવ, અજ્ઞાાાન, અહર્મ, અસહયોગ
અ શાંતિનાં અનેક કારણો છે, પરંતુ ચાર મૂળભૂત કારણો છે. ૧) અભાવ ૨) અહં ૩) અજ્ઞાાાન ૪) અસહયોગ.
૧) અભાવ : જ્યાં અભાવ છે, જરૂરિયાતોની પૂત થતી નથી ત્યાં શાંતિ શક્ય નથી. મનુષ્ય કેટલો પણ સંતોષી અને સહનશીલ હોય પરંતુ રોટી, કપડાં અને મકાનના અભાવે શાંતિથી ન રહી શકે. ઠંડી, ગરમી, વરસાદને આપણે ક્યાં સુધી અવગણી શકીએ. માણસની સાથે તેનો પરિવાર, બાળકો, આશ્રિતો હોય છે. માણસ પોતે દુઃખ અને અભાવ સહન કરી લેશે પરંતુ પોતાનાં આશ્રિતો તથા બાળકોને અભાવમાં જોઈ ન શકે. ન સહન કરી શકે, વિચલિત થઈ જાય, દુઃખી થઈ જાય, અશાંત થઈ જાય, બેચેન થઈ જાય.
૨) અહમ: અશાંતિનું મોટું કારણ અહમ છે. અહંકારી માણસ પોતાની સામે અન્યની ઉન્નતિ નથી સ્વીકારી શક્તો. અહમ માણસને ઇર્ષ્યાળુ બનાવી દે છે. અહંકારી એવું વિચારે છે સમાજમાં બધા તેનાથી નીચા તથા નિધન રહે. તેની બરોબરી કોઈ ન કરે તથા આગળ વધી ન શકે. અહંકારી માણસ ફૂલાઈ શકે છે. પરંતુ ફેલાઈ શક્તી નથી. અભિમાની વ્યક્તિ કોઈની પણ ઉન્નતિ જોઈને એના મનની શાંતિ હણાઈ જાય. અહંકારી શાંત ન રહી શકે.
૩) અજ્ઞાાાન : અજ્ઞાાાન, અશાંતિનું જીવતું-જાગતું સ્વરૂપ છે. અજ્ઞાાાનના કારણે માણસ મુખ્ય માર્ગ ચૂકીને કાંટાથી ભરેલી પગદંડીમાં ફસાઈ જાય છે. જીવનની તમામ સમસ્યાઓ, નિરાશા અજ્ઞાાાનની જ ઉપજ કહેવાય છે. અંધવિશ્વાસ, રૂઢિવાદ, આશંકા વગેરે અજ્ઞાાાનની જ દેન છે. તેનાથી વિરૂધ્ધ જ્ઞાાાનથી જ આત્માની અમરતાનો, પરમાત્માની વ્યાપકતાનો અને મનુષ્ય જીવનમાં મહાન કર્તવ્યની પ્રેરણા મળે છે. અજ્ઞાાાની માણસ દુરાચારને દુષ્ટપ્રવૃતિઓને જન્મ આપે છે. જેનાથી તે બીજાની તથા પોતાની શાંતિ નષ્ટ કરે છે. અજ્ઞાાાની માણસ સ્વાર્થ અને સંકીર્ણતાની દુઃખકર વૃત્તિઓથી ઘેરાઈ જાય છે. અજ્ઞાાાન અંધકાર છે.
૪) અસહયોગ : સ્વાર્થી માણસ સ્વભાવથી અસહયોગી હોય છે. અસહયોગી સ્વાર્થી જ નહી કુટિલ અને કપટી હોય છે. સહયોગની સ્થિતિમાં જે પ્રેમ, સહાનુભૂતિ, સહકારની જે વૃધ્ધિ થાય છે તે રુંધાય છે. સમાજમાં અસહયોગની પ્રવૃત્તિઓ તે અશાંતિનું બહુ મોટું કારણ છે.
વ્યક્તિ કે રાષ્ટ્રમાં અશાંતિ હોય તો તે સમૃધ્ધ ન થઈ શકે. ઉન્નતિની તમામ સંભાવના શાંતિપૂર્ણ વાતાવરણમાં સમાયેલી છે.
- જયેન્દ્ર ગોકાણી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cjmrN1
ConversionConversion EmoticonEmoticon