સોનૂ સૂદને ફોર્બસે લીડરશિપ એવોર્ડથી સમ્માનિત કર્યો


- એકટરને ઓળખાવ્યો કોવિડ-19 હીરો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ

સોનૂ સૂદને ફોર્બસ ઇન્ડિયા તરફથી લીડરશિપ ૨૦૨૦-૨૦૨૧ની  સાલના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ તેને કોરોના વાયરસની મહામારી દરમિયાન લદાયેલા લોકડાઉનમાં ગરીબ, મજૂરો અને કામગારોને મદદ કરવા માટે આપવામાં આવ્યો છે. 

સોનૂ સૂદે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર અને ભાવના શેર કરી છે. આ એવોર્ડમાં સોનૂ સૂદને કોવિડ-૧૯નો હીરો તરીકે ગણાવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ મહામારી  ટાણે દેશભરમાં સખત લોડકાઉન લગાડવામાં આવ્યું હતું. જેમાં પ્રવાસી મજૂરો પોતાના ગામ જવા ઉતાવળા થયા હતા. તે લોકોને તેમજ પરપ્રાંતીયોને ઘરભેગા કરવામાં સોનૂ સૂદે મહત્વનો ફાળો આપ્યો હતો. આજે લોકોએ તેને મસીહાનું ઉપનામ પણ આપી દીધું છે. લોકડાઉન દરમિયાન સોનૂ સૂદે મજૂરો અને કામગારોનેઅલગ-અલગ હિસ્સામાં  તેમના શહેર અને ગામમાં સુરક્ષિત રીતે પહોંચાડયા હતા. આ માટે તેને રાજ્ય સ્તરથી લઇને આંતરરાષ્ટ્રીય સ્તર પર સમ્માન મળી ચુક્યું છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3w3vZ6J
Previous
Next Post »